હરામી નાળાને પાકિસ્તાનીઓએ બનાવ્યો અડ્ડો, BSF એ ઘૂસણખોરી કરતા 4 માછીમાર પકડ્યા

Kutch News : કચ્છના હરામી નાળા વિસ્તારમાંથી  4 પાકિસ્તાની માછીમાર ઝડપાયા... બીએસએફના જવાનોએ સર્ચ ઓપરેશનમાં 10 પાકિસ્તાની બોટ કબજે કરી...
 

હરામી નાળાને પાકિસ્તાનીઓએ બનાવ્યો અડ્ડો, BSF એ ઘૂસણખોરી કરતા 4 માછીમાર પકડ્યા

મૌલિક ધામેચા/અમદાવાદ :ભૂજની BSF ની ટીમે હરામી નાળામાંથી પાકિસ્તાની માછીમારોની ઘૂસણખોરીના પ્રયાસને ફરી એકવાર નિષ્ફળ બનાવ્યો. હરામીનાળામાં માછીમારી કરવા ઘુસતા 4 પાકિસ્તાની માછીમાર પકડાયા છે. 10 પાકિસ્તાની બોટ પણ ઝડપાઈ છે. જેની હવે વધુ તપાસ કરાશે. 

7 જુલાઈ 2022 ના રોજ, વહેલી સવારે હરામી નાળા વિસ્તારમાંથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 4 પાકિસ્તાની માછીમારો પકડાયા છે. BSF ભૂજેની વિશેષ અમ્બુશ દળે તેઓને પકડ્યા હતા. સાથે જ 10 માછીમારી બોટ જપ્ત કરવામાં આવી. ગુજરાતના કચ્છ જિલ્લાને અડીને આવેલા ભારત-પાક સરહદ નજીકના હરામીનાળા વિસ્તારમાં અમ્બુશ ટીમે દરિયામાં હિલચાલ જોઈ હતી, જેના બાદ તેમણે તાત્કાલિક આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. બાદમાં સર્ચ ઓપરેશન શરૂ કરીને માછીમારો અને બોટને પકડ્યા હતા.

No description available.

જપ્ત કરાયેલા માછીમારો અને બોટની સઘન તપાસ કરવામાં આવી હતી અને કોઈ શંકાસ્પદ સામગ્રી મળી આવી ન હતી. આમ વહેલી સવારે પિલર નંબર 1165 / 1166 પાસે બીએસએફએ વહેલી સવારે ઓપરેશન સફળ રીતે પાર પાડ્યું. પાકિસ્તાની બોટમાંથી કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું, પરંતુ વધુ સઘન તપાસ હાથ ધરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news