પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગુજરાત, SRH ને 34 રનથી ભૂંડી રીતે હરાવ્યું

IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 62મી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રને હરાવીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો. IPL 2023ના પ્લેઓફમાં જનારી ગુજરાત પ્રથમ ટીમ બની છે.

પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગુજરાત, SRH ને 34 રનથી ભૂંડી રીતે હરાવ્યું

SRH vs GT, Match Highlights: IPL 2023ની 62મી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત પ્લેઓફમાં જનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમે શુભમન ગીલની શાનદાર સદીની મદદથી 9 વિકેટ પર 188 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ શરૂઆતથી જ વેરવિખેર થઈ ગઈ હતી અને ટીમ 9 વિકેટે 154 રન જ બનાવી શકી હતી. આ હાર સાથે હૈદરાબાદ દિલ્હી કેપિટલ્સ બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે.

ગિલે ફટકારી શાનદાર સદી
પ્રથમ બેટિંગ કરતા ગુજરાતના શુભમન ગીલે આ મેચમાં IPLની પોતાની પ્રથમ સદી ફટકારી હતી. ગિલે 58 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 13 ફોર અને 1 સિક્સ સામેલ હતી. હાલમાં IPL સિઝનમાં ગિલ સદી ફટકારનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ તે ગુજરાત માટે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ છે. ગિલ સિવાય સાંઈ સુદર્શને 47 રન બનાવ્યા હતા. આ બે બેટ્સમેનોને બાદ કરતાં ટીમનો કોઈ ખેલાડી ડબલ ફિગરને સ્પર્શ પણ કરી શક્યો નહોતો.

ભુવનેશ્વરનો 'ફાઇવ વિકેટ હોલ'
સનરાઇઝર્સ હૈદરાબાદના અનુભવી બોલર ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગ ગુજરાત ટાઇટન્સ સામે જોવા મળી હતી. આ મેચમાં ભુવનેશ્વર કુમાર પોતાની ટીમ માટે સૌથી વધુ આર્થિક અને સફળ બોલર સાબિત થયો હતો. આ મેચમાં તેણે 4 ઓવર બોલિંગ દરમિયાન 30 રન ખર્ચ્યા અને 5 વિકેટ પોતાના નામે કરી. ગુજરાત ટાઇટન્સની ઇનિંગની છેલ્લી ઓવરમાં ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં તેણે રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને મોહમ્મદ શમીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

હૈદરાબાદની ખરાબ બેટિંગ
ગુજરાત ટાઇટન્સ તરફથી મળેલા 189 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની હાલત શરૂઆતથી જ ખરાબ હતી. જેમાં ટીમના ઓપનર બેટ્સમેનોનો પણ એક પછી એક વિકેટો પડવાનો ધમધમાટ શરૂ થયો હતો. જોકે, હેનરિચ ક્લાસને શાનદાર બેટિંગ કરતા શાનદાર અડધી સદી ફટકારી હતી, પરંતુ તે ટીમને જીત સુધી લઈ જવામાં સફળ થઈ શક્યો નહોતો. ક્લાસને 44 બોલમાં 64 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 સિક્સરનો સમાવેશ થાય છે. આ સિવાય કેપ્ટન ભુવનેશ્વર કુમારે પણ રનનું યોગદાન આપ્યું હતું જ્યારે કેપ્ટન એડન માર્કરામે 10 રન બનાવ્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા.

શમી-મોહિતે સ્ટમ્પ ઉખાડી નાખ્યા
શુભમન ગિલની શાનદાર સદી બાદ ગુજરાતના બોલરોએ પણ કમાલ કરી હતી. પહેલા મોહમ્મદ શમી અને પછી મોહિત શર્માએ એક પછી એક હૈદરાબાદના બેટ્સમેનોને આઉટ કરવાનો સિલસિલો શરૂ કરી દીધો હતો. હૈદરાબાદના હેનરિક ક્લાસેન સિવાય ટીમનો કોઈપણ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. જ્યારે શમીએ 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news