'નકલી ડોક્ટર છો' એવી દમદાટી આપી ક્રાઈમ બ્રાંચના નામે 3 ગઠિયા 'કળા' કરી ગયા, લાખો ખંખેર્યા

સુરતનાઅલથાણમાં આશિર્વાદવીલા સોસાયટી ખાતે રહેતા ડો.જિતેન્દ્ર મોહન પટેલ એ વર્ષ ૨૦૧૬માં સિવિલના લેપ્રસી વિભાગમાંથી પારિવારિક કારણોસર રાજીનામું આપ્યું છે. ચાર વર્ષ નિવૃત્ત જીવન ગુજાર્યા બાદ વર્ષ ૨૦૨૦થી પાંડેસરામાં જલારામ નગર સોસાયટી ખાતે તેઓ ક્લિનિક ચલાવે છે.

 'નકલી ડોક્ટર છો' એવી દમદાટી આપી ક્રાઈમ બ્રાંચના નામે 3 ગઠિયા 'કળા' કરી ગયા, લાખો ખંખેર્યા

ઝી બ્યુરો/સુરત: પાંડેસરામાં ક્લિનિક ધરાવતા 60 વર્ષીય ડો.જિતેન્દ્ર પટેલ ઉર્ફે જીતુ ડોનને ક્લિનિકમાં ઘૂસી નકલી ડોક્ટર છો એવી દમદાટી આપી ક્રાઈમ બ્રાંચના નામે 3 ગઠિયા રૂા.4.25 લાખની મત્તા ખંખેરી ભાગી છૂટયા હતા. જોકે, પોલીસે ત્રણેયને દબોચી લીધા હતા. આ ઉપરાંત લેપટોપ લઈ જનાર આરોપી મળી 4 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલયા હતા. 

સુરતનાઅલથાણમાં આશિર્વાદવીલા સોસાયટી ખાતે રહેતા ડો.જિતેન્દ્ર મોહન પટેલ એ વર્ષ ૨૦૧૬માં સિવિલના લેપ્રસી વિભાગમાંથી પારિવારિક કારણોસર રાજીનામું આપ્યું છે. ચાર વર્ષ નિવૃત્ત જીવન ગુજાર્યા બાદ વર્ષ ૨૦૨૦થી પાંડેસરામાં જલારામ નગર સોસાયટી ખાતે તેઓ ક્લિનિક ચલાવે છે. ડો.જીતુએ વર્ષ ૧૯૮૯માં સિવિલમાં એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 

ગત તા.૨૧મીએ ડો.જીતુ ક્લિનિક પર પહોંચ્યા હતા ત્યારે રાજેન્દ્ર ઉર્ફે શ્રેયાંશ તેમના ક્લિનિકે આવી ભાડેથી ક્લિનિક રાખવા માંગણી કરતો હતો. આ મુદ્દે વાતચીત થયા બાદ તેઓ ક્લિનિક ભાડે રાખવા સંમત થયા હતા. થોડા સમય બાદ ૩ યુવકો તેમના ક્લિનિક પર આવ્યા હતા અને દરવાજો ખટખટાવ્યો હતો. ડો.જીતુએ દરવાજો ખોલતા જ ત્રણેય યુવકોએ ધકકો મારી ડોક્ટરને ખુરશી પર બેસાડી દીધા હતા. તેઓએ પોતાની ઓળખ ડીસીબીના ઓફિસર તરીકે આપી તમે ડિગ્રી વગરના ડોક્ટર છો, અન-લિગલ ક્લિનિક ચલાવો છો એવી દમદાટી આપી હતી. 

ડો.જીતુએ સર્ટિફિકેટ બતાવતા તેઓએ સર્ટિફિકેટ્સ ફેંકી દઈ ડોક્ટરને ગાલ પર તમાચો મારી દીધો હતો. ત્યારબાદ ડોકટરનો મોબાઈલ આંચકી લઇ લોક ખોલી બેંક ડિટેઇલ્સ મેળવી લીધી હતી. આ કેસમાંથી છૂટવું હોય તો ૫ લાખ રૂપિયા આપવા પડશે, નહિ આપો તો કૈસ કરી ન્યુઝ પેપરના પાને ચઢાવી દઇશું એવી ધાક- ધમકી આપી હતી. ડો.જીતુ ગભરાઈ જતા ૧.૫૦ અને ૨.૫૦ લાખ એમ ૪ લાખના બે ચેક આપ્યા હતા. ત્રણેય જણાએ વધુ રૂપિયાની માંગ કરતા હતા. આ સમયે કિલનિક ભાડે રાખવા માંગતા રાજેન્દ્રભાઈ આવી પહોંચ્યા હતા. તેઓને પણ ધાક-ધમકી અપાઇ હતી. 

આખરે પતાવટ પેટે તેઓએ ડોક્ટરનું લેપટોપ પણ પડાવી લીધું હતુ. આ બાબતે કોઈને પણ વાત કરશો તો નકલી ડોક્ટરનો કેસ કરી દઈશું એવો દમ મારી મોબાઇલ પરત કરી ત્રણેય જણા નાસી છૂટયા હતા.ડોક્ટરે શંકાના આધારે તપાસ કરતા ડીસીબીના નામે આવેલા માણસો નકલી પોલીસ હોવાનો ખુલાસો થયો હતો. ડો.જીતુ પટેલ ઉર્ફે જીતુ ડોને ફરિયાદ આપતા પાંડેસરા પોલીસે હર્ષિત દિહોરા, હિતેશ પટેલ અને ધૃવાંગ સવનુર સામે ખંડણીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ત્રણેય નકલી પોલીસને અટકાયતમાં લઇ પુછપરછ આદરી છે.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર પ્રકરણમાં પાંડેસરા પોલીસે ડો.જીતુનુ ક્લિનિક ભાડે રાખવા સંમતિ બતાવનારા રાજેન્દ્રની પણ પૂછપરછ કરી છે. શંકાના આધારે પોલીસ રાજેન્દ્રની ઉલટતપાસ ચલાવી રહી છે. પકડાયેલા ૩ જણાએ અન્યોને છેતર્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરાઇ રહી છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news