Gujarat : ગુજરાતી માછીમાર પાકિસ્તાનમાં પણ રૂપિયા કમાઈને ઘરે આવ્યો, જેલમાં બેઠા બેઠા કર્યો કમાલ

Gujarati Fishermen Return From Pakistan : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 ગુજરાતી માછીમારોની વતનવાપસી... વાઘા બોર્ડરથી વડોદરા આવેલા જીંદાદિલ સાગર ખેડૂઓને વતનમાં આવકાર્યા....  
 

Gujarat : ગુજરાતી માછીમાર પાકિસ્તાનમાં પણ રૂપિયા કમાઈને ઘરે આવ્યો, જેલમાં બેઠા બેઠા કર્યો કમાલ

Indian Fisherman Story: પાકિસ્તાનમાંથી મુક્ત થયા બાદ વધુ 200 માછીમારો સ્વદેશ પરત ફર્યા છે. આ માછીમારો પૈકી દીવના રહેવાસી જીતુભાઈની એક રસપ્રદ સ્ટોરી સામે આવી છે. કરાચી જેલમાં બંધ જીતુભાઈએ જીવનના મુશ્કેલ દિવસોને પણ પોતાની કલાના જોરે આસાન બનાવી દીધા હતા. મોતીથી બ્રેસલેટ બનાવવાની કુશળતાએ તેને પાકિસ્તાનમાં પણ કમાવાની તક આપી છે.

એક જૂની કહેવત છે કે પ્રતિભાને કોઈ છીનવી શકતું નથી. પાકિસ્તાનની જેલમાંથી છૂટીને ગુજરાત પહોંચેલા માછીમાર દીવના રહેવાસી જીતુભાઈ સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. વડોદરા પહોંચેલા જીતુભાઈના હાથમાં મોતીની બ્રેસલેટ જોઈને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કરાચી જેલમાં બનાવી હોવાનું જણાવ્યું હતું. જીતુભાઈએ જણાવ્યું કે, અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે પાકિસ્તાની સૈનિકોએ નવ જણાને ઝડપી લીધા હતા. આ પછી તેઓ કરાચી જેલમાં બંધ હતા. ત્યાં રહીને તેમણે પોતાની આવડતથી મુશ્કેલ દિવસો પસાર કર્યા અને પોતાની કળામાંથી થોડા રૂપિયા કમાયા.

કરાચી જેલમાં બેઠા બેઠા દેખાડી કલા
દીવ જવા માટે વડોદરા રેલવે સ્ટેશને પહોંચેલા જીતુએ જણાવ્યું કે પાકિસ્તાનની કરાચી જેલમાં શરૂઆતના દિવસો મુશ્કેલીઓથી ભરેલા હતા. હું માનસિક રીતે અસ્વસ્થ હતો, પરંતુ સાથી કેદીઓની મદદથી હું સ્વસ્થ થયો. આ પછી મેં મોતીના બ્રેસલેટ બનાવવાનું શરૂ કર્યું. મારું કામ જોઈને જેલના અધિકારીઓએ પણ આમાં મદદ કરી. બાદમાં તેમણે બ્રેસલેટ બનાવવા માટે સામગ્રી પૂરી પાડી હતી. બ્રેસલેટ પસંદ કરીને મને ત્યાં કમાવાની તક મળી. જીતુભાઈએ જણાવ્યું કે જેલ અધિકારીઓએ કેટલાક બ્રેસલેટ પણ ખરીદ્યા હતા.

બ્રેસલેટમાં ઉર્દૂમાં લખ્યા લખાણ
જીતુભાઈએએ કહ્યું કે મને ઉર્દૂ આવડતી નહોતી, પરંતુ બ્રેસલેટ પર ઉર્દૂ લખવાની માંગ હતી. આવી સ્થિતિમાં, મેં ગ્રેડિયન્ટ (અક્ષરોની ઢાળ અને કદ) અનુસાર ઉર્દૂ લખવાનો પ્રયાસ કર્યો. જેમાં હું સફળ થયો. આ પછી બ્રેસલેટો રૂ.400માં વેચાવા લાગ્યા. જીતુએ જણાવ્યું કે મોતિમાંથી આકર્ષક બ્રેસલેટ બનાવવાની કળા દ્વારા તે મુશ્કેલ દિવસોને કાપીને પોતાના પરિવાર માટે થોડા પૈસા કમાઈ શક્યો. જીતુએ વાતચીતમાં કહ્યું કે હું દાવા સાથે કહી શકું છું કે તમારી કળાને કોઈ છીનવી નહીં શકે. આ કુશળતાએ મને મારા જીવનના ખરાબ દિવસોને દૂર કરવામાં મદદ કરી.

200 માછીમારો ગુજરાત પહોંચ્યા
દીવના રહેવાસી જીતુભાઈ ઉપરાંત વધુ 199 માછીમારો વડોદરા પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી, તેઓને બસો દ્વારા તેમના જિલ્લા મુખ્યાલય મોકલવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના માછીમારો ગીર સોમનાથ જિલ્લાના હતા. 129 માછીમારોને બસ દ્વારા ગીર સોમનાથ, 31 માછીમારોને દેવભૂમિ દ્વારકા મોકલવામાં આવ્યા હતા. પોરબંદરના 4 માછીમારોની સાથે જૂનાગઢ અને નવસારીના 2 માછીમારોને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. ગયા મહિને 199 જેટલા માછીમારોને મુક્ત કરીને ગુજરાત પહોંચ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news