5 જૂનના સમાચાર News

ઊમેટાના ફાર્મમાં એકઠા થયેલા કોંગ્રેસના ધારાસભ્યો પર નજર રાખવા IBના જવાનો મૂકાયા
રાજ્યસભા ચૂંટણી (Rajyasabha Election) ને લઈ કોંગ્રેસ ચિંતિત બની છે. તેથી મધ્ય ઝોનના પોતાના ધારાસભ્યોને કોંગ્રેસે ઉમેટાના રિસોર્ટમાં ભેગા કર્યાં છે. ઉમેટાના એરિસ ફાર્મમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભેગા કરવામાં આવ્યા છે. 8 ધારાસભ્યો ગુમાવ્યા બાદ હવે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો હવે તૂટે ના તેનું ધ્યાન રાખી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો એરિસ રિસોર્ટના 35 નંબરના બંગલામાં રોકાયા છે. દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ તમામ ધારાસભ્યોને સલામત સ્થળે રોક્યા છે. ભરતસિંહ સોલંકીને તમામ ધારાસભ્યોની જવાબદારી સોંપાઈ છે. અહીં રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોને તૂટતાં બચાવવા કોંગ્રેસ રણનીતિ કરી રહી છે. 
Jun 6,2020, 14:13 PM IST
પોતાના ધારાસભ્યો બચાવવામાં લાગ્યું કોંગ્રેસ મોવડી મંડળ, રિસોર્ટ બેઠકો શરૂ કરી દીધી
કોંગ્રેસ પોતાના તૂટી રહેલા ધારાસભ્યોને બચાવવામાં કામે લાગી ગઈ છે. રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) પહેલા કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે. હજી પણ વધુ ધારાસભ્યો તૂટે તેવી શક્યતા છે. ત્યારે કોંગ્રેસ મોવડી મંડળી હવે પોતાના ધારાસભ્યોને બચાવવાના પ્રયાસોમાં લાગી ગયું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો સાથે બેઠકોનો દોર શરૂ કરાયો છે. કોંગ્રેસની ઝોનવાઈઝ બેઠકો શરૂ થઈ છે. આ સાથે જ ગુજરાતના કોંગ્રેસના ટોચના નેતાઓને બેઠકોનું નેતૃત્વ સોંપાયું છે. જેમાં સૌરાષ્ટ્રની જવાબદારી અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલને સોંપાઈ છે. ઉત્તર ઝોનની જવાબદારી સિદ્ધાર્થ પટેલ તથા દક્ષિણ ઝોનની જવાબદારી તુષાર પટેલને અપાઈ છે. તો બીજી તરફ, મધ્ય ઝોનની જવાબદારી ભરતસિંહ સોલંકીને સોંપાઈ છે. તો સાથે જ ધારાસભ્યોને લઈને કોંગ્રેસ રિસોર્ટ મીટિંગનો દોર ફરી શરૂ કર્યો છે.  
Jun 6,2020, 9:19 AM IST
કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ જીતુ ચૌધરી પ્રથમ વખત સામે આવ્યા, કર્યાં ખુલાસા
Jun 5,2020, 11:58 AM IST
Video : ભૂદરના આરે થયું ગંગાપૂજન, નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાઈ જળયાત્રાની વિધિ
દર વર્ષની જેમ ધામધૂમથી નહિ, પરંતુ અત્યંત સાદગીથી આજે રથયાત્રા ( Rathyatra 2020) પહેલાની જળયાત્રા નીકળી હતી. જગન્નાથ મંદિર દ્વારા આ મહત્વની વિધિનું અત્યંત સાદગીભર્યું આયોજન કરાયું હતું. વિધિમાં તમામ લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. પરંતુ સાદગી છતાં કોરોના મહામારીમાં વિધિમાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. મહંત દિલીપદાસજીએ સમગ્ર પૂજા કરાવી હતી. ડેપ્યુટી સીએમ હાજર રહ્યા હતા. જળયાત્રા (Jal yatra) ની વિધિ તેમના હસ્તે કરવામાં આવી હતી. નીર કળશમાં ભરીને ભગવાન જગ્નાથના મંદિરે લઈ જવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ નહોતા આવવાના, પરંતુ અંતિમ ઘડીએ તેઓ આવી પહોંચ્યા હતા. દર વર્ષે ધામધૂમથી આ વિધિ કરાતી હોય છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ વિધિ સાદગીથી કરાઈ હતી. જળ ભર્યા બાદ પૂજા કરવામાં આવી હતી. ગંગા પૂજનનો અનેરો અવસર સાબરમતી રિવરફ્રન્ટ પર જોવા મળ્યો હતો. તો જળ ભર્યા બાદ નદીના મધ્યમાં જઈને પૂજા કરાઈ હતી. દિલીપદાસજી અને નાયબ મુખ્યમંત્રીએ બોટમાં નદીમાં મધ્યમાં જઈને સાબરમતીના નીરને કળશમાં ભર્યા હતા. 
Jun 5,2020, 10:11 AM IST

Trending news