પાન-મસાલાના શોખીનોએ હદ કરી, રાજકોટમાં મહિલાઓએ બીડી લેવા લાઈન લગાવી

લોકડાઉનમાંથી રાહત મળતા જ ગુજરાતવાસીઓ મુક્ત બન્યા હતા. આજે ગુજરાતમાં જનજીવન રાબેતા મુજબ ધબકતુ થયું, રસ્તા પર ટ્રાફિક જામ થયો, દુકાનોમાં ભીડ ઉમટી વગેરે જેવા સમાચાર સવારથી ગુજરાતના વિવિધ શહેરોમાં સતત આવી રહ્યાં છે. પરંતુ આજે ગુજરાતમાં જેટલી ભીડ કરિયાણા અને અન્ય દુકાનો પર ન જોવા મળી, તેટલી ભીડ પાન-મસાલાના ગલ્લા પર જોવા મળી હતી. ગુજરાતના મોટાભાગના શહેરોમાં લોકડાઉન ખૂલતા જ પાન-મસાલાના શોખીનો વહેલી સવારે દુકાન પર પહોંચી ગયા હતા અને લાઈન લગાવીને પાન-મસાલા ખરીદતા જોવા મળ્યા હતા. ત્યારે જોઈ લો, કે પાન-મસાલા તમ્બાકુ ખરીદવા માટે ક્યાં કેવી ભીડ જામી હતી. 
પાન-મસાલાના શોખીનોએ હદ કરી, રાજકોટમાં મહિલાઓએ બીડી લેવા લાઈન લગાવી

ઝી મીડિયા/બ્યૂરો :લોકડાઉનમાંથી રાહત મળતા જ ગુજરાતવાસીઓ મુક્ત બન્યા હતા. આજે ગુજરાતમાં જનજીવન રાબેતા મુજબ ધબકતુ થયું, રસ્તા પર ટ્રાફિક જામ થયો, દુકાનોમાં ભીડ ઉમટી વગેરે જેવા સમાચાર સવારથી ગુજરાતના વિવિધ શહેરોમાં સતત આવી રહ્યાં છે. પરંતુ આજે ગુજરાતમાં જેટલી ભીડ કરિયાણા અને અન્ય દુકાનો પર ન જોવા મળી, તેટલી ભીડ પાન-મસાલાના ગલ્લા પર જોવા મળી હતી. ગુજરાતના મોટાભાગના શહેરોમાં લોકડાઉન ખૂલતા જ પાન-મસાલાના શોખીનો વહેલી સવારે દુકાન પર પહોંચી ગયા હતા અને લાઈન લગાવીને પાન-મસાલા ખરીદતા જોવા મળ્યા હતા. ત્યારે જોઈ લો, કે પાન-મસાલા તમ્બાકુ ખરીદવા માટે ક્યાં કેવી ભીડ જામી હતી. 

મહત્વની જાહેરાત, ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવ-જા માટે પાસની જરૂર નથી 

બીડી લેવા પણ મહિલાઓ લાઈનમાં ઉભા રહ્યાં 
રાજકોટમાં શિવાજી બીડી માટે મહિલાઓની લાઈન લાગી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ શિવાજી બીડી લેવા ઉમટી પડી. શહેરના પરા બજારમાં મહિલાઓ બીડી લેવા માટે ઉમટી પડી. પોતાના ઘરવાળા માટે બીડીની જુડી લેવા માટે મહિલાઓ ઉમટી પડી હતી. તો રાજકોટમાં પાનની દુકાનો બહાર સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા થયેલા જોવા મળ્યા. ત્યારે આ અંગે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે નિવેદન આપતા જણાવ્યું કે, આ ચલાવી લેવામાં નહિ આવે. પોલીસ કમિશ્નર આ અંગે જાહેરનામું બહાર પાડી કડક અમલ કરાવશે.

