પક્ષપલટાના દોર વચ્ચે પાટીદાર અંગે બોલતા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની જીભ લપસી

રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) આવતા જ કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટાનો દોર ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્રમાંથી વધુ કોંગ્રેસના ધારાસભ્ય ન તૂટે તે માટે તમામ ધારાસભ્યોને રાજકોટના એક રિસોર્ટમાં એકઠા કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, અને મોહમદ પીરજાદા ગઇકાલે રાત્રિના સમયે જ પહોંચી ગયા છે. તો કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ તેમજ અન્ય ધારાસભ્યો પણ પહોંચ્યા છે. ત્યારે આ વચ્ચે ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) ની લપસી જીભ હતી. 
પક્ષપલટાના દોર વચ્ચે પાટીદાર અંગે બોલતા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની જીભ લપસી

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) આવતા જ કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટાનો દોર ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્રમાંથી વધુ કોંગ્રેસના ધારાસભ્ય ન તૂટે તે માટે તમામ ધારાસભ્યોને રાજકોટના એક રિસોર્ટમાં એકઠા કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, અને મોહમદ પીરજાદા ગઇકાલે રાત્રિના સમયે જ પહોંચી ગયા છે. તો કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ તેમજ અન્ય ધારાસભ્યો પણ પહોંચ્યા છે. ત્યારે આ વચ્ચે ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) ની લપસી જીભ હતી. 

પોતાના સહિત સૌરાષ્ટ્રના પાટીદાર ધારાસભ્યોના નામ લઈને તેઓએ વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં પક્ષ બદલવાની વાત પર શંકા પેદા કરે છે. તેઓએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું કે, આજેય નહિં અને ભવિષ્યમાં પણ નહિં હું , કિરિટભાઈ કે લલિતભાઈ કે પાટીદાર ધારાસભ્યો કોંગ્રેસમાં જવાનું વિચારી પણ ન શક્યે. કોઈ પાટીદાર ધારાસભ્ય કોંગ્રેસની અંદર ન જાય ! આમ પોતે કોંગ્રેસમાં હોવા છતાં આ પ્રકારનું નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. આ નિવેદન પરથી એક સવાલ થાય છે કે શું કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયા પણ પક્ષ બદલવાની તૈયારીમાં છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news