Video : ભૂદરના આરે થયું ગંગાપૂજન, નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાઈ જળયાત્રાની વિધિ
દર વર્ષની જેમ ધામધૂમથી નહિ, પરંતુ અત્યંત સાદગીથી આજે રથયાત્રા ( Rathyatra 2020) પહેલાની જળયાત્રા નીકળી હતી. જગન્નાથ મંદિર દ્વારા આ મહત્વની વિધિનું અત્યંત સાદગીભર્યું આયોજન કરાયું હતું. વિધિમાં તમામ લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. પરંતુ સાદગી છતાં કોરોના મહામારીમાં વિધિમાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. મહંત દિલીપદાસજીએ સમગ્ર પૂજા કરાવી હતી. ડેપ્યુટી સીએમ હાજર રહ્યા હતા. જળયાત્રા (Jal yatra) ની વિધિ તેમના હસ્તે કરવામાં આવી હતી. નીર કળશમાં ભરીને ભગવાન જગ્નાથના મંદિરે લઈ જવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ નહોતા આવવાના, પરંતુ અંતિમ ઘડીએ તેઓ આવી પહોંચ્યા હતા. દર વર્ષે ધામધૂમથી આ વિધિ કરાતી હોય છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ વિધિ સાદગીથી કરાઈ હતી. જળ ભર્યા બાદ પૂજા કરવામાં આવી હતી. ગંગા પૂજનનો અનેરો અવસર સાબરમતી રિવરફ્રન્ટ પર જોવા મળ્યો હતો. તો જળ ભર્યા બાદ નદીના મધ્યમાં જઈને પૂજા કરાઈ હતી. દિલીપદાસજી અને નાયબ મુખ્યમંત્રીએ બોટમાં નદીમાં મધ્યમાં જઈને સાબરમતીના નીરને કળશમાં ભર્યા હતા.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :દર વર્ષની જેમ ધામધૂમથી નહિ, પરંતુ અત્યંત સાદગીથી આજે રથયાત્રા ( Rathyatra 2020) પહેલાની જળયાત્રા નીકળી હતી. જગન્નાથ મંદિર દ્વારા આ મહત્વની વિધિનું અત્યંત સાદગીભર્યું આયોજન કરાયું હતું. વિધિમાં તમામ લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. પરંતુ સાદગી છતાં કોરોના મહામારીમાં વિધિમાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. મહંત દિલીપદાસજીએ સમગ્ર પૂજા કરાવી હતી. ડેપ્યુટી સીએમ હાજર રહ્યા હતા. જળયાત્રા (Jal yatra) ની વિધિ તેમના હસ્તે કરવામાં આવી હતી. નીર કળશમાં ભરીને ભગવાન જગ્નાથના મંદિરે લઈ જવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ નહોતા આવવાના, પરંતુ અંતિમ ઘડીએ તેઓ આવી પહોંચ્યા હતા. દર વર્ષે ધામધૂમથી આ વિધિ કરાતી હોય છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ વિધિ સાદગીથી કરાઈ હતી. જળ ભર્યા બાદ પૂજા કરવામાં આવી હતી. ગંગા પૂજનનો અનેરો અવસર સાબરમતી રિવરફ્રન્ટ પર જોવા મળ્યો હતો. તો જળ ભર્યા બાદ નદીના મધ્યમાં જઈને પૂજા કરાઈ હતી. દિલીપદાસજી અને નાયબ મુખ્યમંત્રીએ બોટમાં નદીમાં મધ્યમાં જઈને સાબરમતીના નીરને કળશમાં ભર્યા હતા.
જળયાત્રા બાદ રથયાત્રા પણ સાદગીથી યોજાશે
વિધિ પ્રસંગે ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે જળયાત્રાનું આયોજન સાદગીથી કરાયું હતું. સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્ય કોરોના મહામારી સામે લડી રહ્યું છે. સ્વભાવિક છે કે, આવા ગંભીર પ્રસંગે કોરોનાથી બચવા તમામ ગાઈડલાઈનનો અમલ કરવો જરૂરી છે. 143 વર્ષીથી ચલતી સંસ્કિૃતિ ધર્મિક પ્રણાલી જાળવવી જરૂરી છે. ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય કરાયો અને અધિકારીઓએ મંજૂરી આપી કે ઓછા લોકોની ઉપસ્થિતિમાં પૂજન કરાય. માત્ર 10-10 લોકોની ઉપસ્થિતિ મંદિર તરફથી અહી છે. કોઈને નિમંત્રણ અપાયું નથી. લાખો ભક્તો ટીવીના મધ્યમથી જળયાત્રા જોઈ રહ્યાં છે. કોરોનાને અટકાવવું છે અને પંરપરા જાળવવી છે, તે બંને સાથે કરવાનું છે. હું આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો અને ભક્ત તરીકે અહી આવ્યો છું. આગામી અષાઢી બીજે રથયાત્રાનું સાદગીથી આયોજન કરીશું. સાદગીથી આયોજન કરવાની ટ્રસ્ટીઓએ સરકારને ખાતરી આપી છે. મીટિંગ કર્યા બાદ સરકાર અને તંત્ર સાથે મળીને યોગ્ય નિર્ણય સરકાર લેશે. જે થશે તે સાદગીથી થશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવાના કડક પાલન સાથે થશે. 143 વર્ષ જૂની પરંપરા જળવાય રહે અને ભગવા પ્રસન્ન થઈને આર્શીવાદ આપે, આખુ ગુજરાત ફરીથી સુખી થાય. ચોમાસુ સારું જાય તેવી પ્રાર્થના કરીએ.
જળયાત્રા બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને અન્ય લોકો જળ લઈને પુનઃ મંદિર આવ્યા. જેના બાદ હવે મંદિરના પ્રાંગણમાં અન્ય પૂજા થશે. મંદિર પરિસરમાં બહુ જ ઓછા ભક્તો હાજર રહ્યા હતા. માત્ર મંદિરમાં કામ કરતા લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જળ મંદિરમાં લાવ્યા બાદ માત્ર ચારથી પાંચ પંડિત સાથે મંત્રોચ્ચાર વિધી કરાઈ હતી. સાત નદીઓના પાણી 108 કળશમાં ભરાયા હતા. જેના બાદ ભગવાનની જ્યેષ્ઠાભિષેકની વિધિ કરાઈ હતી. નીતિન પટેલ અને દિલીપદાસજી મહારાજના હસ્તે ભગવાન જગન્નાથ પર પાવન જળથી અભિષેક કરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે