West Bengal: BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી, ધ્વજને લઇને વિવાદ
ઝપાઝપી બાદ ભાજપ (BJP) અને ટીએમસી (TMC) બંનેએ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે આરોપ લગાવતાં કહ્યું કે ટીએમસી કાર્યકર્તાઓના હુમલામાં તેમના કાર્યકર્તા ઘાયલ થયા છે.
Trending Photos
કલકત્તા: પશ્વિમ બંગાળના હાવડામાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તા આમને સામને આવી ગયા અને પદયાત્રા દરમિયાન હંગામો શરૂ થઇ ગયો. સમાચાર અનુસાર ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓની વચ્ચે ધ્વજ લગાવવાને લઇને વિવાદ શરૂ થયો હતો.
ભાજપ અને ટીએમસીએ એકબીજા પર લગાવ્યો આરોપ
ઝપાઝપી બાદ ભાજપ (BJP) અને ટીએમસી (TMC) બંનેએ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે આરોપ લગાવતાં કહ્યું કે ટીએમસી કાર્યકર્તાઓના હુમલામાં તેમના કાર્યકર્તા ઘાયલ થયા છે. જ્યારે ટીએમસીએ પોતાના ઉપર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે.
ઝડપ બાદ પદયાત્રામાં હંગામો
તમને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળ (West Bengal) ના હાવડામાં પદયાત્રા દરમિયાન ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. આ ધ્વજ ફરકાવવાને લઇને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ ઘણા રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો હતો. આ ઉપરાંત ઘણી જગ્યાઓ પર મોટરસાઇકલો પણ સળગાવવામાં આવી હતી.
ભાજપના 2 કાર્યકર્તા ઘાયલ
ભાજપના નેતા સુરજીત શાહે કહ્યું કે બેલૂર પોલીસ મથક અંતગર્ત લિલુઆ મતવાલા ચોક પાસે જ્યારે આજે સવારે કેટલાક ભાજપ કાર્યકર્તા જઇ રહ્યા હતા, આ દરમિયાન તૃણમૂલ યુવા કોંગ્રેસના રાજ્ય સંપાદકએ પોતાના કેટલાક સાથીઓ સાથે હુમલો કરી દીધો. અમારા 2 કાર્યકર્તા ઘાયલ થઇ ગયા છે.
તમને જણાવી દઇએ કે ઘાયલ ભાજપ કાર્યકર્તાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાજપે પશ્વિમ બંગાળ પોલીસના ટીએમસી સાથે મળેલા હોવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પોલીસ ટીએમસી કાર્યકર્તાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન પીએમ મોદી પશ્વિમ બંગાળના કલકત્તા પહોંચી ગયા છે. પીએમ મોદી અહીં પરાક્રમ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. તમને જણાવી દઇએ કે આજે આખા ભારતમાં સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોસની 125મી જન્મ જયંતિને પરાક્રમ દિવસના રૂપમાં ઉજવવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે