ગુજરાતના પડોશી રાજ્યમાં ભાજપને આવશે ટેન્શન, લેવાયો મોટો નિર્ણય

લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહાવિકાસ અઘાડીએ લોકસભામાં મળેલી જીત બાદ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. જ્યાં શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌવ્હાણે એનડીએ ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. 
 

ગુજરાતના પડોશી રાજ્યમાં ભાજપને આવશે ટેન્શન, લેવાયો મોટો નિર્ણય

મુંબઈઃ લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. જેમાં મહાવિકાસ અઘાડીએ લોકસભામાં શાનદાર સફળતા પછી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી અને મોટી જાહેરાત કરી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી એકસાથે મજબૂતાઈથી વિધાનસભાની ચૂંટણી લડશે કેમ કે તેમની લડાઈ બંધારણને બચાવવાની છે ત્યારે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનું શું પરિણામ રહ્યું?. મહાવિકાસ અઘાડીના નેતાઓએ બેઠકમાં શું કહ્યું? જોઈશું આ રિપોર્ટમાં....

લોકસભાની ચૂંટણીના પરિણામો દેશમાં ઈન્ડિયા ગઠબંધન માટે સારા સમાચાર લઈને આવ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ બાદ સૌથી મોટી સફળતા ગઠબંધનને મહારાષ્ટ્રમાં મળી છે. ઈન્ડિયા ગઠબંધને મહારાષ્ટ્રની 48માંથી 31 બેઠકો જીતી લીધી છે. જેમાં કોંગ્રેસે સૌથી વધુ 13 બેઠકો જીતી તો ઉદ્ધવ જૂથની શિવસેનાએ 9 બેઠકો જીતી. શરદ પવારની એનસીપીએ 8 બેઠકો જીતી લીધી. અપક્ષ ઉમેદવારે જીત બાદ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યુ હતું. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ગઠબંધન કરતાં વધુ બેઠકો મેળવ્યા પછી મહાવિકાસ અઘાડીના નેતાઓએની વાયબી ચવ્હાણ સેન્ટરમાં બેઠક ચોજાઈ. જેમાં કોંગ્રેસ, ઉદ્ધવ જૂથની શિવસેના અને શરદ પવારની એનસીપીના નેતાઓએ ભાગ લીધો. જેમાં તેમણે એકમતે વિધાનસભાની ચૂંટણીમાં એકસાથે લડવાનો હુંકાર કર્યો.

પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે હું પ્રધાનમંત્રી મોદીનો આભાર માનું છું. કેમ કે જ્યાં-જ્યાં તેમણે રોડ શો અને રેલીઓ કરી તે તમામ જગ્યા પર મહાવિકાસ અઘાડીની જીત થઈ છે. આથી હું પીએમ મોદીનો આભાર માનવામાં મારું કર્તવ્ય સમજું છું. આવનારી વિધાનસભામાં PM મોદીની વધુમાં વધુ રેલીઓ થવી જોઈએ. જેથી અમે PM મોદીના કારણે સ્પષ્ટ બહુમત તરફ આગળ વધતા રહીએ.

આ વર્ષે યોજાવાની વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે પણ મોટો પડકાર બનવાની છે કેમ કે NDA ગઠબંધનનું મહારાષ્ટ્રમાં પરફોર્મન્સ નબળું રહ્યું છે. અજીત પવારને સાથે રાખવાથી પણ પક્ષને કોઈ ફાયદો થયો નથી અને જો વિધાનસભાની ચૂંટણીમાં અજીત પવારની એનસીપી, એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ સાથે આવશે તો બેઠક ફાળવણીમાં પણ મોટી મડાગાંઠ સર્જાશે તે નક્કી છે.

આર્થિક નગરી તરીકે જાણીતા મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે 2019માં આવેલા પરિણામો પર નજર કરીએ તો ભાજપને સૌથી વધુ 105 બેઠકો મળી હતી. શિવસેનાને 56 બેઠકો મળી હતી. એનસીપીના ખાતામાં 54 બેઠકો આવી હતી. તો કોંગ્રેસના ફાળે 44 બેઠકો આવી હતી. અન્યના ખાતામાં 13 બેઠકો મળી હતી. બહુજન વિકાસ અઘાડીને 3 બેઠકો મળી હતી. AIMIMને 2 બેઠકો મળી હતી. સમાજવાદી પાર્ટીના ખાતામાં 2, પ્રહર જનશક્તિ પાર્ટીને 2 બેઠક મળી હતી. અપક્ષના ખાતામાં 7 બેઠક આવી હતી.

લોકસભાની ચૂંટણીમાં શાનદાર સફળતા પછી મહાવિકાસ અઘાડીનો જુસ્સો સાતમા આસમાને છે. 2019માં અલગ-અલગ લડ્યા પછી ત્રણેય પાર્ટીઓએ સરકાર બનાવી હતી પરંતુ એકનાથ શિંદેએ બળવો કરતાં સરકાર ભાંગી પડી હતી. પરંતુ આ વખતે ત્રણેય પાર્ટીઓ સાથે રહીને મજબૂતાઈથી લડી રહી છે અને આ વખતે 288માંથી 185 બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે એ જોવાનું રહેશે કે મહારાષ્ટ્રની જનતા કઈ પાર્ટીને સત્તાનું સુકાન સોંપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news