મહત્વની જાહેરાત, ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવ-જા માટે પાસની જરૂર નથી

નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને પકંજ કુમારે આજે અમદાવાદમાં યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. અહી કોરોના હોસ્પિટલ શરૂ થાય તે પહેલાં નીતિન પટેલે (Nitin Patel) તેનું નિરીક્ષણ કર્યું હતું. યુ.એન.મહેતામાં કોરોનાના 270 જેટલા દર્દીઓની સારવાર કરી શકાય તેવી સગવડ સાથે હોસ્પિટલ શરૂ કરાશે. બીજા, ત્રીજા અને ચોથા માળે કોરોનાના દર્દીઓ માટે યુ.એન.મહેતામાં વ્યવસ્થા કરાશે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં દર્દીઓનું સંખ્યા વધશે એવું અનુમાન અમે આ બિલ્ડીંગમાં ઉપયોગમાં લીધી છે. શરૂઆતમાં જ અમે વહીવટી તંત્રને સાથે રાખી આફત ઓળખી લીધી. દર્દીઓ વધે તો સારી સારવાર થાય તે માટે કોવિડ હોસ્પિટલ નોટિફાય કરી છે. હાલ 1200 બેડ હોસ્પિટલ શરૂ છે, તમામ સાધન સામગ્રીમાં ફેરફાર કર્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ SVPને પણ કોવિડ માટે સુસજ્જ બનાવી છે. માત્ર બે મહિનામાં જ સરકારે અને amc એ ઝડપથી નિર્ણય કરી 1200 બેડ અને svpમાં 2000 બેડની સુવિધા શરૂ કરી છે.

મહત્વની જાહેરાત, ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવ-જા માટે પાસની જરૂર નથી

અતુલ તિવારી/અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને પકંજ કુમારે આજે અમદાવાદમાં યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. અહી કોરોના હોસ્પિટલ શરૂ થાય તે પહેલાં નીતિન પટેલે (Nitin Patel) તેનું નિરીક્ષણ કર્યું હતું. યુ.એન.મહેતામાં કોરોનાના 270 જેટલા દર્દીઓની સારવાર કરી શકાય તેવી સગવડ સાથે હોસ્પિટલ શરૂ કરાશે. બીજા, ત્રીજા અને ચોથા માળે કોરોનાના દર્દીઓ માટે યુ.એન.મહેતામાં વ્યવસ્થા કરાશે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં દર્દીઓનું સંખ્યા વધશે એવું અનુમાન અમે આ બિલ્ડીંગમાં ઉપયોગમાં લીધી છે. શરૂઆતમાં જ અમે વહીવટી તંત્રને સાથે રાખી આફત ઓળખી લીધી. દર્દીઓ વધે તો સારી સારવાર થાય તે માટે કોવિડ હોસ્પિટલ નોટિફાય કરી છે. હાલ 1200 બેડ હોસ્પિટલ શરૂ છે, તમામ સાધન સામગ્રીમાં ફેરફાર કર્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ SVPને પણ કોવિડ માટે સુસજ્જ બનાવી છે. માત્ર બે મહિનામાં જ સરકારે અને amc એ ઝડપથી નિર્ણય કરી 1200 બેડ અને svpમાં 2000 બેડની સુવિધા શરૂ કરી છે.

પાસ અંગે મહત્વની જાહેરાત 
નીતિન પટેલે મુખ્ય જાહેરાત કરતા જણાવ્યું કે, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવ-જા માટે હવે પાસની જરૂર નથી. ખાનગી વાહનમાં આવ-જા કરી શકાશે. આંતરરાજ્ય મુસાફરીમાં પાસની જરૂરિયાત પર પણ પાસની હવે જરૂર નહિ પડે. અમદાવાદમાં કેસ ઘટશે તો વધુ છૂટછાટ આપીશું.

રાજકોટવાસીઓ એક સ્ટેપ આગળ નીકળ્યા, લોકડાઉન ખૂલતા જ કપડા-જલેબી-ગાઠિયાની દુકાનોમાં ભીડ

તેમણે જણાવ્યું કે, તમામ સાથે ચર્ચા કરી દરેક જિલ્લામાં મોટી હોસ્પિટલોને જે સુસજ્જ હતી, તેમને કોવિડ હોસ્પિટલ તરીકે નોટિફાય કરી છે. આજે ગુજરાતિમાં એકપણ જિલ્લો નથી કે જ્યાં સરકારે કોવિડ હોસ્પિટલ શરૂ ન કરી હોય. 10થી ઓછા કેસ હોય તેવા જિલ્લામાં પણ કોવિડ હોસ્પિટલ ચાલી રહી છે. આજથી રાજ્યમાં છૂટ આપી છે લોકો ખુશ છે. પુન જીવન ધબકતું થાય તેની શરૂઆત કરી છે. લોકો ફરશે એટલે સજાગતા રાખીને અમે નિર્ણય કર્યો છે, કોરોના સામે લડાઈ હજુ ચાલુ રહેશે. ચાઇનામાં અને દ.કોરિયામાં ફરી કેસો આવવા લાગ્યા છે. આપણે જોખમ લેવા માગતા નથી...

