આજે IIT-ભુવનેશ્વરનું ઉદ્ધાટન કરશે વડાપ્રધાન મોદી, 14 હજાર કરોડની ભેટ આપશે

વડાપ્રધાન મોદી જે યોજનાઓનો શુભારંભ કરશે તેમાં 3800 કરોડ રૂપિયાની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પારાદ્વીપ-હૈદરાબાદ પેટ્રોલિયમ ઉત્પાદન પાઇપલાઇનનો શિલાન્યાસ કરશે

આજે IIT-ભુવનેશ્વરનું ઉદ્ધાટન કરશે વડાપ્રધાન મોદી, 14 હજાર કરોડની ભેટ આપશે

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી આજે (24 ડિસેમ્બર) આઇઆઇટી ભુવનેશ્વરનું ઉદ્ધાટન કરશે.સાથે જ તેઓ ઓરિસ્સામાં 14, 523 કરોડ રૂપિયાનાં રોકાણની અન્ય અનેક યોજનાઓનો પણ શુભારંભ કરશે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના અનુસાર હાલનાં રોકાણ વડાપ્રધાનની પૂર્વોદય વિચારસરણી હેઠળ કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પર વિશેષ ધ્યાન આપવાની દિશામાં આગામી પગલું છે. પૂર્વોદયના માધ્યમથી સરકારનું લક્ષ્યાંક ઓરિસ્સા જેવા રાજ્યોનું ઝડપથી સામાજિક - આર્થિક વિકાસ કરવો અને તેને દેશનાં સૌથી વિકસિત રાજ્યોની બરાબર લાવવું. 

વડાપ્રધાન મોદી જે યોજનાઓનો શુભારંભ કરશે, તેમાં 3800 કરોડ રૂપિયાની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પારાદીપ- હૈદરાબાદ પેટ્રોલિયમ ઉત્પાદન પાઇપલાઇનનો શિલાન્સાય સકરશે. તે ઉપરાંત 3437 કરોડ રૂપિયાની બોકારોથી અંગુલની પાઇપલાઇન બિછાવવાની પાઇપલાઇન પણ યોજના છે. તે જગદીશપુર- હલ્દિયા અને બોકારો ધામરા પાઇપલાઇનોને જોડશે. વડાપ્રધાન મોદી બરહમપુરમાં 1583 કરોડ રૂપિયાનાં ખર્ચે સ્થાપિત થનારા ઇન્ડિયન ઇંસ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચની પણ આધારશીલા મુકશે.

તે ઉપરાંત મોદી રાષ્ટ્રીય રાજમાર્ગ-પાંચના  ચંડીખોલે- ભદરક ખંડ (1492 કરોડ રૂપિયા)ને 6 લેન કરવો, રાષ્ટ્રીય રાજમાર્ગ-42 કટક- અંગુલખંડ (1991 કરોડ રૂપિયા)ને ચાર લેન માર્ગ અને રાષ્ટ્રીય રાજમાર્ગ-પાંચનાં 132.14 કિલોમીટર લાંબા ભુવનેશ્વર - પુઇનટોલા ખંડનાં છ લેન માર્ગની સાથે ભુવનેશ્વરમાં ESIC હોસ્પિટલનું ઉદ્ધાટન પણ કરશે. ત્યાર બાદ મોદી, ખોરડામાં એક રેલીને પણ સંબોધિત કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news