Viral Video: પક્ષીઓના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો સાપ, વારાફરતી બધાએ હાથ સાફ કરી લીધો, જુઓ વીડિયો

Birds Attacks one Snake: જ્યારે વાઈલ્ડ એનિમલ્સ સાથે જોડાયેલ વીડિયો સામે આવે છે ત્યારે અલગ પ્રકારનો જ ક્રેઝ જોવા મળે છે. હાલ આ સાપ અને પક્ષીઓના ટોળાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં લગભગ 8 પક્ષી પ્લાન બનાવીને સાપને ઘેરી લે છે અને પછી વારાફરતી તેના પર હુમલો કરવાનું શરૂ કરી દે છે.
 

Viral Video: પક્ષીઓના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો સાપ, વારાફરતી બધાએ હાથ સાફ કરી લીધો, જુઓ વીડિયો

Birds Attacks one Snake: ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયાનો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે જેના કારણે આપણને અવારનવાર નવાઈ પમાડનારા વીડિયો જોવા મળે છે. ક્યારેક સ્ટંટ વીડિયો તો ક્યારેક ડાન્સ વીડિયો તો ક્યારેક પ્રેન્ક વીડિયો પુષ્કળ પ્રમાણમાં અપલોડ કરવામાં આવે છે. પરંતુ જ્યારે વાઈલ્ડ એનિમલ્સ સાથે જોડાયેલ વીડિયો સામે આવે છે ત્યારે અલગ પ્રકારનો જ ક્રેઝ જોવા મળે છે. હાલ આ સાપ અને પક્ષીઓના ટોળાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં લગભગ 8 પક્ષી પ્લાન બનાવીને સાપને ઘેરી લે છે અને પછી વારાફરતી તેના પર હુમલો કરવાનું શરૂ કરી દે છે. સાપ અહીંયા પક્ષીઓની વચ્ચે ફસાયેલો જોવા મળે છે.

સાપ સામે પક્ષીઓના સમૂહે બાથ ભીડી

વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલમાં 8-10 પક્ષીઓએ પ્લાન બનાવીને સાપને ઘેરી લીધો. તે તેને કોઈ ચક્રવ્યૂહની જેમ ફસાવવાના પ્રયાસમાં લાગી ગયા. પછી વારાફરતી બધા પક્ષીઓએ એકલા સાપ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. કોઈ પક્ષી તેની ફેણ પર હુમલો કરી રહ્યું છે તો કોઈ તેની પૂંછડીને પકડીને ઢસડી રહ્યું છે. સાપ એકબાજુ સામનો કરતો તો બીજીબાજુ પક્ષી તેના પર હુમલો કરી દેતા. ઘણા સમય સુધી આ ખેલ ચાલતો રહ્યો. સાપ ગમે તેટલા પ્રયાસ છતાં પોતાની જાતને બચાવી શકતો નથી. 

 

સાપ અને પક્ષીઓની લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેને લેટેસ્ટ સાઈટીંગ્સ નામની યુ-ટ્યુબ ચેનલપર અપલોડ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે તેમાં નજારો જોવા મળી રહ્યો છે. તે સામાન્ય રીતે જોવા મળતો નથી. આ વીડિયોને 2.9 મિલિયનથી વધારે વખત જોવામાં આવ્યો છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news