T20 World Cup 2024: બાબરથી લઈ રિઝવાન...બધાનો કપાશે પગાર! પાકિસ્તાની ખેલાડીઓથી નારાજ છે PCB

Pakistan Team: પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં પહોંચી શકી નથી. પોતાની ટીમના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખૂબ જ કડક પગલાં લેવા જઈ રહ્યું છે. PCB પાકિસ્તાની ખેલાડીઓના પગારમાં ઘટાડો કરી શકે છે.

T20 World Cup 2024: બાબરથી લઈ રિઝવાન...બધાનો કપાશે પગાર! પાકિસ્તાની ખેલાડીઓથી નારાજ છે PCB

T20 World Cup 2024: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી અને તે સુપર 8માં જગ્યા બનાવી શકી નથી. પાકિસ્તાનની ટીમ આ પહેલા સુપર ઓવરમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA)ના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ તેને છ રનથી હરાવ્યું. પછી પાકિસ્તાને નિશ્ચિતપણે કેનેડાને 7 વિકેટે હરાવ્યું. પરંતુ યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચ ધોવાઈ જતાં તેમનું પત્તું કપાઈ ગયું હતું.

આયર્લેન્ડ સામેની મેચ ધોવાઈ જવાને કારણે અમેરિકન ટીમને 5 પોઈન્ટ મળ્યા અને તે આગલા રાઉન્ડમાં પહોંચી ગઈ. હવે જો પાકિસ્તાની ટીમ 16 જૂન (રવિવારે) આયર્લેન્ડ સામેની તેની છેલ્લી મેચ જીતે તો પણ તે માત્ર 4 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. જો કે, તે મેચ પણ ધોવાઈ જવાની સંભાવના છે.

PAK ખેલાડીઓના પગારમાં થશે કાપ!
પોતાની ટીમના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ખૂબ જ કડક પગલાં લેવા જઈ રહ્યું છે. PCB ખેલાડીઓના પગારમાં ઘટાડો કરી શકે છે. બોર્ડના વિશ્વસનીય સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે કેટલાક અધિકારીઓ અને ભૂતપૂર્વ ખેલાડીઓએ પીસીબી અધ્યક્ષ મોહસિન નકવીને કેન્દ્રીય કરારની સમીક્ષા કરવાની સલાહ આપી છે.

સૂત્રોએ કહ્યું, 'જો પીસીબી અધ્યક્ષ ટીમના ખરાબ પ્રદર્શન પર કડક વલણ અપનાવે છે, તો ખેલાડીઓના કેન્દ્રીય કરારની સમીક્ષા કરવામાં આવી શકે છે અને તેમના પગારમાં કાપ મુકવામાં આવી શકે છે.' T20 વર્લ્ડ કપમાંથી પાકિસ્તાની ટીમની વહેલી બહાર નીકળી જવાને ટીમની અંદરના જૂથવાદ અને નિર્ણાયક ક્ષણોમાં વરિષ્ઠ ખેલાડીઓના નબળા પ્રદર્શનને જવાબદાર ઠેરવવામાં આવે છે.

શાહીન શાહ આફ્રિદી સુકાનીપદ ગુમાવવાથી અને બાબર જરૂર પડ્યે તેમનું સમર્થન ના કરતા નારાજ છે, જ્યારે મોહમ્મદ રિઝવાન સુકાનીપદ માટે વિચારણા ન થવાથી નાખુશ છે. સૂત્રોએ કહ્યું, 'ટીમમાં ત્રણ જૂથ છે. એક કેમ્પનું નેતૃત્વ બાબર આઝમ કરી રહ્યા છે, બીજા કેમ્પનું નેતૃત્વ શાહીન અને ત્રીજા કેમ્પનું નેતૃત્વ રિઝવાન કરી રહ્યો છે. આ બધાની વચ્ચે મોહમ્મદ આમિર અને ઈમાદ વસીમ જેવા સિનિયર ખેલાડીઓની વાપસીથી ટીમની સ્થિતિ ખરાબ થઈ ગઈ.

પાકિસ્તાની ખેલાડીઓને કેટલો મળે છે પગાર?
બાબર આઝમ, શાહીન આફ્રિદી અને મોહમ્મદ રિઝવાન PCBના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ગ્રેડ-Aમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમાંથી દરેકનો માસિક પગાર 13.53 લાખ રૂપિયા છે. ગ્રેડ-બીમાં શાદાબ ખાન, ફખર જમાન, હારીસ રઉફ અને નસીમ શાહ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેઓ દર મહિને લગભગ 9 લાખ રૂપિયા કમાય છે.

ગ્રેડ C અને Dમાં ખેલાડીઓનો માસિક પગાર રૂ. 2.25 થી રૂ. 4.5 લાખની વચ્ચે હોય છે. ઈમાદ વસીમને ગ્રેડ સીમાં જ્યારે ઈફ્તિખાર અહેમદ, હસન અલી અને સામ અયુબને ડી ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. આ સિવાય ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે ફિક્સ મેચ ફી પણ મળે છે.

T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનની ટીમ: 
બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર ઝમાન, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સામ અયુબ, શાદાબ ખાન , શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન ખાન.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news