અનેક યુવતીઓનું દિલ તૂટ્યું! મૂળ ગુજરાતી સિંગર દર્શન રાવલ આ યુવતી સાથે લગ્નના બંધનમાં બંધાયો!

Darshan Raval Wedding Pictures Viral: બોલિવૂડના જાણીતા ગાયક દર્શન રાવલે તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે સાત ફેરા લીધા છે. દર્શનના લગ્નની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

1/5
image

Darshan Raval Wedding Pictures Viral: ફેમસ સિંગર દર્શન રાવલે હાલમાં જ પોતાના લગ્નની તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં દર્શને તેની બેસ્ટ ફ્રેન્ડ ધરલ સુરેલિયા સાથે લગ્ન કર્યા છે. સિંગરે આ ખુશખબર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જ્યાં તેણે તેના લગ્નની તસવીરો પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, 'માય બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર.' આ પોસ્ટ પછી તેના ફેન્સને ખૂબ જ સરપ્રાઈઝ મળી ગયું હતું કારણ કે કોઈને પણ દર્શનના લગ્ન વિશે ખબર નહોતી,  

દૂલ્હા-દુલ્હનની તસવીરો થઈ વાઈરલ

2/5
image

લગ્નના આ ખાસ અવસર પર દર્શન અને તેની પત્ની ધરલ સુરેલિયા બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. ધરલ સુરેલિયાએ લાલ રંગનો લહેંગા પહેર્યો હતો, જેને ભવ્ય ભરતકામથી શણગારવામાં આવ્યો હતો. તેણે બ્રાઈડલ જ્વેલરી, લાઇટ મેકઅપ અને સુંદર હેરસ્ટાઈલ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો.   

3/5
image

ખાસ વાત એ છે કે ધરલ સુરેલિયા બે દુપટ્ટા પહેર્યા હતા, જેમાંથી એક તેના માથા પર અને બીજો તેના ખભા પર રાખવામાં આવ્યો હતો. દર્શન રાવલે આઈવરી ટોન્ડ ચિકનકારી શેરવાનીમાં ખૂબ જ સ્માર્ટ લાગતો હતો, જે તેણે મેચિંગ પેન્ટ અને શાલ સાથે પહેર્યો હતો.

કોણ છે દર્શનની પત્ની ધરલ સુરેલિયા?

4/5
image

હવે વાત કરીએ દર્શન રાવલની પત્ની ધરલ સુરેલિયાની તે પ્રોફેશનલ આર્કિટેક્ટ અને ડિઝાઇનર છે. ધરલે પોતાનો અભ્યાસ બેબસન કોલેજમાંથી કર્યો છે અને ત્યારબાદ તેમણે  એન્ટરપ્રેન્યોરશિપમાં M.Sc ડિગ્રી મેળવી. તે બટર કોન્સેપ્ટ્સ નામની ડિઝાઇન ફર્મના સંસ્થાપક પણ છે. તેમના વ્યાવસાયિક જીવન વિશેની માહિતી તેમની LinkedIn પ્રોફાઇલ પરથી મળે છે, જ્યાં તેમણે પોતાની જાતને એક સફળ ઉદ્યોગસાહસિક તરીકે રજૂ કરી છે.

દર્શનને મળી રહ્યા છે અભિનંદન

5/5
image

દર્શન રાવલના લગ્નના સમાચાર બાદ સોશિયલ મીડિયા પર તેના ચાહકો અને શુભેચ્છકો તરફથી અભિનંદનનું પૂર આવ્યું છે. દર્શનનો અવાજ અને તેના ગીતો હંમેશા લોકોમાં લોકપ્રિય રહ્યા છે. તેમને બોલિવૂડના સૌથી પ્રિય ગાયકોમાંથી એક ગણવામાં આવે છે, જેમણે પોતાના અવાજથી ઘણા હિટ ગીતો આપ્યા છે. તેમના પ્રખ્યાત ગીતોમાં 'પ્રેમ રતન ધન પાયો'નું 'જબ તુમ ચાહો', 'તેરા સુરૂર'નું 'મૈં વો ચાંદ', 'સનમ તેરી કસમ'નું 'ખેંચ મેરી ફોટો', 'લવયાત્રી'નું 'છોગાડા' અને 'દિલ જુલાહા'નો સમાવેશ થાય છે.