બિનજરૂરી ભીડ કરાશે તો દુકાન બંધ કરાવવા સુધીના પગલાં ભરાશે : અશ્વિની કુમાર

વડોદરામાં લોકડાઉનમાં છૂટછાટ આપતા જ પાન પડીકી તમાકુ લેવા લોકોની ભીડ ઉમટી હતી. સયાજીગંજ વિસ્તારમાં લોકો પાન પાર્લરના ગલ્લા પર પહોંચી ગયા હતા. તમાકુ, સિગારેટ લેવા લોકોની લાંબી લાઈન લાગી હતી. લાઈન વધતા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયુ દેખાયું. તો દુકાન માલિકને દુકાન બંધ કરવાની પણ ફરજ પડી હતી. 

વલસાડમાં મહિલાઓએ પુરુષોને ચેલેન્જ આપી 
‘પાન, મસાલા, માવા અને ગુટખા ખાવાનું હવે તો છોડો....’  તેવુ કહીને વલસાડની મહિલાઓ અને યુવતીઓએ પુરુષોને ચેલેન્જ આપી હતી. મહિલાઓએ કહ્યું હતું કે, 50 નો માવો 500 માં ખરીદ્યો, અને ખાધો. આ પુરુષો માવા મસાલા ખાવાનું ક્યારે છોડશે. રસ્તા પર થુકી થૂકવાની બાબતને સ્ટેટ્સ સમજતા પુરુષોને વલસાડની મહિલાઓએ ખુલ્લી ચેલેન્જ આપી હતી.તેઓએ કહ્યું કે, છોડીને બતાવો પાન, મસાલા માવા ખાવાનું...

જામનગરમાં તમ્બાકુના વેપારીઓમાં ડર 
જામનગરમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની તાકિદની બેઠક યોજાઈ હતી. જામનગર વેપારી મહામંડળના નેજા આ બેઠક મળી હતી. પાન મસાલા હોલસેલના વેપારીઓ દ્વારા આજથી ધંધા શરૂ નથી કરાયા. કારણ કે, પાન મસાલાના હોલસેલ વેપારીઓને ભય સતાવી રહ્યો છે. તેઓને ડર છે કે, હોલસેલની દુકાનો પર અફરા તફરીનો માહોલ મચી શકે છે. હોલસેલની દુકાનો બંધ હોવાથી છૂટક વેપારીઓ સવારથી હેરાન થઈ રહ્યાં છે. આવામાં સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડી શકે છે. વેપારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે ધંધા શરુ કરવાની માંગ ઉઠાવી છે. 

રાજકોટવાસીઓ એક સ્ટેપ આગળ નીકળ્યા, લોકડાઉન ખૂલતા જ કપડા-જલેબી-ગાઠિયાની દુકાનોમાં ભીડ

બોટાદ-દ્વારકામાં તમાકુના હોલસેલ દુકાનમાં ભીડ
બોટાદમાં તમાકુ ના હોલસેલ વેપારીને ત્યાં આજે લાંબી લાઇન લાગી હતી. પાંજરાપોળ રોડ ઉપર અડધો કિલોમીટર લાંબી લાઇન લાગી. 55 દિવસ બાદ તમાકુની દુકાન ખોલતા લોકો ગાંડાતૂર બન્યા હતા. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો બીજી તરફ, દ્વારકા અને ખંભાળિયાના બજારો પણ ધમધમી ઉઠ્યા હતા. સવારથી જ લોકોએ તમાકુ બજરની દુકાનોમાં લાઈનો લગાવી હતી. તો આ દુકાનોમાં સોશિયલ ડિસન્ટન્સિંગનો અભાવ પણ જોવા મળ્યો હતો. 

પોરબંદરમાં અનેક દુકાનો બંધ
પોરબંદર શહેરમા મોટાભાગની પાન-મસાલાની દુકાનો બંધ સરકાર દ્વારા આજથી છુટ આપવામાં આવી છતા પણ દુકાનો બંધ રખાઇ હતી. વધારે ભીડ એકઠી થવાના ડરના કારણે પાન-મસાલાના દુકાનદારોએ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. તો શહેરમાં જે પણ પાન-મસાલાની દુકાનો ખુલી હતી ત્યાં ભીડ થતા પોલીસે દુકાનો બંધ કરાવવાની ફરજ પડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news