કોંગ્રેસમાંથી રાજીનામુ ધરનાર બ્રિજેશ મેરજાનો પલટવાર, કાચના ઘરમાં રહેનારા બીજા પર પત્થર ન મારે

કોંગ્રેસ છોડ્યા બાદ પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા (Brijesh Merja) એ પહેલીવાર નિવેદન આપ્યું છે. કોગ્રેસે લગાવેલા આરોપોને ફગાવ્યા છે, સાથે જ કોંગ્રેસના આરોપો પર પલટવાર કર્યો છે. તેઓએ કોંગ્રેસના સાથીઓની ભાષાને અયોગ્ય ગણાવી છે. તેમજ કાચના ઘરમાં રહેનારા બીજા પર પત્થર ન મારે તેવું નિદેવન આપ્યું છે.  

કોંગ્રેસમાંથી રાજીનામુ ધરનાર બ્રિજેશ મેરજાનો પલટવાર, કાચના ઘરમાં રહેનારા બીજા પર પત્થર ન મારે

હિતલ પારેખ/ગાંધીનગર :કોંગ્રેસ છોડ્યા બાદ પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા (Brijesh Merja) એ પહેલીવાર નિવેદન આપ્યું છે. કોગ્રેસે લગાવેલા આરોપોને ફગાવ્યા છે, સાથે જ કોંગ્રેસના આરોપો પર પલટવાર કર્યો છે. તેઓએ કોંગ્રેસના સાથીઓની ભાષાને અયોગ્ય ગણાવી છે. તેમજ કાચના ઘરમાં રહેનારા બીજા પર પત્થર ન મારે તેવું નિદેવન આપ્યું છે.  

તેમણે મીડિયા સામે આવીને કહ્યું કે, બ્રિજેશ મિશ્રાએ પાંચ પૈસાનો પણ ક્યાંય ભ્રષ્ટાચાર કર્યો નથી. જો કર્યો હોય તો મોરબીમાં જાહેર રસ્તા ઉપર ફાંસી પર ચઢવા તૈયાર છું. મારા પર ખોટા આરોપ લગાવવાનું કોંગ્રેસ બંધ કરે. મારા પર લગાવેલા આરોપ પાયાવિહોણા છે. કોંગ્રેસના મારા સાથીઓએ જે ભાષા વાપરી તે અયોગ્ય છે. પ્રજાનુ હિત જ મારી પ્રાથમિકતા છે. મારા સાથીદાર મિત્રો નાસીપાસ ન થાય. સાથે મળીને સારી રીતે કામ કરીશું. 

ગુજરાત સરકારની જાહેરાત, 8મીએ મંદિરો ખૂલશે, પણ બે મહિના ઉત્સવો નહિ ઉજવાય

તેમણે વધુમાં કહ્યું કે, હું કોગ્રેસનો ઋણી છું. કોગ્રેસના પ્રજાલક્ષી બનાવવા 18 કલાક કામ કર્યું છે. મારા વિશે એલફેલ બોલનારા મહેરબાની કરીને કાચના મકાનમાં રહીને અન્યો પર પથરા ફેંકવાની વૃત્તિ બંધ કરો. તમે જ્યાં છો ત્યાં મુબારક, મારા કામમાં અડચણરૂપ ન બનો.  

ઉલ્લેખનીય છે કે, પક્ષપલટો કરવા બ્રિજેશ મેરજા માટે કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં તેઓ ભાજપમાં જ હતા. પરંતુ ટિકીટ ન મળતા ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા હતા. પરંતુ પક્ષપલટો કર્યા બાદ પેટાચૂંટણીમાં અનેક નેતાઓને હાર્યા છે. બ્રિજેશ મેરજા નવી ઈનિંગની વાત કરે છે, પણ શું તેઓ ભાજપમાં સામેલ થાય છે કે નહિ અને તેઓને ભાજપ ટિકીટ આપશે કે નહિ તે મહત્વનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news