AUS vs IND: ડે-નાઇટ ટેસ્ટ માટે પંત-સાહામાં ટક્કર, જાણો કોણ છે દાવેદાર

ભારતીય ટીમ મેનેજમેન્ટે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી અને હનુમા વિહારીને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે, 'સ્વસ્થ પ્રતિસ્પર્ધા' ટીમ માટે સારી છે. 

AUS vs IND: ડે-નાઇટ ટેસ્ટ માટે પંત-સાહામાં ટક્કર, જાણો કોણ છે દાવેદાર

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (AUS vs IND) વચ્ચે 17 ડિસેમ્બરથી એડિલેડમાં થરૂ થનાર પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ (Day-night test) મેચ માટે સંભવિત ભારતીય પ્લેઇંગ ઇલેવનની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને હજુ તે નક્કી નથી કે 36 વર્ષીય રિદ્ધિમાન સાહા  (Wriddhiman Saha)ના રૂપમાં શાનદાર વિકેટકીપર કે 23 વર્ષીય રિષભ પંત  (Rishabh Pant)ના રૂપમાં સારા બેટ્સમેનમાંથી કોને તક આપવી છે. 

ભારતીય ટીમ મેનેજમેન્ટે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી અને હનુમા વિહારીને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે, 'સ્વસ્થ પ્રતિસ્પર્ધા' ટીમ માટે સારી છે. 

સાહાને મળી શકે છે તક
માનવામાં આવી રહ્યું છે કે સાહાની સારી વિકેટકીપિંગ અને રક્ષણાત્મક બેટિંગને પ્રાથમિકતા આપી શકાય છે. પંતની બેટિંગ આક્રમક છે, પરંતુ વિકેટકીપિંગમાં સાહાનું પ્રદર્શન સારૂ રહ્યું છે અને તેને તક મળી શકે છે. 

કોચ રવિ શાસ્ત્રી, કેપ્ટન વિરાટ કોહલી, સહાયક કોચ વિક્રમ રાઠોર, ભરત અરૂણ અને પસંદગીકાર હરવિંદર સિંહ મેચની પરિસ્થિતિના આધાર પર આ બંન્નેના પ્રદર્શનનું આકલન કરશે. 

પ્રેક્ટિસ મેચમાં સાહાની મહત્વપૂર્ણ ઈનિંગ
સાહાએ પ્રથમ પ્રેક્ટિસ મેચમાં 54 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને ભારતને ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ હારથી બચાવ્યું હતું. તેણે ત્યારે જેમ્સ પેટિન્સન, માઇકલ નેસાર અને કેમરન ગ્રીન જેવા બોલરોનો સામનો કર્યો હતો. 

પંતે ફટકારી હતી સદી
તેનાથી વિપરીત પંચે બીજી પ્રેક્ટિસ મેચમાં ત્યારે સદી ફટકારી જ્યારે ભારતીય ટીમની સ્થિતિ મજબૂત હતી. તેણે તેણે લેગ સ્પિનર મિશેલ સ્વેપસન અને કામચલાઉ બોલર નિક મેડિનસનનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરે ઓસ્ટ્રેલિયા એના આ બોલિંગ પ્રદર્શનને શરમજનક ગણાવ્યુ હતું. 

સાહાની પાસે છે અનુભવ
સાહાએ 37 ટેસ્ટ મેચોમાં 1238 રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. તેણે 92 કેચ અને 11 સ્ટમ્પ આઉટ કર્યા છે. જો તે પ્રથમ ટેસ્ટ મેચમાં સ્થાન મેળવી લે તો પંતની સંભાવના સમાપ્ત થશે નહીં. સાહાએ ટીમમાં જગ્યા જાળવી રાખવા માટે વિકેટની પાછળ જ નહીં આગળ પણ સારૂ પ્રદર્શન કરવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news