સૌરાષ્ટ્રના 19 ધારાસભ્યોને બચાવવા એડીચોટીનું જોર લગાવશે કોંગ્રેસ
પોતાના ધારાસભ્યોને બચાવવાના કામે લાગેલ કોંગ્રેસમાં હવે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. હવે પોતાના 65 ધારાસભ્યોને કેવી રીતે બચાવી શકશે જેથી રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવી શકાય તે લક્ષ્યાંક સાથે કોંગ્રેસના ટોચના નેતાઓ કામે લાગી ગયા છે. આવામાં સૌરાષ્ટ્રની જવાબદારી અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલને સોંપાઈ છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોને બચાવવા મીટિંગનો ધમધમાટ શરૂ કરાયો છે.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :પોતાના ધારાસભ્યોને બચાવવાના કામે લાગેલ કોંગ્રેસમાં હવે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. હવે પોતાના 65 ધારાસભ્યોને કેવી રીતે બચાવી શકશે જેથી રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવી શકાય તે લક્ષ્યાંક સાથે કોંગ્રેસના ટોચના નેતાઓ કામે લાગી ગયા છે. આવામાં સૌરાષ્ટ્રની જવાબદારી અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલને સોંપાઈ છે. સૌરાષ્ટ્રના 19 ધારાસભ્યોને બચાવવા મીટિંગનો ધમધમાટ શરૂ કરાયો છે.
પોતાના ધારાસભ્યો બચાવવામાં લાગ્યું કોંગ્રેસ મોવડી મંડળ, રિસોર્ટ બેઠકો શરૂ કરી દીધી
નિલસીટી રિસોર્ટ ખાતે સૌરાષ્ટ્રના કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાંથી વધુ કોંગ્રેસના ધારાસભ્ય ન તૂટે તે માટે તમામ ધારાસભ્યોને રાજકોટના એક રિસોર્ટમાં એકઠા કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, અને મોહમદ પીરજાદા ગઇકાલે રાત્રિના સમયે જ પહોંચી ગયા છે. તો અન્ય ધારાસભ્યો આજના દિવસે રાજકોટ પહોંચશે.
ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો ખોલવાને લઈને મંદિર ટ્રસ્ટો દ્વારા કરાઈ આ જાહેરાત
સૌરાષ્ટ્રમાં આંકડા પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 48 બેઠક છે, જે પૈકી 23 બેઠક ભાજપ પાસે, 1 બેઠક NCP પાસે અને 18 બેઠક કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસ પાસે હાલમાં કુલ 65 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. 65 માંથી 19 ધારાસભ્ય સૌરાષ્ટ્રના છે. તો બીજી તરફ, સૌરાષ્ટ્રમાં લીંબડી, મોરબી, દ્વારકા, ધારી અને ગઢડામાં મળી કુલ 5 બેઠક ખાલી છે. આવામાં કોંગ્રેસના મોવડી મંડળ માટે સૌરાષ્ટ્ર પર ફોકસ કરવું જરૂરી બની ગયું છે.
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 18 ધારાસભ્યોને નામ
- પડધરી ટંકારા - લલિત કગથરા
- ધોરાજી ઉપલેટા - લલિત વસોયા
- વાંકાનેર - મોહમદ પીરજાદા
- અમરેલી - પરેશ ધાનાણી
- સાવરકુંડલા - પ્રતાપ દુધાત
- રાજુલા - અમરીશ ડેર
- લાઠી - વિરજી ઠુમર
- જામ જોધપુર - ચિરાગ કાલરીયા
- કાલાવડ - પ્રવીણ મૂછડીયા
- જામ ખંભાળીયા - વિક્રમ માડમ
- જૂનાગઢ - ભીખાભાઈ જોશી
- વિસાવદર - હર્ષદ રિબડીયા
- માંગરોળ - બાબુભાઇ વાજા
- ચોટીલા - ઋત્વિજ મકવાણા
- ઉના - પુંજા વંશ
- સોમનાથ - વિમલ ચુડાસામા
- તાલાળા - ભગવનભાઈ બારડ
- કોડીનાર - મોહનભાઇ વાળા
- પાટડી દસડા - નૌશાદ સોલંકી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે