Live In Relationship: લિવ ઈન રિલેશનશીપમાં રહેવાનો વિચાર પણ કરો તે પહેલા જાણી લો આ જરૂરી વાતો
Live In Relationship: જ્યારે બે લોકો લગ્ન વિના એકબીજાની સાથે રહે છે તો ઘણી બધી સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. આ હકીકતથી અજાણ કપલના લિવ ઈન રિલેશનશીપનો અંત ખરાબ પણ આવે છે. દરેક સંબંધમાં જે રીતે ઉતાર ચઢાવ આવે છે તે રીતે લિવ ઈન રિલેશનશીપમાં રહેતા કપલ વચ્ચે પણ થાય છે. આવી સ્થિતિમાં તેઓ સમજી નથી શકતા કે શું થઈ રહ્યું છે?
Trending Photos
Live In Relationship: આજના સમયમાં ઘણા કપલ એવા હોય છે જે લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હોય છે અથવા તો ડેટિંગ પછી લિવ ઈન રિલેશનશીપમાં રહેવાનું પ્લાનિંગ કરતા હોય છે. જ્યારે બે લોકો લગ્ન વિના એકબીજાની સાથે રહે છે તો ઘણી બધી સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. આ હકીકતથી અજાણ કપલના લિવ ઈન રિલેશનશીપનો અંત ખરાબ પણ આવે છે. દરેક સંબંધમાં જે રીતે ઉતાર ચઢાવ આવે છે તે રીતે લિવ ઈન રિલેશનશીપમાં રહેતા કપલ વચ્ચે પણ થાય છે. આવી સ્થિતિમાં તેઓ સમજી નથી શકતા કે શું થઈ રહ્યું છે?
લગ્ન પહેલા એકબીજાની સાથે રહેવાનો નિર્ણય કરો તે પહેલા કપલે કેટલીક બાબતો વિશે જાણી લેવું જરૂરી છે. લિવ ઈન રિલેશનશીપ કપલની મેન્ટલ હેલ્થ, સોશિયલ લાઈફ અને આર્થિક સ્થિતિને પણ અસર કરે છે. જે રીતે દરેક વસ્તુના ફાયદા હોય છે તે રીતે તેના નુકસાન પણ હોય છે. આજે તમને લિવ ઈન રિલેશનશીપમાં રહેવાથી થતા ફાયદા અને નુકસાન વિશે જણાવીએ.
લિવ ઈન રિલેશનશીપમાં રહેવાના ફાયદા
- એકબીજાની સાથે રહેવાથી ઈમોશનલ સિક્યોરિટી અનુભવાય છે. જે મેન્ટલ હેલ્થ સુધારે છે.
- સાથે રહેવાથી ઘરના કામથી લઈને આર્થિક જવાબદારીઓ અડધી અડધી થઈ જાય છે જેના કારણે વ્યક્તિ હેલ્થી લાઇફ સ્ટાઇલ જીવી શકે છે.
- સાથે રહેવાથી પાર્ટનરને એકબીજાની આદતો, સ્વભાવ અને ખુબીઓને સારી રીતે સમજવાની તક મળે છે.
- જે લોકો લગ્નને લઈને સ્યોર નથી તેઓ લિવ ઈન રિલેશનશીપને સારો વિકલ્પ ગણે છે આ સમયે તેઓ સાથે રહીને નક્કી કરી શકે છે કે તે જીવનભર સાથે રહી શકશે કે નહીં
- લગ્નથી અલગ લિવ ઈન રિલેશનશીપમાં સ્વતંત્રતા વધારે મળે છે. જે વ્યક્તિને માનસિક રીતે વધારે રિલેક્સ બનાવે છે.
લિવ ઈન રિલેશનશીપના 5 સૌથી મોટા નુકસાન
- કાયદાકીય નિયમો અને સામાજિક રીત રિવાજના કારણે લિવ ઈન રિલેશનશીપમાં રહેતા કપલનું ભવિષ્ય ધુંધળુ હોય છે. તેઓ એકબીજાને ફ્યુચરને લઈને કમિટમેન્ટ કરી શકતા નથી તેથી સંબંધનું શું થાશે તેની ચિંતા હંમેશા રહે છે.
- પરિવારની પરંપરાઓ અને સામાજિક માન્યતાના કારણે લિવ ઈન રિલેશનશીપમાં રહેતા કપલને જોઈએ એટલો આદર પણ મળતો નથી. આ સ્થિતિ માનસિક સ્વાસ્થ્ય પર ગાઢ અસર કરે છે.
- કપલ ભલે લિવ ઈન રિલેશનશીપમાં લાંબો સમય રહે પરંતુ કમિટમેન્ટને લઈને ઇનસિક્યોરિટી હંમેશા રહે છે. કોઈ લેખિત કે કાયદાકીય સમજૂતી ન હોવાના કારણે સંબંધો અનિશ્ચિત રહે છે.
- લિવ ઈન રિલેશનશીપ માટે કોઈ કાનૂની સુરક્ષા ન હોવાથી આર્થિક બાબતોમાં મુશ્કેલીઓ થાય છે જ્યારે કપલ વચ્ચેના સંબંધો તૂટી જાય છે.
- લિવ ઈન રિલેશનશીપમાં રહેતા કપલને કાયદાકીય માન્યતાથી લઈને સામાજિક માન્યતા નથી મળતી. સમાજમાં લગ્ન કરી ચૂકેલા કપલની જેમ લિવ ઈન રિલેશનશીપમાં રહેતા કપલ રહી શકતા નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે