લોકડાઉનમા રાહત મળતા જ ગુજરાતમાં પાટનગર ફરી ધમધમતું થયું, સચિવાલય જતા રોડ પર ટ્રાફિક જામ

રાજ્યનું પાટનગર ગાંધીનગર પુનઃ ધમધમતું થયું છે. સચિવાલય જતા રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલો પણ ચાલુ કરવા પડ્યા એટલો ટ્રાફિક રોડ ઉપર આવી ગયો છે. ગાંધીનગર નું સૌથી જૂનું અને જાણીતું માર્કેટ મીના બજાર ખુલતા કર્મચારીઓ અને ખરીદી કરવા આવનારા લોકોની ભીડ જામેલી જોવા મળી. તો બીજી તરફ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલ કરીને વેપારીઓ વેપાર ધંધો કરી રહ્યા છે. આ સાથે ગ્રાહકો પણ સપોર્ટ આપી રહ્યાં છે. ગ્રાહકો માસ્ક પહેરીને ખરીદી કરવા નીકળેલા જોવા મળ્યા હતા. 

હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યનું પાટનગર ગાંધીનગર પુનઃ ધમધમતું થયું છે. સચિવાલય જતા રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલો પણ ચાલુ કરવા પડ્યા એટલો ટ્રાફિક રોડ ઉપર આવી ગયો છે. ગાંધીનગર નું સૌથી જૂનું અને જાણીતું માર્કેટ મીના બજાર ખુલતા કર્મચારીઓ અને ખરીદી કરવા આવનારા લોકોની ભીડ જામેલી જોવા મળી. તો બીજી તરફ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલ કરીને વેપારીઓ વેપાર ધંધો કરી રહ્યા છે. આ સાથે ગ્રાહકો પણ સપોર્ટ આપી રહ્યાં છે. ગ્રાહકો માસ્ક પહેરીને ખરીદી કરવા નીકળેલા જોવા મળ્યા હતા. 

1/2
image

ગાંધીનગરનું મુખ્ય સેક્ટર 21માં આવેલ મુખ્ય શાક માર્કેટ પણ વહેલી સવારથી જ ધમધમતું થયું છે. સુપર સ્પ્રેડરના નામથી બદનામ થયેલા આ શાક માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી હતી. લોકો શાકભાજી લેતા નજરે પડ્યા હતા.

2/2
image

ગાંધીનગર હજી કોરોના મુક્ત થયુ નથી, તેથી કોરોના વાયરસની સાવચેતી રાખીને લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા. તો ગાંધીનગરના પાન પાર્લર પર મોટી સંખ્યામાં લોકો પાનમસાલો લેવા પહોંચ્યા હતા.