IND vs SL: ભારતના પ્રવાસ માટે શ્રીલંકાની ટીમ જાહેર, આ ખેલાડીઓને મળી તક

ભારત અને શ્રીલંકા વચ્ચે 24 ફેબ્રુઆરીથી ટી20 સિરીઝ રમાશે. તે માટે શ્રીલંકાએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. શ્રીલંકાએ ઓલરાઉન્ડર દસુન શનાકાને ટીમની કમાન સોંપી છે. 

IND vs SL: ભારતના પ્રવાસ માટે શ્રીલંકાની ટીમ જાહેર, આ ખેલાડીઓને મળી તક

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે 24 ફેબ્રુઆરીથી ટી20 સિરીઝ રમાશે. તે માટે શ્રીલંકાએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ભારતના પ્રવાસ પર ટી20 સિરીઝમાં સદુન શનાકા આગેવાની કરશે. ટીમમાં અનુભવી ખેલાડીઓની સાથે-સાથે યુવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમાં દિનેશ ચંડીમલ, ચરિથ અસલંકા અને કુસલ મેન્ડિસને પણ સામેલ કરવામાં આવ્યા છે. 

શ્રીલંકાની ટીમ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં ભારતના પ્રવાસે આવશે. અહીં તે ટી20 અને ટેસ્ટ સિરીઝ રમશે. ટી20 સિરીઝની પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીએ લખનઉમાં રમાશે. જ્યારે બીજી અને ત્રીજી મેચ ધર્મશાળામાં 26 અને 27 ફેબ્રુઆરીએ રમાશે. ત્યારબાદ બે મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ 4 માર્ચથી થશે. 

મહત્વનું છે કે શ્રીલંકા પહેલાં ભારતે પોતાની ટીમ જાહેર કરી હતી. ભારતે રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર, આવેશ ખાન, રવિ બિશ્નોઈ અને હર્ષલ પટેલ સહિત ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. 

— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) February 21, 2022

ભારત વિરુદ્ધ ટી20 સિરીઝ માટે શ્રીલંકાની ટીમ
દસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાનકા, કુસલ મેન્ડિસ, ચરિસ અસલાંકા (વાઇસ કેપ્ટન), દિનેશ ચાંડીમલ, દનુષ્કા ગુણથિલકા, કામિલ મિશ્રા, જનિથ લિયાનાગે, વાનિન્દુ હસરંગા, ચમિકા કરૂણારત્ને, દુષ્મંથા ચમીરા, લાહિરૂ કુમારા, બિનુરા ફર્નાન્ડો, શિરન ફર્નાન્ડો, મહેશ તિક્ષ્ણા, જેફરી વેનડરસે, પ્રવીણ જયવિક્રમા, આશિયાન ડેનિયલ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news