24 કલાકમાં ડાંગમાં વરસાદ તૂટી પડ્યો, સાપુતારમાં 5.4 ઈંચ અને સુબિરમાં 2.44 ઈંચ વરસાદ નોંધાયો

નિસર્ગ વાવાઝોડું ભલે ટળી ગયું હોય પરંતુ તેની અસર હજી પણ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં તેની સૌથી વધુ અસર છે, તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ૨૪ કલાક દરમ્યાન આહવા, વઘઈ, સુબિર અને સાપુતારામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં સૌથી વધુ સાપુતારામાં 5.04 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જોકે, હાલ સમગ્રડ ડાંગ જિલ્લામાં વરસાદ બંધ છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 
24 કલાકમાં ડાંગમાં વરસાદ તૂટી પડ્યો, સાપુતારમાં 5.4 ઈંચ અને સુબિરમાં 2.44 ઈંચ વરસાદ નોંધાયો

ઝી મીડિયા/બ્યૂરો :નિસર્ગ વાવાઝોડું ભલે ટળી ગયું હોય પરંતુ તેની અસર હજી પણ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં તેની સૌથી વધુ અસર છે, તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ૨૪ કલાક દરમ્યાન આહવા, વઘઈ, સુબિર અને સાપુતારામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં સૌથી વધુ સાપુતારામાં 5.04 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જોકે, હાલ સમગ્રડ ડાંગ જિલ્લામાં વરસાદ બંધ છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

કોરોનાને કારણે આજે અત્યંત સાદગીથી નીકળશે ભગવાન જગન્નાથની જળયાત્રા

  • આહવા : ૩.૫૬ ઈંચ
  • વઘઈ : ૧.૮૪ ઈંચ
  • સુબિર: ૨.૪૪ ઈંચ
  • સાપુતારા : ૫.૦૪ ઈંચ

તો બીજી તરફ, સુરતમાં પણ હજી અસર દેખાઈ રહી છે. સુરતમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કતારગામ, વેડરોડ, વરાછા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે સુરતીઓને બફારા બાદ વાતાવરણમાં ઠડક અનુભવાઈ રહી છે. પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પાટણ જિલ્લાના રાઘનપુર તેમજ સાંતલપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સાંતલપુરના ગ્રામ્ય વિસ્તાર ઝેકડા, ગઢા, કોલીવાડા ગામોમાં ભારે પવન સાથે વરસાદ  નોંધાયો હતો. તો સાથે જ વીજળીના કડાકા તેમજ ભારે પવનના લીધે મોટાભાગના ગામોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. 

રાજકોટમાં મોડી રાત્રે 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે પવન સાથે શહેરમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું. ભારે પવન અને વરસાદી ઝાપટાથી રાજકોટના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, પવન સાથે ખાબકેલા વરસાદી ઝાપટાએ ખોલી PGVCL તંત્રની પોલ ખોલી હતી. વરસાદી ઝાપટાથી અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ હતી. હજી બે દિવસ પૂર્વે PGVCL ના MD શ્વેતા ટિયોટીયાએ PGVCL તંત્ર સજ્જ રહી 24 કલાક વીજળી આપવાનો દાવો કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news