ઘર સીલ કરવાની નોટિસ મળી અને કલાકોમાં માછલી વિક્રેતાનું ભાગ્ય ચમકી ગયું, જીતી 70 લાખની લોટરી

પુકુંજૂએ કહ્યું, "બેંકની લોન ઉપરાંત, મારા પિતાએ લોટરીની ટિકિટ ખરીદીને લગભગ પાંચ લાખ રૂપિયાની લોન લીધી હતી." જીત સાથેની તેમની યોજનાઓ પર, પુકુંજુની પત્નીએ કહ્યું કે તેઓ પહેલા તેમની તમામ લોન ચૂકવશે.

ઘર સીલ કરવાની નોટિસ મળી અને કલાકોમાં માછલી વિક્રેતાનું ભાગ્ય ચમકી ગયું, જીતી 70 લાખની લોટરી

નવી દિલ્હીઃ કહેવામાં આવે છે કે જ્યારે ઉપરવાળો આપે છે તો છપ્પર ફાડીને આપે છે. આવું કેરલમાં એક માછલી વિક્રેતાની સાથે થયું છે. તે પોતાના ઘરનની લોનનો હપ્તો ભરવામાં ચુકી ગયો તો બેન્કમાંથી સીલ કરવાની નોટિસ મળી હતી. તેની કલાકો બાદ તેનું નસીબ ચમકી ગયું અને તેણે રાજ્ય સરકારની 70 લાખ રૂપિયાની અક્ષય લોટરી જીતી લીધી. 

12 ઓક્ટોબરે ખરીદી હતી લોટરી ટિકિટ
પુકુંજૂએ 12 ઓક્ટોબરે પોતાના દિવસની શરૂઆત હંમેશાની જેમ કરી હતી. દિવસમાં વેચવાની માછલી ભેગી કરવા જતા સમયે તેણે અક્ષય લોટરીની ટિકિટ ખરીદી, જેમાં 70 લાખ રૂપિયાનો પ્રથમ પુરસ્કાર હતો.

9 લાખની લોનની ચુકવણી હતી બાકી
પુકુંજૂએ એક ટીવી ચેનલને જણાવ્યું કે જ્યારે બપોરે ઘરે આવ્યો તો ખબર પડી કે બેન્કે તેના ઘરને સીલ કરવાના સંબંધમાં એક નોટિસ મોકલી છે, કારણ કે તે 9 લાખ રૂપિયા જેટલી લોન ચુકવવા માટે અક્ષમ હતો. 

પિતાએ પણ લીધુ હતું 5 લાખનું કર્જ
તેની પત્નીએ ચેનલને જણાવ્યું- બેન્કની નોટિસ મળ્યા બાદ અમે નિરાશામાં હતા. અમને ખબર નહોતી કે શું કરવાનું છે. અમારી સંપત્તિ વેચવી છે કે નહીં. અમારે બે બાળકો છે, એક દીકરો અને એક દિકરી, જે અભ્યાસ કરી રહ્યાં છે. પુકુંજૂએ કહ્યુ- બેન્ક લોન સિવાય મારા પિતાએ લોટરી ટિકિટ ખરીદી લગભગ 5 લાખ રૂપિયાનું દેવું કર્યું હતું. 

પહેલા દેવું ચુકવશું, પછી બાળકોના અભ્યાસનું વિચારીશું
જીતની સાથે પોતાની યોજનાઓ પર પુકુંજૂની પત્નીએ કહ્યું કે પહેલા અમારા તમામ દેવાની ચુકવણી કરીશું અને ત્યારબાદ અમારા બાળકોને સારૂ શિક્ષણ આપવામાં આવશે જેથી તે કોઈ સારા સ્તરે પહોંચી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news