White Hair: નાળિયેર તેલમાં 4 વસ્તુ મિક્સ કરી ઘરે જ બનાવો નેચરલ હેર ડાઈ, 15 મિનિટમાં મૂળમાંથી કાળા થઈ જશે સફેદ વાળ
White Hair: ઉંમર વધે તેની સાથે દરેક વ્યક્તિના વાળ સફેદ થાય જ છે. સફેદ વાળને કાળા કરવા માટે લોકો હેર કલર કે ડાઈનો ઉપયોગ કરે છે. સફેદ વાળને કાળા કરવા માટે તમે ઘરે પણ નેચરલ કલર તૈયાર કરી શકો છો.
Trending Photos
White Hair: સફેદ વાળને છુપાવવા માટે લોકો હેર કલર કે ડાઈનો ઉપયોગ કરે છે. લાંબા સમય સુધી વાળ પર કેમિકલ યુક્ત કલર કે ડાઈ લગાડવાથી આડઅસર જોવા મળે છે. કલરમાં રહેલા કેમિકલ વાળને ડેમેજ કરે છે અને તેના કારણે વાળ ખરવાનું પ્રમાણ પણ વધી જાય છે. તેનો અર્થ એવો પણ નથી કે તમે સફેદ વાળને કલર ન કરો. જો તમે સફેદ વાળને કાળા બનાવવા માંગો છો તો ઘરે નેચરલ ડાઈ તૈયાર કરી શકો છો. નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને આ હેર કલર બનાવી શકાય છે. આ હેર કલર નો ઉપયોગ કરશો તો વાળ મૂળમાંથી કાળા પણ થઈ જશે અને વાળને પોષણ પણ મળશે.
આ હેર કલરમાં એવી વસ્તુઓનો ઉપયોગ થયો છે જે વાળને નેચરલી કાળા બનાવે છે અને સાથે જ પોષણ પણ આપે છે. વાળ કાળા કરવા માટે આ કલરનો ઉપયોગ કરશો તો વાળ સોફ્ટ અને શાઈની પણ દેખાશે. આ કલર બનાવવા માટે નાળિયેર તેલમાં કેટલીક વસ્તુઓ ઉમેરવાની હોય છે.
નેચરલ હેર ડાઈ બનાવવા માટેની સામગ્રી
નાળિયેર તેલ એક વાટકી
કલોંજી બે ચમચી
ચાનો પાવડર ત્રણ ચમચી
કોફી પાવડર બે ચમચી
મહેંદી ત્રણ ચમચી
નેચરલ હેર ડાઈ બનાવવાની રીત
વાળને કાળા કરવા માટે ઘરે નેચરલ હેર ડાઈ બનાવવી હોય તો સૌથી પહેલા એક વાસણમાં એક ગ્લાસ પાણી ઉકાળો. તેમાં કોફી અને કલોંજીનો પાવડર ઉમેરી દો. પાંચ મિનિટ પછી મહેંદી પણ મિક્સ કરો. ત્યાર પછી આ પાણીમાં ચાનો પાવડર મિક્સ કરો. બધી જ વસ્તુને બરાબર ઉકાળીને ગેસ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દો. જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય તો તેમાં નાળિયેરનું તેલ મિક્સ કરો. નાળિયેરનું તેલ મિક્સ કરીને આ પેસ્ટને વાળમાં લગાવો. આ હેર ડાઈ તૈયાર કરવામાં 10 થી 15 મિનિટનો જ સમય લાગશે.
તૈયાર કરેલા મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો અને એક થી દોઢ કલાક સુધી રહેવા દો. ત્યાર પછી વાળને સાદા પાણીથી ધોઈ લો. જો વાળને શેમ્પુ કરવા હોય તો વાળ પર માઈલ્ડ શેમ્પૂનો જ ઉપયોગ કરવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે