નવા સુધારા સાથે અમદાવાદમાં જાહેરનામુ બહાર પડાયું, જાણી લો હવે શું-શું ખુલ્લુ રાખી શકાશે

લોકડાઉન 4  ના પગલે અમદાવાદમાં સુધારા સાથે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નિર્દેશના આધારે પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા આ જાહેરનામું બહાર પડાયું છે. જેના મુજબ, અમદાવાદ (Ahmedabad)ના પશ્ચિમ વિસ્તારમાં ધંધા રોજગાર ખોલવા મંજૂરી અપાઈ છે. કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાય ધંધા રોજગાર 8 થી 4 દરમિયાન ખોલી શકાશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુ ધંધા-રોજગારને મંજૂરી આપવામાં આવી નથી. પૂર્વ વિસ્તારમાં કોરોના વધુ કેસને પગલે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયનું અમદાવાદ પોલીસ ચુસ્તપણે પાલન કરાવશે. અમદાવાદ પશ્ચિમમાં ધંધા રોજગાર કે દુકાન માલિકોને એકી સંખ્યા અને બેકી સંખ્યા પ્રમાણે ઓડ ઇવન પ્રમાણે દુકાનો ખોલી શકાશે. તો પશ્ચિમ વિસ્તારમાં હેર કટિંગ સલૂન વાહનોના સર્વિસ સ્ટેશન અને ગેરેજ ખોલવા માટે મંજૂરી અપાઈ છે. તો જાહેરનામામાં સ્પષ્ટપણે કહેવાયં છે કે, સાંજે 7 થી સવારના 7 સુધી પોલીસ અમદાવાદમાં લોકડાઉનનો કડકપણ પાલન કરાવશે.

નવા સુધારા સાથે અમદાવાદમાં જાહેરનામુ બહાર પડાયું, જાણી લો હવે શું-શું ખુલ્લુ રાખી શકાશે

મૌલિક ધામેચા/અમદાવાદ :લોકડાઉન 4  ના પગલે અમદાવાદમાં સુધારા સાથે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નિર્દેશના આધારે પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા આ જાહેરનામું બહાર પડાયું છે. જેના મુજબ, અમદાવાદ (Ahmedabad)ના પશ્ચિમ વિસ્તારમાં ધંધા રોજગાર ખોલવા મંજૂરી અપાઈ છે. કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાય ધંધા રોજગાર 8 થી 4 દરમિયાન ખોલી શકાશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુ ધંધા-રોજગારને મંજૂરી આપવામાં આવી નથી. પૂર્વ વિસ્તારમાં કોરોના વધુ કેસને પગલે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયનું અમદાવાદ પોલીસ ચુસ્તપણે પાલન કરાવશે. અમદાવાદ પશ્ચિમમાં ધંધા રોજગાર કે દુકાન માલિકોને એકી સંખ્યા અને બેકી સંખ્યા પ્રમાણે ઓડ ઇવન પ્રમાણે દુકાનો ખોલી શકાશે. તો પશ્ચિમ વિસ્તારમાં હેર કટિંગ સલૂન વાહનોના સર્વિસ સ્ટેશન અને ગેરેજ ખોલવા માટે મંજૂરી અપાઈ છે. તો જાહેરનામામાં સ્પષ્ટપણે કહેવાયં છે કે, સાંજે 7 થી સવારના 7 સુધી પોલીસ અમદાવાદમાં લોકડાઉનનો કડકપણ પાલન કરાવશે.

અમદાવાદમાં પ્રાણ ફૂંકાયો, લોકડાઉન ખૂલતા જ રસ્તા પર ટ્રાફિક જામ, પાનપાર્લરની દુકાનો પર લાઈન

  • જાહેરનામાં મુજબ નોન કન્ટેન્ટમેન્ટ ઝોન એવા પશ્ચિમ વિસ્તારમાં આજથી પાનની દુકાનો, હેરકટિંગ, સલૂન, ખાનગી ઓફિસ (33 ટકા સ્ટાફ), ગેરેજ , મરામત ની દુકાનો, સર્વિસ સ્ટેશન ખોલી શકાશે.
  • શહેરના કન્ટેઈનમેન્ટ ઝોનમાં સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા ચાલુ આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. 
  • તમામ ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે બંધ રહેશે.
  • કમદારો, કર્મચારીઓ, દુકાન ધારકો, જેના ઘર કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવેલ હોય તેઓને પોતાનો ઝોન પરવાનગી આપવામાં આવશે નહિ.
  • બજાર વિસ્તારોમાં દુકાનોના ગ્રૂપ માટે, શોપિંગ કોમ્પ્લેક્સ, દુકાનો, જેનો એકી સંખ્યા પ્રોપર્ટી નંબર હોય તે દુકાનો એકી સંખ્યાની તારીખોમાં ખુલ્લા રહેશે. અને જે દુકાનો જેનો પ્રોપર્ટી નંબર બેકી સંખ્યા છે તે બેકી તારીખોમાં રહેશે. જોકે, પાંચથી વધુ માણસોને દુકાનમા પ્રવેશ આપવામાં આવી શકશે નહિ. 
  • જીએસઆરટીસી બસ સેવા સંચાલિત કરી શકાશે. પરંતુ અમદાવાદ શહેરની અંદર અથવા બહાર જઈ શકશે નહિ. 

56 દિવસ બાદ લોકડાઉન મુક્ત થયેલા અમદાવાદની આ છે તસવીરો, દરેક રસ્તા પર જીવન ધબક્યું

તો બીજી તરફ, સરકારે જાહેર કરેલી છૂટછાટનો મામલા બાદ આખરે amcનું તંત્ર પણ સક્રિય થયું છે. અમલવારી અંગે નાગરિકોની મૂંઝવણો દૂર કરવા પ્રયત્નો શરૂ કરાયા છે. દરેક બાબતની સ્પષ્ટતા થાય તે માટે કાર્યવાહી શરૂ થઈ છે. મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી બાદ તમામ માહિતી જાહેર થશે. આજે બપોરે 1 વાગ્યા સુધીમાં તમામ સ્પષ્ટતા થાય તે મુજબ જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સરકારની જાહેરાત બાદ મોટાભાગનું અમદાવાદ શહેર જીવંત  થયું છે. મોટાભાગના વિસ્તારોમાં રોડ પર સેંકડો વાહનો ફરતા જોવા મળ્યા. નદીની પૂર્વ તરફ પણ માર્ગ પર લોકોની ભીડ જોવા મળી. સામાન્ય દિવસની જેમ જ લોકો ઉમટી પડ્યા છે. દિલ્હી દરવાજા વિસ્તારમાં ભારે ટ્રાફિક પણ જોવા મળ્યા. તો માધુપુરા માર્કેટમાં મધ્યમવર્ગીય લોકો ખરીદી માટે ઉમટેલા નજરે ચઢ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news