WTC Points Table: ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન, એક ભૂલના કારણે ત્રીજા સ્થાને સરક્યું, જાણો કઈ ટીમ ટૉપ પર પહોંચી

શ્રીલંકા 100 ટકા પરસેન્ટેજ ઓફ પોઈન્ટ્સના હિસાબે ટોપ પર છે. ભારત ત્રીજા નંબરે સરકી ગયું છે. પાકિસ્તાનને ટીમ ઈન્ડિયાનું સ્થાન લઈ લીધું છે અને તે ટોપ 2માં પહોંચી ગયું છે.

WTC Points Table: ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન, એક ભૂલના કારણે ત્રીજા સ્થાને સરક્યું, જાણો કઈ ટીમ ટૉપ પર પહોંચી

નવી દિલ્હી: શ્રીલંકાના બીજી અને છેલ્લી ટેસ્ટ મેચના પાંચમા દિવસે શુક્રવારે વેસ્ટઈન્ડિઝને 164 રનથી હરાવીને બે મેચોની સીરિઝને 2-0થી ક્લીન સ્વીપ કરી. તેની સાથે શ્રીલંકાએ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી લીધી છે. શ્રીલંકા 100 ટકા પરસેન્ટેજ ઓફ પોઈન્ટ્સના હિસાબે ટોપ પર છે. ભારત ત્રીજા નંબરે સરકી ગયું છે. પાકિસ્તાનને ટીમ ઈન્ડિયાનું સ્થાન લઈ લીધું છે અને તે ટોપ 2માં પહોંચી ગયું છે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝ પણ ડબ્લ્યૂટીસીનો ભાગ છે. પહેલી ટેસ્ટ ડ્રો થઈ હતી. ભારતના અત્યારે 30 પોઈન્ટ છે.

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ડબ્લ્યૂટીસી હેઠળ કુલ 5 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી બેમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 2 ટેસ્ટ ડ્રો રહી છે. વેસ્ટઈન્ડિઝને ટેસ્ટ મેચ જીતવા માટે 197 રન જોઈતા હતા, પરંતુ વેસ્ટઈન્ડિઝની ટીમ 56.1 ઓવરમાં 132 રન પર ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકા તરફથી ઈમ્બુલદેનિયાએ 35 રન આપીને 5 વિકેટ અને રમેશ મેન્ડિસે 65 રન આપીને પાંચ વિકેટ લીધી. મેન્ડિસે પહેલી ઈનિંગમાં 70 રન આપીને 6 વિકેટ લીધી હતી. મેશને આખી સીરિઝમાં 15 વિકેટ લીધી હોવાના કારણે પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદગી કરવામાં આવી. જ્યારે ધનંજય સિલ્વાને બીજી ઈનિંગમાં અણનમ સદી માટે પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

The ICC World Test Championship points table after the second #SLvWI Test 👇 pic.twitter.com/8uGXBVTzin

— ICC (@ICC) December 3, 2021

અગાઉ શ્રીલંકાએ પોતાની બીજી ઈનિંગમાં 9 વિકેટ ગુમાવીને 345 રન બનાવ્યા હતા. ધનંજય ડી સિલ્વાએ અણનમ 155 રન બનાવ્યા. ધનંજય સિવાય ઓપનર બેટ્સમેન પથુમ નિસાંકાએ 66 અને એમ્બુલદેનિયાએ મહત્તવપૂર્ણ 39 રન બનાવ્યા. વેસ્ટઈન્ડિઝ તરફથી લેફ્ટ આર્મ સ્પિનર વીરસામી પેરમોલએ મેચમાં 8 વિકેટ લીધી હતી. શ્રીલંકાએ ગોલમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં 187 રનથી જીત હાંસલ કરી હતી.

ટીમની રેન્કિંગ પરસેન્ટેજ ઓફ પોઈન્ટ્ના હિસાબે થશે. જીત માટે 12 પોઈન્ટ્સ, ટાઈ મેચ માટે 6 પોઈન્ટ્સ, ડ્રો મેચ માટે ચાર પોઈન્ટ્સ અને હાર માટે કોઈ પોઈન્ટ્સ મળશે નહીં. જીતવા પર 100 પરસેન્ટેંજ ઓફ પોઈન્ટ્સ, ટાઈ પર 50 પરસેન્ટેજ ઓફ પોઈન્ટ્સ, ડ્રો પર 33.33 પરસેન્ટેજ ઓફ પોઈન્ટ્સ અને હારવા પર 0 પરસેન્ટેજ ઓફ પોઈન્ટ્સ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news