પૂર્વ ભારતીય કેપ્ટનની માંગ- વિરાટ કોહલીના સ્થાને અજિંક્ય રહાણેને બનાવો ટેસ્ટ કેપ્ટન
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન, ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને શેન વોર્ને પણ રહાણેની કેપ્ટનશિપની પ્રશંસા કરી હતી. પૂર્વ ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીએ વિરાટ કોહલીના સ્થાને રહાણેને કાયદી ટેસ્ટ કેપ્ટન બનાવવાની માંગ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાને 2-1થી ટેસ્ટ સિરીઝમાં જીત અપાવનાર અજિંક્ય રહાણે રહાણે (Ajinkya Rahane) ની ખુબ પ્રશંસા થઈ રહી છે. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 36 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. કાંગારૂ ટીમે અઢી દિવસની અંદર ભારતને 8 વિકેટથી પરાજય આપી સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.
વિરાટ કોહલી (Virat Kohli) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ છોડી ભારત પરત ફરી ચુક્યો હતો, પરંતુ કોહલીના સ્થાને ટીમની આગેવાની સંભાળનાર અંજિક્ય રહાણે (Ajinkya Rahane) એ ઓસ્ટ્રેલિયાની માઇન્ડ ગેમનો સામનો કરતા ટીમને ફરી ઊભી કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ રહાણેની આગેવાનીમાં મેલબોર્નમાં શાનદાર વાપસી કરી. રહાણેએ ટીમની આગેવાની કરતા મેલબોર્નમાં શાનદાર સદી ફટકારી હતી. આ મેચમાં ભારતે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો.
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન, ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને શેન વોર્ને પણ રહાણેની કેપ્ટનશિપની પ્રશંસા કરી હતી. પૂર્વ ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીએ વિરાટ કોહલીના સ્થાને રહાણેને કાયદી ટેસ્ટ કેપ્ટન બનાવવાની માંગ કરી છે.
બિશન સિંહ બેદીએ એક અખબારમાં લખેલી કોલમમાં કહ્યુ કે, 'રહાણે મને ટાઇગર પટૌડીની યાદ અપાવે છે. રહાણેએ જે રીતે ઘાયલ ટીમની આગેવાની કરતા ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા પર 2-1થી ટેસ્ટ સિરીઝમાં જીત અપાવી તે પ્રશંસા પાત્ર છે.'
બિશન સિંહ બેદીએ કહ્યુ, રહાણેની અંદર બોલિંગમાં ફેરફાર અને ફીલ્ડિંગ સેટ કરવાની કળા પટૌડીની જેમ જોવા મળી. ટીમ ઈન્ડિયાના મહાન બેટ્સમેન અને સાધારણ કેપ્ટનમાંથી કોઈ એકને પસંદ કરવાનો સમય આવી ગયો છે.
બિશન સિંહ બેદીએ કહ્યુ, 'વિરાટ કોહલી ભારત માટે લાંબુ રમી શકે, તેથી રહાણેને કેપ્ટન બનાવી દેવો જોઈએ. તે ટીમ સંભાળી શકે છે, જ્યારે સફેદ બોલ ક્રિકેટમાં રોહિત કમાન સંભાળી શકે છે.'
પાછલી સિરીઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં 2-1થી પરાજય આપ્યો હતો. દિગ્ગજોએ કહ્યું હતું કે, ત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ભારતીય ટીમ એટલે જીતી, કારમ કે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ નહતા. પરંતુ આ વખતે વોર્નર અને સ્મિથ બન્ને હતા અને ભારતે છતાં ટેસ્ટ સિરીઝ જીતી. આ ભારતીય ટીમના જુસ્સા અને રહાણેની શાનદાર કેપ્ટનશિપ દર્શાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે