દેશના લોકપ્રિય મુખ્યમંત્રીઓનું લિસ્ટ જાહેર : નંબર 1 નામ ચોંકાવી દે તેવું, ગુજરાતના ભુપેન્દ્ર પટેલ કયા નંબરે?

CM Popularity Survey : કયા રાજ્યના મુખ્યમંત્રી સૌથી વધુ લોકપ્રિય છે તેના પર થયેલા એક સરવેમાં ચોંકાવનારા નામ સામે આવ્યા છે

દેશના લોકપ્રિય મુખ્યમંત્રીઓનું લિસ્ટ જાહેર : નંબર 1 નામ ચોંકાવી દે તેવું, ગુજરાતના ભુપેન્દ્ર પટેલ કયા નંબરે?

who is the most popular chief minister : દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓની લોકપ્રિયતાને લઈને હાલમા જ એક રસપ્રદ સરવે કરવામાં આવ્યો. આ સર્વેક્ષણનું પરિણામ પણ રસપ્રદ છે. હાલમાં જ કરાયેલા એક સરવેમાં ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીઓમાં બીજા નંબર પર છે. તો ત્રીજા નંબર પર આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા છે. જોકે, આ સરવેમાં પ્રથમ નંબર પર આવેલું નામ ચોંકાવી દે તેવું છે. 

નવીન પટ્ટનાયક નંબર વન
રાજ્યોના મુખ્યમંત્રીઓના કામના આકલન પર કરાયો હતો. આ સરવેનો હેતુ મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા અને સ્વીકાર્યતાનું આકલન કરવાનું હતું, જેના રસપ્રદ પરિણામો સામે આવ્યા છે. સરવે અનુસાર, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટ્ટનાયક 52.7 ટકાની લોકપ્રિયતા રેટિંગથી પહેલા નંબર છે. ત્રિપુરાના મુખ્યમંત્રી ડો.માણિક સાહાએ તમામ મુખ્યમંત્રીઓમા રેટિંગના મામલે ટોપ 5 માં સ્થાન બનાવ્યું છે. તો બાકીના નંબર પર કોણ કોણ છે તે જોઈ લઈએ.

  • પ્રથમ નંબર - ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટ્ટનાયક - 52.7 ટકા 
  • બીજો નંબર - યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ - 51.3 ટકા
  • ત્રીજો નંબર - આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા - 48.6 ટકા
  • ચોથો નંબર - ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ - 42.6 ટકા
  • પાંચમો નંબર - ત્રિપુરાના મુખ્યમંત્રી ડો.માણિક સાહા - 41.4 ટકા 

લોકોના સૂચનો
સરવે બાદ, ત્રિપુરાના એક સ્થાનિક નિવાસી અને વ્યવસાયીએ મુખ્યમંત્રી સાહાની પ્રશંસા કરતા કહ્યું કે, મુખ્યમંત્રી સાહા ઈમાનદાર છે અને હંમેશા જમીની સ્તર પર રહીને કાર્ય કરે છે. કોઈ પણ પ્રકારની સમસ્યા ઉકેલવા માટે તેઓ હંમેશા તત્પર રહે છે. નોંધનીય છે કે, માર્ચ 2023માં દંત ચિકિત્સક બનેલા-ભાજપના નેતા માણિક સાહા જેમણે પક્ષને ત્રિપુરામાં સત્તા પર પહોંચાડ્યો હતો તેમણે સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભાજપને જીત અપાવનાર માણિક સાહા ડેન્ટલ સર્જન છે જે 2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમને 2020માં રાજ્ય પક્ષના વડા બનાવવામાં આવ્યા હતા અને માર્ચ 2022 માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news