Afghanistan Crisis: સર્વપક્ષીય બેઠકમાં સરકારે કહ્યું- અફઘાનિસ્તાનથી ભારતીયોને લાવવા એ સર્વોચ્ચ પ્રાથમિકતા

અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ પર ભારતની સતત નજર છે. ભારત તરફથી લગાતાર રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે આજે ભારત સરકારે સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે જાણકારી આપી તથા ત્યાં ચાલી રહેલા રેસ્ક્યૂ મિશન વિશે જણાવ્યું.

Afghanistan Crisis: સર્વપક્ષીય બેઠકમાં સરકારે કહ્યું- અફઘાનિસ્તાનથી ભારતીયોને લાવવા એ સર્વોચ્ચ પ્રાથમિકતા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ પર ભારતની સતત નજર છે. ભારત તરફથી લગાતાર રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે આજે ભારત સરકારે સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે જાણકારી આપી તથા ત્યાં ચાલી રહેલા રેસ્ક્યૂ મિશન વિશે જણાવ્યું. સરકારે કહ્યું કે જ્યાં સ્થિતિ 'ગંભીર' છે, ત્યાંથી ભારતીયોને બહાર કાઢવા એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 

વિદેશમંત્રી એસ જયશંકરે ગત સપ્તાહે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યાની પૃષ્ઠભૂમિમાં રાજકીય પક્ષોના નેતાઓને અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ વિશે જાણકારી આપી. બેઠકમાં જયશંકર ઉપરાંત રાજ્યસભાના નેતા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ તથા સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી પણ હાજર રહ્યા હતા. 

કેટલા લોકોએ ભારત પાસે માંગી મદદ
વિદેશમંત્રી એસ જયશંકરના નેતૃત્વમાં થયેલી બેઠકમાં વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલા દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં ભારત દ્વારા લોકોને બહાર કાઢવાની વાત જણાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના જણાવ્યાં મુજબ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી હેલ્પલાઈન પર અત્યાર સુધીમાં 15 હજાર લોકોએ સંપર્ક કર્યો અને મદદ માંગી છે. 

સરકારનું કહેવું છે કે હાલ સંપૂર્ણ ફોકસ અફઘાનિસ્તાનથી લોકોને કાઢવા પર છે. ભારતીય વાયુસેના અને અન્ય એરલાઈન્સની મદદથી લોકોને લાવવાનું કામ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતે દોહા કે દુશામ્બેના રસ્તે લોકોને દિલ્હી પહોંચાડ્યા છે. 

— ANI (@ANI) August 26, 2021

કેટલા લોકોને ભારત પાછા લાવવામાં આવ્યા?
ભારતથી અત્યાર સુધીમાં 800થી વધુ લોકોને પાછા લાવવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલા દૂતાવાસના લોકોને પાછા લવાયા. ત્યારબાદ હવે ભારતીય નાગરિકોને પાછા લાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુઓ, શીખોને પણ દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. 

ખાસ વાત એ છે કે ભારત ફક્ત પોતાના નાગરિકોને જ નહીં પરંતુ પાડોશી દેશો નેપાળ ઉપરાંત લેબનનના નાગરિકોને પણ સુરક્ષિત કાઢી લાવ્યું છે. જેમાથી કેટલાક લોકો ભારત સંલગ્ન પ્રોજેક્ટ્સ પર કામ કરતા હતા. ભારતે 16 ઓગસ્ટના રોજ પોતાના મિશન દેવી શક્તિની શરૂઆત 80 લોકોને પાછા લાવીને કરી હતી. 

ભારતની રણનીતિ શું હશે?
ભારત સરકારે સર્વપક્ષીય બેઠકમાં જાણકારી આપી છે કે દુનિયાની જેમ ભારત પણ તાલિબાનને લઈને હાલ વેઈટ અને વોચની ભૂમિકામાં છે. હાલ મુખ્ય ફોકસ લોકોને ત્યાંથી કાઢવા પર છે. આ ઉપરાંત અન્ય ચીજોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રાજકીય પક્ષોએ ભારત સરકારના પ્રયાસોના વખાણ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube   

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news