લગ્ન કરવાની અને મા-બાપ બનવાની યોગ્ય ઉંમર કઈ?, મગજ ચકરાવી દેશે ડોક્ટરનો આ જવાબ

Shadi karne ki sahi umra kya hai : આજકાલ કરિયરના વધતા દબાણ અને સોશિયલ મીડિયાના જમાનામાં આજની પેઢી લગ્ન મોડા કરી રહી છે.  આ એક સમાજની વાત નથી, ગામડાઓ હોય કે શહેર દરેક જગ્યાએ આ એક જ સમસ્યા છે. છોકરો હોય કે છોકરી સગાઈ કરવા માટે રાજી થાય પણ લગ્ન તો લેટ કરવાનો જ આગ્રહ રાખે છે. આ સાથે બાળક માટે તો વિચારતા જ નથી હજુ હાલ તો લગ્ન થયા છે. હજુ ફરવાનો સમય છે કહી મા બાપને ટાળી રાખતા હોય છે.  
 

લગ્ન કરવાની અને મા-બાપ બનવાની યોગ્ય ઉંમર કઈ?, મગજ ચકરાવી દેશે ડોક્ટરનો આ જવાબ

Best age to get married and have a baby : પહેલાંના જમાનામાં લગ્નો વહેલા કરી લેવાતા હતા. સરકારે લગ્ન માટે નિયમો બનાવ્યા છે એ ઉંમર એકદમ પરફેક્ટ છે. આજે લોકો લગ્ન અને મા બાપ બનતાં પહેલાં નાણાકિય સદ્ધરતાનો પહેલો વિચાર કરે છે. જો તમે વેલસેટલ્ડ નથી તો લગ્ન થતા નથી. કોઈ છોકરી બેરોજગાર સાથે લગ્ન કરવા માટે ક્યારેય તૈયાર થતી નથી. ઓછું કમાતા કે પરિવાર સદ્ધર ન હોય તો લગ્નની ઉંમર સતત વધતી જાય છે.

લોકો હવે 30થી 35 વર્ષની ઉંમરે લગ્ન કરવા માગે છે. કેટલાક કિસ્સાઓમાં 40 પછી પણ લગ્ન કરી રહ્યા છે. પરંતુ શું આ ઉંમર લગ્ન અને બાળકને જન્મ આપવા માટે યોગ્ય છે? આ અંગે મેરેજ કાઉન્સેલર ડો. નેહા મહેતાએ પોડકાસ્ટમાં કેટલીક હકીકતો રજૂ કરી હતી. જોકે, ડોક્ટરે માત્ર લગ્ન અને બાળકને જન્મ આપવાની યોગ્ય ઉંમર જ નથી જણાવી પરંતુ તેની સાથે જોડાયેલી કેટલીક એવી વાતો પણ જણાવી છે, જે તમારા મગજને ચકરાવે ચડાવી દેશે.

મેડિકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી છે અને આજે કેટલીક મહિલાઓ માટે માતા બનવામાં પહેલાં કરતાં વધુ સમય વિલંબ કરવો એ શક્ય બનાવ્યો છે. તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 40 વર્ષની ઉંમરે ગર્ભવતી થવાનો પ્રયાસ કરતી મહિલાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને 65% મહિલાઓ તેમાં સફળ રહી છે. 

લગ્ન અને બાળકોનું આયોજન કરવાનો યોગ્ય સમય કયો છે: મેરેજ કાઉન્સેલર ડો.નેતા મહેતાએ જણાવ્યું હતું કે વ્યક્તિએ 30 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી લેવા જોઈએ. 24-28 વર્ષની ઉંમરે સુરક્ષિત ગર્ભાવસ્થાની શક્યતાઓ વધુ હોય છે. વાસ્તવમાં, લોકો આ વિશે જુદા જુદા મંતવ્યો ધરાવે છે.

 કેટલાક લોકો કહે છે કે લગ્ન કરવા માટે કોઈ શ્રેષ્ઠ ઉંમર હોતી નથી, પરંતુ શ્રેષ્ઠ સમય એ છે જ્યારે તમે તમારી નોકરી અને અંગત જીવનમાં આરામદાયક હો અને આત્મવિશ્વાસ અનુભવો છો. પરંતુ જો તમે લગ્ન પછી બાળકનું પ્લાનિંગ કરવા માંગતા હો, તો ઉંમર મહત્વ ધરાવે છે. કારણ કે 30 પછી શરીરમાં ઘણા જૈવિક ફેરફારો થાય છે.  ઘણા લોકો મોટી ઉંમરે લગ્ન કર્યા બાદ મા બાપ નથી બની શકતા તો આઈવીએફ સહિતની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ મા બાપ બનવાના ચાન્સ ઘટતા જાય છે. 

ડૉ. નેહાએ પોડકાસ્ટમાં કહ્યું કે જો તમે 30 વર્ષ પછી લગ્ન કરો છો અને થોડા વર્ષો પછી બાળકને જન્મ આપવાની યોજના બનાવો છો, તો તમારે ડૉક્ટર પાસે જવા માટે તૈયાર રહેવું જોઈએ. ભલે આજે મેડિકલ સાયન્સે આ શક્ય બનાવ્યું છે, પરંતુ તેમાં તમને ઘણા પૈસાનો ખર્ચ થશે. તમે વેલસેટલ પરિવારના હશો તો રૂપિયા તો મળશે પણ એ પરેશાની અને હોસ્પિટલોના ધક્કા તમને જિંદગીભર યાદ રહી જશે. 

30 વર્ષ પછી લગ્ન અને બાળકની કલ્પના:
1. 30 વર્ષની ઉંમર પછી દર વર્ષે સ્ત્રીની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે અને ઇંડાની ગુણવત્તા અને સંખ્યામાં ઘટાડો થાય છે. જેનાથી મહિલાને ગર્ભાવસ્થામાં મુશ્કેલી થાય છે અને સાસરિયાંના મહેણાંટોણા સાંભળવાં પડે છે. 

2. મોટી ઉંમરની છોકરીઓને ગર્ભાવસ્થા દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમ કે કસુવાવડ, જન્મજાત ખામી, જોડિયા બાળકો, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે. તેમને સિઝેરિયન કરાવવું પડે તેવી સંભાવનાઓ પણ વધી જાય છે. 

3. જેમ જેમ લોકોની ઉંમર વધે છે તેમ તેમ તેમને થાઈરોઈડ, ડાયાબિટીસ, મોટાપો અને હાઈ બ્લડ પ્રેશર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જે તેમના સ્વાસ્થ્ય અને તેમના બાળકના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તમારી શરીરમાં ચરબીનું પ્રમાણ વધશે તો પણ તમને મા બાપ બનવામાં સમસ્યા આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news