મધદરિયે ફિશીંગ નેટમાં માછીમારનો પગ ફસાયો, ભારતીય કોસ્ટગાર્ડે એરલિફ્ટ કરીને જીવ બચાવ્યો, પરંતુ પગ કાપવો પડ્યો

Indian Coast Guard Rescue : અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ... દ્વારકાથી 40 નોટિકલ માઈલ દૂર દરિયામાં ફસાયેલ ખલાસીનો બચાવ્યો જીવ... સિદ્ધેશ્વરી નામની બોટમાં ફસાયો હતો ખલાસી....

મધદરિયે ફિશીંગ નેટમાં માછીમારનો પગ ફસાયો, ભારતીય કોસ્ટગાર્ડે એરલિફ્ટ કરીને જીવ બચાવ્યો, પરંતુ પગ કાપવો પડ્યો

Dwarka News : અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડને દ્વારકાના માછીમારનો જીવ બચાવ્યો હતો. દ્વારકાથી 40 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક દુર્ઘટના બની હતી. કોસ્ટગાર્ડે ભારતીય માછીમારી બોટના ખલાસીનો જીવ બચાવ્યો હતો. એડવાન્સ લાઈટ હેલિકૉપ્ટર ધ્રુવની મદદથી ગંભીર ઈજાગ્રસ્ત માછીમારને એરલિફ્ટ કરાયા હતા. 

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મધદરિયે હેલિકોપ્ટર દ્વારા માછીમારનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દ્વારકાથી લગભગ 40 કિમી દૂર દરિયામાં માછીમારને બચાવી લેવાયો હતો. સિદ્ધેશ્વરી નામની બોટનો મનુ આલા મકવાણા નામના 50 વર્ષીય ખલાસી સાથે આ દુર્ઘટના બની હતી. માછીમારની જાળ સંભાળતી વખતે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ફિશીંગ નેટના સ્ટીલના વાયર વચ્ચે માછીમારનો પગ ફસાયો હતો. ઈજાગ્રસ્ત માછીમારને બચાવવા માટે ઈન્ડિયન ગોસ્ટગાર્ડ મદેદ આવ્યુ હતું.  

IFB સિધ્ધેશ્વરી જહાજમાં સવાર એક માછીમારને બચાવવા ઈન્ડિયન કોસ્ટગાર્ડ મદદે આવ્યુ હતું. રેડિયો ચેનલ 16 પર SOS કૉલથી જાણ થતાં રેસક્યુની કામગીરી હાથ ધરાઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ભારતીય કોસ્ટ ગાર્ડ એક્શનમાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડે એર એન્ક્લેવ પોરબંદર ખાતેથી બચાવ માટે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર વડે ટીમ ઘટનાસ્થળે પહોંચ્યુ હતું. માછીમારને હેલિકોપ્ટરમાં બેસાડીને  હેડક્વાર્ટર ઓખા લઈ જવામાં આવ્યો હતો. તેમજ મુખ્ય મથક ખાતે તબીબી ટીમ દ્વારા દર્દીને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી.

જોકે, સમગ્ર ઘટનામાં માછીમારનો જમણો પગની ઘૂંટણ નીચેથી કાપવામાં આવ્યો છે. હાલ તેને વધુ સારવાર માટે ઓખા ખાતે ખસેડવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news