કેરી લાવતાં પત્ની વિરૂદ્ધ ધરણાં પર બેસ્યા હતા શાસ્રીજી, જાણો 2 રોચક કિસ્સા

Lal Bahadur Shastri: તેમની ઇમાનદારી, સારા ઇરાદા અને સ્વાભિમાની છબિના લીધે વિપક્ષી પાર્ટીઓ પણ તેમને સન્માનની નજરે જોતી હતી અને આજે પણ સન્માન આપે છે. લાલ બહાદુર શાસ્ત્રી એક એવા વ્યક્તિ હતા, જે પોતાની સાદગી અને દેશભક્તિના દમ પર પ્રધાનમંત્રી બન્યા. 

કેરી લાવતાં પત્ની વિરૂદ્ધ ધરણાં પર બેસ્યા હતા શાસ્રીજી, જાણો 2 રોચક કિસ્સા

Lal Bahadur Shastri: 2 ઓક્ટોબરના રોજ આપણે બધા ગાંધી જયંતિના રૂપમાં ઉજવીએ છીએ, પરંતુ આ દિવસે આપણા બીજા પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીજીની પણ જન્મ જયંતિ છે. તે પોતાના કાર્યકાળ દરમિયાન દેશને ઘણા સંકટોમાંથી બહાર કાઢી વિકાસના માર્ગે લઇ ગયા. તેમની ઇમાનદારી, સારા ઇરાદા અને સ્વાભિમાની છબિના લીધે વિપક્ષી પાર્ટીઓ પણ તેમને સન્માનની નજરે જોતી હતી અને આજે પણ સન્માન આપે છે. લાલ બહાદુર શાસ્ત્રી એક એવા વ્યક્તિ હતા, જે પોતાની સાદગી અને દેશભક્તિના દમ પર પ્રધાનમંત્રી બન્યા. 

એવા જ ઘણા બીજા કિસ્સા છે, જે શાસ્ત્રી સાથે જોડાયેલા છે

1. જય જવાન જય કિસાનની કહાની
1964 માં જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી દેશના પ્રધાનમંત્રી બન્યા, ત્યારે દેશમાં ખાણીપીણીની વસ્તુઓ વિદેશોથી આયાત કરવામાં આવતી હતી. તે સમયે દેશ PL-480 સ્કીમ અંતગર્ત નોર્થ અમેરિકા પર અનાજ પર નિર્ભર હતો. પરંતુ 1965 માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયા બાદ દેશમાં ભયંકર દુકાળ પડ્યો હતો. આ સ્થિતિમાંથી બહાર નિકળવા માટે શાસ્ત્રીજીએ દેશવાસીઓને એક દિવસનો ઉપવાસ રાખવાનો અનુરોધ કર્યો હતો અને આપણને 'જય જવાન જય કિસાન' નો નારો આપ્યો.  

2. 9 વર્ષ જેલમાં રહ્યા
દેશની આઝાદીની લડાઇ દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રીને પહેલીવાર 17 વર્ષની ઉંમરમાં સહયોગ આંદોલન અંતગર્ત જેલ જવું પડ્યું, પરંતુ તે સમયે તે સગીર હતા એટલા માટે તેમને છોડી દેવામાં આવ્યા. ત્યારબાદ 1930 માં સવિનય અવજ્ઞા આંદોલન અંતગર્ત અઢી વર્ષ માટે જેલ ગયા. પછી 1940 અને 1941 થી માંડીને 1946 વચ્ચે જેલ જવું પડ્યું. આ પ્રકારે તે નવ વર્ષ સુધી જેલમાં રહ્યા. 

3. કેરીઓ લાવતાં પત્નીની વિરૂદ્ધ થઇ ગયા હતા
લાલ બહાદુર શાસ્ત્રીનું વ્યક્તિત્વ ખૂબ જ ઇમાનદાર અને દેશભક્તિથી ભરેલું હતું. જ્યારે સ્વતંત્રતાની લડાઇ દરમિયાન તે જેલમાં હતા, તો તેમની પત્ની કોઇ પ્રકારે છુપાવીને તેમના માટે બે કેરી જેલમાં ગયા હતા. તેના પર તેમણે નારાજગી વ્યક્ત કરતાં પોતાની પત્ની વિરૂદ્ધ ધરણા આપ્યા હતા. શાસ્ત્રીજીનું માનવું હતું કે જેલમાં કેદી જો બહારની વસ્તુઓ ખાય છે તો તે કાયદાની અવગણના છે. એટલા માટે તેમણે પોતાની પત્નીનો વિરોધ કર્યો. એટલું જ નહી એકવાર તેમણે જેલમાંથી બિમાર પુત્રીને મળવા માટે 15 દિવસની પેરોલ આપવામાં આવી હતી, પરંતુ તેમની પુત્રીએ તેમની પેરોલ અવધિ પુરી થતાં પહેલાં જ દુનિયાને અલવિદા કહી દીધું તો અવધિ પુરી થતાં પહેલાં જ જેલ પરત જતા રહ્યા. 

4. નાત જાત અને દહેશ પ્રથાના વિરોધી હતા
નાત જાત વિરૂદ્ધ હોવાથી શાસ્ત્રીજીએ ક્યારેય સરનેમ લગાવી નહી. શાસ્ત્રી તેમની ઉપાધિ હતી. જે તેમને કાશી વિદ્યાપીઠમાંથી અભ્યાસ કર્યા બાદ મળી હતી. આ ઉપરાંત તેમણે લગ્નમાં દહેજ લેવાની ના પાડી દીધી હતી . તેમના સાસરીયાએ ખૂબ દબાણ કરતાં તેમનું માન રાખતાં તેમણે કેટલાક મીટર ખાદી લીધી હતી. 

5. મહિલાઓને ટ્રાંસપોર્ટ સેક્ટર સાથે જોડી
લાલ બહાદુર શાસ્ત્રીએ મહિલાઓને રોજગાર આપવાનું પણ કામ કર્યું. ટ્રાંસપોર્ટ મિનિસ્ટરના કાર્યકાળ દરમિયાન તેમણે સૌથી પહેલાં મહિલાઓને ટ્રાંસપોર્ટ સેક્ટર સાથે જોડી. તેમણે કંડક્ટર તરીકે લાવવાની પહેલ કરી. આ ઉપરાંત પ્રદર્શનકારીઓને હટાવવા માટે તેમણે જ લાઠીચાર્જના બદલે તેમના પર પાણીનો છંટકાવ કરવાની સલાહ આપી. 

તમને જણાવી દઇએ કે 1965 માં જ્યારે તે પાકિસ્તાન સાથે કરાર પત્ર હસ્તાક્ષર કરવા માટે તાશકંદ ગયા તો તેના એક દિવસ બાદ એટલે કે 11 જાન્યુઆરીના રોજ હાર્ટ એટેકના સમાચાર આવ્યા અને તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. જોકે તેમના મોત પર આજે પણ એક શંકા છે, જેના લીધે તેમના પરિવારને તેમન મોત સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ સાર્વજનિક કરવાની માંગ સરકાર પાસે કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news