કોરોનાને WHOએ જાહેર કર્યો મહામારી, વિદેશથી ભારત આવનારના વીઝા સસ્પેન્ડ

સરકારે તે પણ કહ્યું કે, ભારતીય નાગરિકોને ભારપૂર્વક તે સલાહ આપવામાં આવે છે કે બિનજરૂરી વિદેશ યાત્રા ન કરે. જો તે ક્યાંયથી યાત્રા કરીને પરત ફરશે તો તેને ઓછામાં ઓછા 14 દિવસ સુધી લોકોથી અલગ રાખી શકાય છે. 
 

 કોરોનાને WHOએ જાહેર કર્યો મહામારી, વિદેશથી ભારત આવનારના વીઝા સસ્પેન્ડ

નવી દિલ્હીઃ ચીન, ઈરાન અને ઇટાલીમાં મહામારી બનેલા કોરોના વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ મહામારી જાહેર કરી દીધો છે. ભારતમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને વિદેશથી આવતા લોકોના વીઝા 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રતિબંધથી રાજદ્વારીઓ, અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના કર્મચારીઓને છૂટ મળશે. આ પ્રતિબંધ 13 માર્ચ 2020થી લાગૂ થશે. 

સરકારે તે પણ કહ્યું કે, ભારતીય નાગરિકોને ભારપૂર્વક તે સલાહ આપવામાં આવે છે કે બિનજરૂરી વિદેશ યાત્રા ન કરે. જો તે ક્યાંયથી યાત્રા કરીને પરત ફરશે તો તેને ઓછામાં ઓછા 14 દિવસ સુધી લોકોથી અલગ રાખી શકાય છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે, 'અમારા મૂલ્યાંકન પ્રમાણે COVID-19 હવે મહામારી બની ચુક્યો છે. સ્વાસ્થ્ય સંગઠન વિશ્વમાં ફેલાઇ રહેલા આ વાયરસની સક્રિયતાથી ચિંતિત છે. આ ખતરનાક સ્તર પર પહોંચી ગયો છે.'

— ANI (@ANI) March 11, 2020

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે COVID-19 વાયરસનો ફેલાવો ખુબ ઝડપથી થઈ રહ્યો છે. પ્રભાવિત દેશોની સંખ્યા 3 ગણી વધી રહી છે. વિશ્વભરમાં કોરોના વાયરસના ચેપના કુલ 118,000 મામલા સામે આવી ચુક્યા છે. 114 દેશોમાં કોરોના વાયરસ ફેલાયો છે. આ વાયરસને કારણે કુલ 4291 લોકોના મોત થયા છે. હજારો લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે જીવી રહ્યાં છે. કોરોના વાયરસની મહામારીને કોઈ દેશ સરળતાથી ન લે. તે ખતરનાક સ્તરે પહોંચી ગયો છે, તેના પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news