પાકિસ્તાનનો આ માછીમાર રાતો રાત બની ગયો કરોડપતિ, જાણો દરિયામાંથી એવું તે શું મળ્યું?

ભાગ્ય ક્યારે પલટી જાય તે કોઈ કહી શકે નહીં. પાકિસ્તાનમાં રહેતા એક માછીમારે દરિયામાંથી એક એવી માછલી મળી કે તે રાતોરાત કરોડપતિ બની ગયો. 

માછીમાર એક રાતમાં બન્યો કરોડપતિ

1/6
image

પાકિસ્તાનના કરાચીમાં ગરીબ ઈબ્રાહિમ  હૈદરી ગામમાં રહેતા હાજી બલૂચ હવે કરોડપતિ બની ગયા છે. તેમનું આ ભાગ્ય એક ખાસ પ્રકારની માછલીના કારણે પલટાયું છે. અચાનક કરોડપતિ બન્યા બાદ બધા લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જ્યારે તેમના સંબંધીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. 

સોનેરી માછલીનો ખજાનો

2/6
image

હાજી બલૂચે કહ્યું કે સોમવારે કરાચીના ખુલ્લા દરિયામાં તેઓ માછલી પકડી રહ્યા હતા ત્યારે તેમને સોનેરી માછલીનો મોટો ખજાનો મળ્યો. તેમણે કહ્યું કે આ બધું તેમના માટે કલ્પનાબહારનું હતું. 

પૂર્વી એશિયન દેશોમાં ખુબ માંગ

3/6
image

હાજી બલૂચના જણાવ્યાં મુજબ ગોલ્ડન ફિશ કે સોવા નામથી ઓળખાતી આ ફિશ તેમણે પકડી હતી. આ માછલી અનેક ઔષધીય ગુણોથી ભરપૂર દુર્લભ માછલી ગણાય છે. પૂર્વી એશિયાઈ દેશોમાં તેની ખુબ માંગણી છે. અહીં લોકો તેને મો માંગ્યા પૈસા આપે છે. 

લગભગ 40 કિલો સુધી વજન

4/6
image

હાજી બલૂચના જણાવ્યાં મુજબ સોવા માછલીનું વજન મોટાભાગે 20થી 40 કિલો વચ્ચે હોય છે. તેની લંબાઈ 1.5 મીટર સુધી વધી શકે છે. તેનો ઉપયોગ પરંપરાગત દવાઓ અને સ્થાનિક વ્યંજનોમાં થાય છે. 

અનેક ઔષધીય ગુણો

5/6
image

સોવા માછલીને અનમોલ કે દુર્લભ ગણવામાં આવે છે. તેનું કારણ એ છે કે આ માછલીના પેટમાંથી નીકળતા પદાર્થોમાં મહાન ઉપચાર અને ઔષધીય ગુણ સામેલ હોય છે. માછલીથી પ્રાપ્ત દોરા જેવા પદાર્થનો ઉપયોગ સર્જરીમાં પણ થાય છે.   

ગ્રુપના બધા લોકો વચ્ચે વહેંચાશે પૈસા

6/6
image

પાકિસ્તાન ફિશરમેન ફોક ફોરમના મુબારક ખાનના જણાવ્યાં મુજબ શુક્રવારે સવારે કરાચી બંદરે જ્યારે સોવા માછલીઓની હરાજી કરાઈ તો તેઓ લગભગ 70 મિલિયન રૂપિયામાં વેચાઈ. હાજી બલૂચે કહ્યું કે હરાજીથી મળેલા આ રૂપિયાને તેઓ તેમના ગ્રુપના બધા 7 લોકોમાં વહેચી નાખશે.