કોરોનાને કારણે આજે અત્યંત સાદગીથી નીકળશે ભગવાન જગન્નાથની જળયાત્રા
ભગવાન જગન્નાથ ની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ખૂબ જ સાદગી સાથે જમાલપુર જગન્નાથ મંદિરથી રિવરફ્રન્ટ ભુદરપુરાના આરે જળયાત્રા નીકળશે. જળયાત્રા માટે માત્ર થોડી સજાવટ કરવામાં આવી છે અને આરા પર પૂજા વિધિ કર્યા બાદ સાબરમતી નદીના નીર કળશમાં લઈ જઈ ભગવાન જગન્નાથનો અભિષેક કરવામાં આવશે. જોકે જે રીતે દરવર્ષે ધામધૂમ અને ઢોલનગારા, બળદ ગાડા વગરે સામેલ થાય છે, તેવુ આ આજે કંઈ જ જોવા નહિ મળે. માત્ર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ અને મહંતની હાજરી રહેશે.
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ :ભગવાન જગન્નાથ ની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ખૂબ જ સાદગી સાથે જમાલપુર જગન્નાથ મંદિરથી રિવરફ્રન્ટ ભુદરપુરાના આરે જળયાત્રા નીકળશે. જળયાત્રા માટે માત્ર થોડી સજાવટ કરવામાં આવી છે અને આરા પર પૂજા વિધિ કર્યા બાદ સાબરમતી નદીના નીર કળશમાં લઈ જઈ ભગવાન જગન્નાથનો અભિષેક કરવામાં આવશે. જોકે જે રીતે દરવર્ષે ધામધૂમ અને ઢોલનગારા, બળદ ગાડા વગરે સામેલ થાય છે, તેવુ આ આજે કંઈ જ જોવા નહિ મળે. માત્ર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ અને મહંતની હાજરી રહેશે.
જળયાત્રાને લઈ સાબરમતી નદીમાં પાણી પણ છોડવામાં આવ્યું છે. જેથી ભરઉનાળે સાબરમતી નદી ભરેલી દેખાઈ રહી છે. દર વર્ષે જળયાત્રાની વિધિમાં ડેપ્યુટી સીએમની હાજરી રહે છે. પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે તેઓ જળયાત્રામાં ઉપસ્થિતિ નહિ રહે. તેમજ ગૃહમંત્રી, મેયર સહિત amcના અન્ય કોઈ પણ નેતાઓ હાજરી નહિ આપે. અત્યંત સાદગીપૂર્વક આ જળયાત્રા નીકળશે.
જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા તો અષાઢી બીજના રોજ નીકળે છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા એવી જળયાત્રાને ખૂબ ધામધૂમથી ઊજવાય છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપરયુગમાં દ્વારકાધીશ તેમ જ કળીયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે.
રથયાત્રાનો પહેલા પડાવ એટલે જળયાત્રા હોય છે. દર વર્ષે જગન્નાથ મંદિરથી વાજતે-ગાજતે, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ, મૃદંગ, શરણાઇના સૂર તેમજ ધજા-પતાકા, બેન્ડવાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોચતા હોય છે. સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન આયોજિત કરવામાં આવે છે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાાય. જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભાવિક ભક્તજનોની હાજરીમાં જગન્નાથજીના ગગનભેદી જયકારો સાથે મૂર્તિઓને દૂધથી કેસર સ્નાન કરાવાય છે. જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું ષોડષોપચાર પૂજન અર્ચન કરીને પ્રભુને શૃંગારમાં ગજવેશ ધારણ કરાવવામાં આવે છે.
ભગવાનનાં ગજવેશ સાથે જોડાયેલી માન્યતાની વાત કરીએ તો, જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનનાં "ગજવેશ"નાં શણગારનાં દર્શન થાય છે. ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો અને તે બે મહિના પગપાળ ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો. તેને ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થતા તેને લાગ્યું કે, આ ભગવાન નાં હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો. જ્યારે "જયેષ્ઠાભીષેક" થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં દર્શન થયા. ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે. ત્યારબાદ બપોરે મંદિરમાં ભંડારો પણ આયોજિત કરવામાં આવે છે. જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, નવરત્ન દીવડાથી પ્રભુની આરતી ઉતાર્યા બાદ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી તેમના મોસાળ મામાના ઘરે સરસપૂરમાં પધારે છે અને તે સમયે ભગવાનના વિગ્રહનાં દર્શન થતાં નથી, પરંતુ તેમની તસવીરનાં દર્શન થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે