જો સેનાની બહાદુરીની જનતા પ્રશંસા કરે છે તો તેમા કોઇને શું વાંધો છે?: રાજનાથ સિંહ

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના પાંચમા તબક્કામાં પોતાનો મત આપ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને લખનઉ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર રાજનાથ સિંહએ કહ્યું કે, તેમની સામે કોઇ પડકરા નથી.

જો સેનાની બહાદુરીની જનતા પ્રશંસા કરે છે તો તેમા કોઇને શું વાંધો છે?: રાજનાથ સિંહ

લખનઉ: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના પાંચમા તબક્કામાં પોતાનો મત આપ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને લખનઉ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર રાજનાથ સિંહએ કહ્યું કે, તેમની સામે કોઇ પડકરા નથી. રાજનાથ સિંહએ આજે લખનઉમાં તેમના મતાધિકારીનો પ્રયોગ કર્યો. લખનઉ લોકસભા બેઠક પર રાજનાથ સિંહની સામે સપા-બસપા-આરએલડીથી પૂનમ સિન્હા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ત્યારે કોંગ્રેસે આ બેઠક પરથી આચાર્ય પ્રમોદ કૃષ્ણનને મેદાનમાં ઉતાર્યા છે.

રાજનાથ સિંહે Zee News સાથે વાત કરતા પૂનમ સિન્હાને લઇને કરેલા સવાલ પર કહ્યું કે, હું તેમના વિશે કોઇ પણ કોમેન્ટ કરવા ઇચ્છતો નથી. હું મુદ્દાના આધારથી ચૂંટણી લડુ છું. રાજનાથ સિંહએ કહ્યું કે મારી સામે કોઇ પડકાર નથી. બધી રાજકીય પાર્ટીઓ મેદાનમાં છે.

રાજનાથ સિંહે કહ્યું કે, સેનાનો ચૂંટણી દરમિયાન ઉપયોગ કરવો કોઇ સવાલ છે જ નહીં. પરંતુ જો સેનાની બહાદુરીની જનતા પ્રશંસા કરે છે તો તેમાં કોઇને શું વાંધો છે? આ વાત પર કેમ નારાજગી છે? કોઇપણ સરકારની જવાબદારી હોય છે, દેશમાં શું થઇ રહ્યું છે તે જનતાને જણાવવાનું.

રાજનાથ સિંહે કહ્યું કે, અમારી સરકાર પ્રતિ લોકોનો વિશ્વાસ વધ્યો છે. ભાજપ 2019માં શાનદાર જીત હાંસલ કરશે. અમે વિકાસ અને સુશાસનના મુદ્દે લડી રહ્યાં છે. આ વખતે સપા-બસપાનું સમીકરણ નહી ચાલે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news