વડોદરાવાસીઓને હવે સમોસા-ભજીયા-ખમણ ખાવા મળશે, જુઓ લોકડાઉન ખૂલ્યા બાદના વડોદરાના Photos
રવિ અગ્રવાલ/વડોદરા :લોકડાઉન (Lockdown 4) ખૂલતા જ વડોદરામાં પણ જનજીવન સામાન્ય થયું હતું. આજે સવારથી જ વડોદરા (vadodara) શહેરમાં ભારે ચહેલપહેલ જોવા મળી. વડોદરામાં આજે સવારથી જ દુકાનો અને ઓફિસો
ખૂલેલી જોવા મળી. નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં ઓડ ઈવન પદ્ઘતિથી દુકાનો ખૂલશે. ગુમાસ્તા ધારા લાયસન્સ નંબરનો અંતિમ આંક પ્રમાણે ઓડ ઈવન ગણાશે. જેમાં બેકી હશે તે મંગળવાર, ગુરુવાર અને શનિવારે દુકાનો ખોલી શકશે. તો એકી નંબર હશે તે સોમવાર, બુધવાર અને શુક્રવારે ખોલી શકશે. આમ, આજથી છૂટી છવાઈ દુકાનો રોજ ખોલી શકાશે.
વડોદરામાં લોકડાઉનમાં છૂટછાટ મળતાં ફરસાણની દુકાનો પણ શરૂ થયેલી જોવા મળી. સ્ટેશન પાસેના કડક બજાર માર્કેટ સહિત સમગ્ર શહેરમાં દુકાનો ખૂલેલી દેખાઈ
વડોદરામાં લોકડાઉનમાં છૂટછાટ મળતા ચાની કીટલીઓ પણ ખૂલી છે. સયાજીગંજ ડેરી ડેન સર્કલ પાસે ખુલી ચાની કીટલી ખૂલેલી જોવા મળી
લોકોની ભીડ જોવા મળતા એસટી બસ ડેપો પર સિક્યોરિટી મૂકવામાં આવી. ડેપોમાં લોકો પ્રવેશ ન કરે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
વડોદરામાં લોકડાઉન 4 માં છૂટછાટ મળતા રીક્ષાઓ પણ દોડતી થઈ. સ્ટેશન વિસ્તારમાં રીક્ષાઓ શરૂ થયેલી જોવા મળી
વડોદરામાં એસટી ડેપો બંધ રહેતા અન્ય જિલ્લામાં જવા માંગતા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. લોકો એસટી ડેપો પર બસ પકડવા આવ્યા, પણ બસ જ શરૂ ન થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો
Trending Photos