યુએન મહેલા બિલ્ડીંગ  હજુ યુ.એન.મહેતા હોસ્પિટલનું ઇનોગ્રેશન બાકી હતું, પીએમ સમય ફાળવી ન શક્યા એટલે બાકી રહ્યું હતું. હાલ હવે યુ.એન.મહેતા હોસ્પિટલને અમે દર્દીઓ માટે તૈયાર કરી છે, એનું નિરીક્ષણ કર્યું છે. 228 દર્દીઓ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે, તમામ બેડ પર ઓક્સિજન પોઇન્ટ તૈયાર છે, આખી હોસ્પિટલ એર કન્ડિશન છે. પણ આમાં ક્રોસ વેન્ટીલેશન જરૂરી હોય છે. હાલ બે ફ્લોર શરૂ કરીશું અને અન્ય બે ફ્લોર આગામી બે અઠવાડિયામાં તૈયાર કરીને શરૂ કરીશું. 42 હોસ્પિટલ હાલ તૈયાર રાખવામાં આવી છે. આક્ષેપ કરનાર વ્યક્તિઓ પુરી વાત જાણતા નથી, કોરોનાના દર્દીના દાગીના કાઢી લેવામાં આવે છે પણ સત્ય એ છે કે દર્દીના સગાએ ઝાંઝર કાઢી હતી. અમારી પાસે રેકોર્ડિંગ છે. 

અમદાવદાના દાણીલીમડા બસ સ્ટેશન પર મળેલી દર્દીના મૃતદેહ અંગે તેઓએ જણાવ્યું કે, બે દિવસ પહેલા દુઃખદ ઘટના બની હતી. દર્દીને ઘરે જવાની રજા આપી, brtsની બસ તૈયાર હોય છે, સાજા દર્દીઓને અમે બસમાં બેસાડીને જ્યાં રહેતા હોય ત્યાં સુધી સુવિધા આપીએ છીએ. જે બનાવ બન્યો, એ દર્દીએ પોતાના ઘરે રહેવા માગું છું એવું કહ્યું હતું. તેમનું બે માળનું ઘર હતું. એમની માગ મુજબ અમે પરવાનગી આપી હતી. સાંજે રજા આપી ત્યારે એ બસમાં 3 દર્દીઓને મૂકવા નીકળ્યા ત્યારે એ બસ જ્યારે ઘરે પહોંચી ત્યારે એ ભાઈએ જાતે જ ત્યાં ઉતરવાનું નક્કી કર્યું અને ડ્રાઈવરે તેમને ત્યાં ઉતર્યા એ એની ભૂલ થઈ હતી. બસ સ્ટેન્ડથી 200 મીટર એમનું ઘર દૂર છે. 11 વાગ્યા સુધી એ ભાઈ એમના ઘરે ન ગયા અને ત્યાં ઓક્સિજન ઓછો થયો હોય કે કંઈક હશે. હજુ પીએમ રિપોર્ટ નથી આવ્યો. પણ આ મુજબ રિપોર્ટ અમને મળ્યો છે. અમે આવતીકાલે એક સોફ્ટવેર બનાવવાની શરૂઆત કરી, આજે કદાચ બની જશે. તમામ માહિતી સાથે માહિતી રાખીશું. દર્દીને છોડીશું ત્યારે એમના સગાને બોલાવી સુપ્રરત કરીશું જેથી તકલીફ ન પડે. 

આ સાથે જ તેમણે માહિતી આપી કે, અમારા એક નર્સ કૅથરીનાબેન જે 51 વર્ષના હતા તેઓ હેડ નર્સ હતા. સતત કોરોના દર્દીઓ સાથે સંકળાયેલા હતા તેમનું અવસાન થયું છે. 

કોંગ્રેસે કરેલા આક્ષેપો અંગે નાબય મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસ જે કક્ષાનું રાજકારણ કરે તે જોતા તે નાગરિકોની સેવા નહિ, કુસેવા કરી રહી છે. શરૂઆતમાં બધા કહેતા હતા કે ભારતમાં જેટલા વેન્ટિલેટર જોઈએ એટલા નથી. ગુજરાત પાસે પણ અછત હતી, એ હકીકત હતી. અમિત ચાવડાને કહીશ કે આ મશીન 1000 નંગ વિનામૂલ્યે ભેટ આપ્યા છે. ગુજરાતી તરીકેતેમણે ધમણ 1 ભેટ આપ્યા, કોઈ કિંમત નથી લીધી. ત્યારે ખબર ન હતી કે કોંગ્રેસ વિવાદ કરશે અને સીએમ પર આક્ષેપ કરશે. ધમણ 1 ના કારણે દર્દીનું મોત થયું એવું મારી જાણમાં ક્યાંય થયું નથી. અમિતભાઇ અભ્યાસ કર્યા વગર માત્ર રાજકીય રીતે ગુજરાતની કુસેવા કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news