મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરેના નામ પર કોંગ્રેસ-NCPની સહમતી: શરદ પવાર

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. મુંબઈમાં આજે નહેરુ સેન્ટરમાં કોંગ્રેસ-NCP અને શિવસેના વચ્ચે બેઠક પણ યોજાઈ. બેઠક બાદ એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે લીડરશીપને લઈને ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતી બની છે.

મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરેના નામ પર કોંગ્રેસ-NCPની સહમતી: શરદ પવાર

મુંબઈ:મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. મુંબઈમાં આજે નહેરુ સેન્ટરમાં કોંગ્રેસ-NCP અને શિવસેના વચ્ચે બેઠક પણ યોજાઈ. બેઠક બાદ એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે લીડરશીપને લઈને ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ બની છે. ત્રણેય પાર્ટીઓના નેતાઓ વચ્ચે દોઢ કલાકથી પણ વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી. બેઠકમાં સીએમ પદને લઈને સામાન્ય સહમતી જરૂર બની છે. પરંતુ હજુ ઔપચારિક જાહેરાત બાકી છે. બેઠક બાદ એનસીપી ચીફ શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી મુખ્યમંત્રી પદની વાત છે તો તેમાં કોઈ બેમત નથી. ઉદ્ધવ ઠાકરેએ જ લીડ કરવું જોઈએ. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર ચર્ચા ચાલુ છે. તેમણે જણાવ્યું કે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. 

પવારે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે પાસે જ આ સરકારની લીડરશીપ છે. શું એનસીપી અઢી વર્ષ માટે સીએમ પદ લેશે તો તેમણે જવાબ આપતા કહ્યું કે લીડરશીપનો ઈશ્યુ અમારી સામે પેન્ડિંગ છે જ નહીં. તેમણે વધુમાં કહ્યું કે શનિવારે એ અંગે નિર્ણય લેવાશે કે ગવર્નર પાસે ક્યારે જવું. 

આ બાજુ બેઠક બાદ શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે પહેલીવાર ત્રણેય પાર્ટીઓના નેતાઓ સાથે બેઠા છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર બનાવતા પહેલા કોઈ પણ એવો મુદ્દો ન હોય કે જેનો અમારી પાસે ઉકેલ ન હોય. તેમણે કહ્યું કે સકારાત્મક ચર્ચા થઈ અને તમામ મુદ્દાઓ પર વાત થઈ. 

ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના નિવેદનો પર ધ્યાન આપીએ તો સ્પષ્ટ થાય છે કે ત્રણેય પક્ષો વચ્ચે મુખ્યમંત્રીની ખુરશીને લઈને પેચ ફસાયેલો છે. કારણ કે શિવસેના તરફથી હજુ આ અંગે કોઈ નિવેદન અપાયું નથી. શિવસેનાને આ વખતે ચૂંટણીમાં 56 બેઠકો, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી છે. 

સેનાએ મુખ્યમંત્રી પદ માટે નવા નામ સૂચવ્યાં
શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેનું નામ મુખ્યમંત્રી પદના દાવેદારીમાં સામેલ ન થયા બાદ હવે પાર્ટીએ સુભાષ દેસાઈ અને એકનાથ શિંદેનું નામ પણ સૂચવ્યું છે. પરંતુ પાર્ટી સૂત્રોનું કહેવું છે કે એનસીપીએ આ નામો ફગાવી દીધા છે અને ભાર પૂર્વક કહ્યું છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી બને. 

જુઓ LIVE TV

પાર્ટીના એક સૂત્રએ આઈએએનએસને કહ્યું કે તેમને એક એવી વ્યક્તિ જોઈએ છે જે મહારાષ્ટ્ર ઉપરાંત રાજકારણમાં પણ લાભકારી સિદ્ધ થાય અને ઉદ્ધવ ઠાકરે મરાઠી સન્માન માટે દિલ્હીની કેન્દ્ર સરકાર સામે ઊભા રહી શકે છે. સત્તાના ફોર્મ્યુલા મુજબ મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પદ ઉપરાંત શિવસેનાના 15, એનસીપીના 15 અને કોંગ્રેસના 12 મંત્રી હશે. 

વિધાનસભા અધ્યક્ષનું પદ એનસીપી આપવા માંગતી નથી પરંતુ કોંગ્રેસને આ પદ પોતાના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ માટે જોઈએ છે. આ માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તર્ક આપ્યો કે તેમને એવો વિધાનસભા અધ્યક્ષ જોઈતો નથી જેણે વારંવાર પાર્ટી હાઈકમાન્ડ પાસે મંજૂરી લેવી પડે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news