Navratri 2023: 20 અને 21 ઓક્ટોબરે રવિ અને ત્રિપુષ્કર યોગ, ત્રણ રાશિના જાતકો પર ભાગ્ય મહેરબાન

Astrology : નવરાત્રિ દરમિયાન અનેક મહત્વના યોગ બની રહ્યાં છે. ગ્રહો અને નક્ષત્રોના સંયોગથી બનતા યોગો કેટલાક જાતકો માટે શુભ સાબિત થાય છે. આગામી 20 અને 21 ઓક્ટોબરે પણ બે મહત્વના યોગ બની રહ્યાં છે. 

Navratri 2023: 20 અને 21 ઓક્ટોબરે રવિ અને ત્રિપુષ્કર યોગ, ત્રણ રાશિના જાતકો પર ભાગ્ય મહેરબાન

Astrology : નવરાત્રિ 2023 (Navratri 2023)ની સાથે શુભ યોગો બની રહ્યાં છે. 15 ઓક્ટોબરે પદ્મ અને બુધાદિત્ય યોગ બન્યા અને 16 તથા 17 ઓક્ટોબરે અન્ય મહત્વપૂર્ણ યોગ બન્યા હતા. 18 ઓક્ટોબરે સર્વાર્થ સિદ્ધ અને અમૃત સિદ્ધિ યોગ બન્યો અને હવે 20 ઓક્ટોબરે રવિ યોગ અને 21 ઓક્ટોબરે ત્રિપુષ્કર યોગ બનશે. આ યોગ બનવાથી ત્રણ રાશિના જાતકોનો ભાગ્યોદય થવાનો છે. 

મેષ 
નવરાત્રિ 2023 દરમિયાન મેષ રાશિના જાતકોને શુભ યોગ બનવાથી વિશેષ લાભ થશે. પરિણીત વ્યક્તિ પોતાના જીવનસાથીની સાથે પ્રેમપૂર્ણ સંબંધનો અનુભવ કરશે. સાથે નોકરી કરનાર લોકો ઉચ્ચ પદની પ્રાપ્તિ કરી શકે છે. આ દરમિયાન તમને સામાજિક વર્તુળમાં પણ લોકપ્રિયતા હાસિલ થશે. જો તમે રોકાણ કરો છો તો તમને  સારો નફો થઈ શકે છે. 

ધન રાશિ
ધન રાશિના જાતકોને નવરાત્રિ દરમિયાન ભાગ્યનો સાથ મળશે. તમે જલ્દી કામ સંબંધિત યાત્રા પર નિકળી શકો છો, જે ખુબ ફાયદાકારક રહેશે. આ સિવાય નવુ વાહન કે સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યાં છો તો આ યોગ્ય સમય છે. વેપારીઓ માટે આ સમય અનુકૂળ રહેશે અને આર્થિક લાભ થવાની સંભાવના છે. 

મકર
નવરાત્રિ 2023 મકર રાશિના જાતકોને પોતાની ઈચ્છા પૂરી કરવાની તક આપશે. જો તમે કોઈ નવો ઉદ્યમ શરૂ કરવા ઈચ્છો છો તો આ સમય ખુબ સારો છે. તમારી કાર્યશૈલીમાં સુધાર થશે અને જલ્દી તમને કાર્યસ્થળ પર મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ વચ્ચે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની આશા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળવાની સંભાવના છે. 

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીના આધારે છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news