લોકડાઉનનો 56મો દિવસ News

પાન-મસાલાના શોખીનોએ હદ કરી, રાજકોટમાં મહિલાઓએ બીડી લેવા લાઈન લગાવી
May 19,2020, 15:58 PM IST
બિનજરૂરી ભીડ કરાશે તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરાશે : અશ્વિની કુમાર
કોરોના અંગેના અપડેટ્સ આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, અમદાવાદના નાયબ મામલતદારનું કોરોના વાયરસમાં મૃત્યુ થતાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૨૫ લાખની રકમ આપવાની જાહેરાત કરી છે. દિનેશભાઈ રાવલના પરિવારજનોને આ રકમ આપવામાં આવશે. રૂપિયા 25 લાખનો ચેક આજે આપવામાં આવશે. નોન કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં જનજીવન સામાન્ય થાય એ દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. આજે ઘણી બધી જગ્યાએ ભીડ વધારે જોવા મળી છે. આથી પ્રજાજનોને મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકડાઉનમાં ચારમાં જે છૂટછાટ આપવામાં આવી છે, તે લોકોના હિતમાં આપવામાં આવી છે. આથી સંક્રમણ ન ફેલાય અને જનજીવન સામાન્ય રીતે આગળ વધે તે જરૂરી છે. ચા-પાણી, પાન-મસાલાની દુકાન પર ભીડ ન થાય તે જોવાની સૌની જવાબદારી છે. હેર કટિંગ સલૂનમાં વિશેષ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે. બિનજરૂરી ભીડ કરવામાં આવશે તો તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરવામાં આવશે.
May 19,2020, 15:25 PM IST
મહત્વની જાહેરાત, ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવ-જા માટે પાસની જરૂર નથી
નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને પકંજ કુમારે આજે અમદાવાદમાં યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. અહી કોરોના હોસ્પિટલ શરૂ થાય તે પહેલાં નીતિન પટેલે (Nitin Patel) તેનું નિરીક્ષણ કર્યું હતું. યુ.એન.મહેતામાં કોરોનાના 270 જેટલા દર્દીઓની સારવાર કરી શકાય તેવી સગવડ સાથે હોસ્પિટલ શરૂ કરાશે. બીજા, ત્રીજા અને ચોથા માળે કોરોનાના દર્દીઓ માટે યુ.એન.મહેતામાં વ્યવસ્થા કરાશે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં દર્દીઓનું સંખ્યા વધશે એવું અનુમાન અમે આ બિલ્ડીંગમાં ઉપયોગમાં લીધી છે. શરૂઆતમાં જ અમે વહીવટી તંત્રને સાથે રાખી આફત ઓળખી લીધી. દર્દીઓ વધે તો સારી સારવાર થાય તે માટે કોવિડ હોસ્પિટલ નોટિફાય કરી છે. હાલ 1200 બેડ હોસ્પિટલ શરૂ છે, તમામ સાધન સામગ્રીમાં ફેરફાર કર્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ SVPને પણ કોવિડ માટે સુસજ્જ બનાવી છે. માત્ર બે મહિનામાં જ સરકારે અને amc એ ઝડપથી નિર્ણય કરી 1200 બેડ અને svpમાં 2000 બેડની સુવિધા શરૂ કરી છે.
May 19,2020, 13:54 PM IST
રાજકોટવાસીઓ એક સ્ટેપ આગળ નીકળ્યા, લોકડાઉન ખૂલતા જ કપડા-જલેબી-ગાઠિયાની દુકાનોમાં ભીડ
May 19,2020, 13:17 PM IST
નવા સુધારા સાથે અમદાવાદમાં જાહેરનામુ બહાર પડાયું, જાણી લો હવે શું-શું ખુલ્લુ રાખી શક
લોકડાઉન 4  ના પગલે અમદાવાદમાં સુધારા સાથે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નિર્દેશના આધારે પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા આ જાહેરનામું બહાર પડાયું છે. જેના મુજબ, અમદાવાદ (Ahmedabad)ના પશ્ચિમ વિસ્તારમાં ધંધા રોજગાર ખોલવા મંજૂરી અપાઈ છે. કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાય ધંધા રોજગાર 8 થી 4 દરમિયાન ખોલી શકાશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુ ધંધા-રોજગારને મંજૂરી આપવામાં આવી નથી. પૂર્વ વિસ્તારમાં કોરોના વધુ કેસને પગલે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયનું અમદાવાદ પોલીસ ચુસ્તપણે પાલન કરાવશે. અમદાવાદ પશ્ચિમમાં ધંધા રોજગાર કે દુકાન માલિકોને એકી સંખ્યા અને બેકી સંખ્યા પ્રમાણે ઓડ ઇવન પ્રમાણે દુકાનો ખોલી શકાશે. તો પશ્ચિમ વિસ્તારમાં હેર કટિંગ સલૂન વાહનોના સર્વિસ સ્ટેશન અને ગેરેજ ખોલવા માટે મંજૂરી અપાઈ છે. તો જાહેરનામામાં સ્પષ્ટપણે કહેવાયં છે કે, સાંજે 7 થી સવારના 7 સુધી પોલીસ અમદાવાદમાં લોકડાઉનનો કડકપણ પાલન કરાવશે.
May 19,2020, 14:43 PM IST

Trending news