પાકિસ્તાનથી આવેલા એક ફોનથી કોટડા ગામમાં માતમ છવાયો... પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો

પાકિસ્તાનની જેલમાં બંધ રહેલા વધુ એક ભારતીય માછીમારનું મોત થયું છે. તો ત્યા અન્ય એક માછીમારની હાલત ગંભીર છે અને તે ઓક્સિજન પર છે. પાકિસ્તાન જેલથી આવેલા ફોને આખા ગામ ગીર સોમનાથના કોટડા ગામના અનેક પરિવારોને હિબકે ચડાવ્યા છે. તાજેતરમા પાકિસ્તાનની જેલમાં બીજા માછીમારનું મોત થતા પરિવાર હવે તેમનો મૃતદેહ પાછો ક્યારે આવશે તેની રાહ જુએ છે.
પાકિસ્તાનથી આવેલા એક ફોનથી કોટડા ગામમાં માતમ છવાયો... પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો

ગીર સોમનાથ :પાકિસ્તાનની જેલમાં બંધ રહેલા વધુ એક ભારતીય માછીમારનું મોત થયું છે. તો ત્યા અન્ય એક માછીમારની હાલત ગંભીર છે અને તે ઓક્સિજન પર છે. પાકિસ્તાન જેલથી આવેલા ફોને આખા ગામ ગીર સોમનાથના કોટડા ગામના અનેક પરિવારોને હિબકે ચડાવ્યા છે. તાજેતરમા પાકિસ્તાનની જેલમાં બીજા માછીમારનું મોત થતા પરિવાર હવે તેમનો મૃતદેહ પાછો ક્યારે આવશે તેની રાહ જુએ છે.

પાકિસ્તાનથી આવેલા એક ફોનથી ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના કોટડા ગામમાં માતમ છવાયો છે. જ્યાં બે દિવસ પહેલા પાકિસ્તાન જેલમાં કેદ આ ગામના એક યુવાને પોતાના ઘરે ફોન કરી જાણ આપી કે તેમના સાથી માછીમાર અને આ જ ગામના વતની જીતુ જીવા બારીયાનું નિધન થયું છે. એટલું જ નહિ અને બીજા અન્ય માછીમાર રામજી રાજા ચાવડા હોસ્પિટલમાં ઓક્સિજન પર છે. અને તે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

No description available.

ઉલેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ ઉનાના માછીમારનો મૃતદેહ પોતાના વતન આવ્યો છે. અને તેના થોડા દિવસ બાદ પાકિસ્તાનની જેલમાં વધુ એક માછીમારનું મોત થયું છે. તો અન્ય એક માછીમાર બીમાર છે. આ કારણે કોટડા ગામના માછીમાર પરિવારોમાં આભ ફાટ્યું છે. પરિવારની મહિલાઓમાં ભારે આક્રંદ છવાયું છે. કારણ કે પાકિસ્તાન જેલમાં કોટડા ગામના હજી પણ 44 માછીમારો કેદ છે. પાકિસ્તાન જેલમાં માછીમારના મોતના સમાચારને લઈ આખું હીબકે ચડ્યું છે. તો મૃત માછીમારના પરિજનો પોતાના દીકરાનો મૃતદેહ ચિંતિત બન્યા છે. તો અન્ય માછીમારોના પરિવારજનો સરકાર પાસે આશા રાખી બેઠા છે કે, તાત્કાલિક તેઓના માછીમારોને સરકાર છોડાવી આપે. જોકે માત્ર કોટડા ગામના 44 સહિત ગુજરાત સહિત દેશભરના 641 ભારતીય માછીમારો પાક જેલમાં કેદ છે. તો ગીર સોમનાથના 431 માછીમારો છે. જેમાં અનેક માછીમારો 4 થી 5 વર્ષ થી કેદ હોવાને લઇ આ માછીમારો વહેલી તકે છૂટે અને મૃતદેહ પરત આવે તેવી માછીમાર પરિવાર માંગ કરી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news