Iit News

સુરત ન્યૂઝ: IITની ભેટ પર ખાસ રિપોર્ટ, ઉદ્યોગકારો નથી ચૂકવતા પાણીના 18 કરોડ
સુરતમાં ઉદ્યોગકારો પાણીના બાકી 18 કરોડ ચૂકવતા નથી. પાણીના ભાવ ડિફરન્સના બાકી રૂપિયા નથી ચૂકવ્યા. પાંડેસરા GIDCને મનપા પૂરું પાડે છે પાણી. નદીનું પાણી અપાય છે પ્રતિ કિલોલીટર ₹ 23ના ભાવે. ટ્રિટમેન્ટ કરેલું પાણી અપાય છે ₹ 28.58ના ભાવે. મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ આપી ચેતવણી. તાકીદે બાકી રૂપિયા નહીં ચૂકવાય તો કરાશે કાર્યવાહી. આ ઉપરાંત અન્ય ન્યૂઝમાં સુરતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીને કેન્દ્રીય મંત્રી મંડળે આપેલી મંજૂરી માટે સીએમ રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હદયપૂર્વક આભાર પ્રગટ કર્યો છે. વિજય રૂપાણીએ સુરતને રાષ્ટ્રીય ઇન્સ્ટિટ્યૂટ આપવા માટે પ્રધાન મંત્રી મોદી અને માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરને સમગ્ર રાજ્ય અને યુવા શકિત વતી આભાર માન્યો.
Feb 6,2020, 9:15 AM IST

Trending news