UPSC ફાઇનલમાં ગુજરાતીઓનો જલવો! ગુજરાતના 25 વિદ્યાર્થીઓ પાસ થયા, સૌથી વધુ પાટીદાર

UPSC Civil Services Result: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC CSE) 2023નું અંતિમ પરિણામ  16 એપ્રિલ 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. UPSC એ તેની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાહેર સૂચના દ્વારા પરિણામોની જાહેરાત કરી છે. ફાઈનલમાં ગુજરાતના 25 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

UPSC ફાઇનલમાં ગુજરાતીઓનો જલવો! ગુજરાતના 25 વિદ્યાર્થીઓ પાસ થયા, સૌથી વધુ પાટીદાર

UPSC Civil Services Result: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC CSE) 2023નું અંતિમ પરિણામ 16 એપ્રિલ 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. UPSC એ તેની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાહેર સૂચના દ્વારા પરિણામોની જાહેરાત કરી છે. ફાઈનલમાં ગુજરાતના 25 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જી હા...જનરલ કેટેગરીમાં 347 ઉમેદવારો પાસ થયા છે. જ્યારે EWSના 115 ઉમેદવારો પાસ થયા છે. કુલ 1016 ઉમેદવારમાંથી કુલ 25 ગુજરાતી ઉમેદવારો UPSC ક્લિયર કરવામાં સફળ થયા છે. આ 25 ગુજરાતીઓમાંથી 5 યુવતી યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહી છે. જેમાં ઠાકુર અંજલિ અજય, ઝા સમીક્ષા, કંચન મનિષભાઈ ગોહિલ, ઘાંચી ગઝાલા, અને મીણા માનસીનો સમાવેશ થાય છે.

આ વખતે આદિત્ય શ્રીવાસ્તવે સિવિલ સર્વિસની પરીક્ષામાં ટોપ કર્યું છે. અનિમેષ પ્રધાન બીજા સ્થાને છે જ્યારે દોનુરુ અનન્યા રેડ્ડી ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાન પર પીકે સિદ્ધાર્થ રામકુમાર અને પાંચમું સ્થાન રુહાનીએ મેળવ્યું હતું. સત્તાવાર વેબસાઇટ પર મળેલી માહિતી અનુસાર કુલ 1016 ઉમેદવારોની ફાઈનલ પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 347 જનરલ કેટેગરીના, 115 EWS, 303 OBC, 165 SC અને 86 ST છે. 

ઉલ્લેખનીય છે કે, UPSC સિવિલ સર્વિસ પ્રિલિમ્સની પરીક્ષા 28 મેના રોજ યોજાઈ હતી. પ્રિલિમ્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજી હતી.  પછી, મેન્સનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. મેન્સ માટે પર્સનાલિટી ટેસ્ટ 2 જાન્યુઆરીથી 9 એપ્રિલની વચ્ચે હાથ ધરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A અને Bમાં નિમણૂક માટે લેખિત પરીક્ષા અને વ્યક્તિત્વ પરીક્ષણના આધારે અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે જે ઉમેદવારોએ સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી છે તેમની UPSC દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં 1,105 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભરતી દ્વારા ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય મહેસૂલ સેવા (IRS) અને અન્ય કેન્દ્રીય સેવાઓ અને પોસ્ટ્સ પર નિમણૂકો કરવામાં આવશે.

ZEE 24 કલાક સાથે કંચનબેન ગોહિલની ખાસ વાત 
UPSCના પરિણામ જાહેર થઇ ચુક્યા છે. જેમાંથી ગુજરાતના એક ઉમેદવાર પાસ થયા છે ત્યારે જે પૈકીના એક ઉમેદવાર કંચન ગોહિલ છે જે મૂળ ગીર સોમનાથના કોડીનારના છે. જેમની સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી. UPSC પાસ કરનાર કંચન ગોહિલે જણાવ્યું હતું કે UPSC પાસ કરવા માટે યોગ્ય દિશા યોગ્ય મહેનત કરવામાં આવે તો પાસ કરી ઘણું સહેલું છે અને ગુજરાતી વિષય સાથે પણ પાસ થઇ શકાય છે અને ઉમેદવારની ખાસ માનસિક તંદુસ્તરી હોવી જરૂરી છે ત્યારે કંચન ગોહિલ એ UPSC પાસ થવાનો મુખ્ય શ્રેયઃ પોતાના પિતાને આપ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news