Kashmir સાથે T20 વર્લ્ડકપનું મોટું કનેક્શન નીકળ્યું, ઈંગ્લેન્ડ સાથે ચાલી રહી છે મોટી સ્પર્ધા
જોકે, કાશ્મીરમાં બની રહેલા વિલો બેટ (Made in Kashmir willow bat)નો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડીઓ દ્વારા ટી20 વિશ્વકપ જેવી મેગા ઈવેન્ટમાં કરવામાં આવી રહ્યો છે.
- ICC T20નું કાશ્મીર કનેક્શન
- ખીણમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે
- કંપનીએ આંતરરાષ્ટ્રીય ઓળખ ઊભી કરી છે
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયોની અસર હવે ધીમે ધીમે વિશ્વના દેશોમાં દેખાવા લાગી છે. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ તેમજ જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir) અને પૂર્વોત્તરમાં વિકાસની ઘણી કહાનીઓ અન્ય લોકોને પ્રેરણા આપે છે. સફળતાના આ માપદંડો વચ્ચે અહીં વાત છે કાશ્મીરની... જેનો સીધો સંબંધ આ વખતના ICC T20 વર્લ્ડ કપ (T20 World Cup) સાથે છે.
જોકે, કાશ્મીરમાં બની રહેલા વિલો બેટ (Made in Kashmir willow bat)નો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડીઓ દ્વારા ટી20 વિશ્વકપ જેવી મેગા ઈવેન્ટમાં કરવામાં આવી રહ્યો છે. આ વાત કાશ્મીરમાં બેટ બનાવનાર લોકો માટે ખુશખબર છે.
GR8 કંપનીની કમાલ
T20 ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆતમાં જ્યારે ઓમાન (Oman)ના ખેલાડીઓએ કાશ્મીરમાં બનેલા બેટનો ઉપયોગ કર્યો ત્યારે તેને બનાવનારી કંપની GR8ના માલિક ભાવુક થઈ ગયા હતા. તેમણે એક સમાચાર એજન્સીને તેમની કંપનીના લક્ષ્યો અને સિદ્ધિઓ વિશે વિગતવાર માહિતી આપી. મીડિયા અહેવાલો અનુસાર, ઓમાનના ખેલાડીઓએ તેમના બેટનો ઉપયોગ કર્યો અને જીત્યા પછી, કંપનીના માલિક કબીરે કહ્યું કે તે માત્ર ભાવનાત્મક દિવસ નથી પરંતુ કાશ્મીરમાં બેટ ઉત્પાદક સમુદાય માટે એક ઐતિહાસિક દિવસ હતો.
Made in Kashmir willow bat made first appearance in ongoing T20 World Cup
It's big achievement that Kashmir-made willow bats have reached to international stage as few players from Oman cricket team are playing with Kashmiri bats in T20 World Cup:Fawzul Kabeer, Owner, GR8 Sports pic.twitter.com/KJA7Uj8lQs
— ANI (@ANI) October 26, 2021
ઈંગ્લેન્ડને ટક્કર
તમને જણાવી દઈએ કે કાશ્મીર સિવાય ઈંગ્લેન્ડ (UK) માં વિલો લાકડામાંથી બેટ બનાવવામાં આવે છે, જ્યારે ભારતની વાત કરીએ તો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેના જોબેહરા-સંગમ ખંડના કિનારે લગભગ 100 પરિવાર અને તેમની સાથે કામ કરનાર સ્થાનિક લોકો અને બીજા પરપ્રાંતિય લોકો મળીને આ વેપારમાં જોડાયેલા છે. આ વેપારનું એક વર્ષનું ટર્નઓવર લગભગ 100 કરોડ રૂપિયા છે.
કબીરે દાવો કર્યો હતો કે કાશ્મીરના વિલો બેટ મેડ ઈન ઈંગ્લેન્ડના વિલો બેટ કરતા ચડિયાતા છે કારણ કે તેનો પાવર અને કવોલિટીના કારણે કાશ્મીર, ઈંગ્લેન્ડ પછી ક્રિકેટ બેટનો બીજો સૌથી મોટો નિકાસકાર છે. GR8ના માલિક કબીરે જણાવ્યું હતું કે 1918માં અંગ્રેજો સૌપ્રથમ કાશ્મીરમાં વિલો ટ્રી લાવ્યા હતા અને તેને ઘાટીમાં રોપ્યા હતા.
જો કે આ પહેલા સર વિવિયન રિચર્ડ્સ, સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર જેવા ક્રિકેટ દિગ્ગજો કાશ્મીર વિલો બેટનો ઉપયોગ કરી ચૂક્યા છે. કાશ્મીરમાં ક્રિકેટ બેટ બનાવવાનો ઈતિહાસ 19મી સદીનો છે જ્યારે પાકિસ્તાની ઉદ્યોગપતિ અલ્લાહ બક્ષે વિલોના લોગને ફાટમાં રૂપાંતરિત કરવા સેલકોટ ખાતે વધુ ફિનિશિંગ માટે હલમુલ્લા, બિજબેહરામાં પોતાનું પેટા યુનિટ સ્થાપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે