ઈમરાન ખાન 'જૂઠ્ઠા' સાબિત થયા, દરેક વાયદો બની રહ્યો છે 'ઠાલા વચન'
Trending Photos
પાકિસ્તાન: પાકિસ્તાનમાં ઈમરાન ખાનને જ્યારે પહેલીવાર ચૂંટણીમાં લીડ મળી હતી ત્યારે તેમણે પોતાના પહેલા સંબોધનમાં કહ્યું હતું કે અમે સામાન્ય નાગરિકોના હિતોની રક્ષા માટે સંકલ્પ લઈએ છીએ. ખાને એવું વચન આપ્યું હતું કે શાસનની અમારી શૈલી સંપૂર્ણ રીતે અલગ હશે. આવી શૈલી પહેલા ક્યારેય જોવા મળી નહીં હોય. અમે ગરીબ અને નીચલા વર્ગના લોકોની ભલાઈ માટે કામ કરીશું. પરંતુ જેવી વડાપ્રધાન પદની ખુરશી મળી કે ઈમરાન ખાનના પાકિસ્તાનના હાલાત આજે પણ પહેલા જેવા જ જોવા મળી રહ્યાં છે.
બે યુવતીઓ અને બે યુવકોના ગોળી મારી હત્યા
જ્યાં એક બાજુ ઈમરાન ખાન પાકિસ્તાનમાં મદીનાની જેમ કલ્યાણકારી રાજ્યની સ્થાપનાની વાત કરે છે ત્યાં બીજી બાજુ પાકિસ્તાનમાં ખોટી શાન માટે આજે પણ લોકોની હત્યા થઈ રહી છે. તાજો મામલો પેશાવરના ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના એક ગામનો છે. અહીં ખોટી શાન ખાતર બે યુવતીઓ અને બે યુવકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.
પોલીસના કહેવા મુજબ મૃતકોની ઉમર 18થી 21 વર્ષ વચ્ચે છે
કહેવાય છે કે તેઓ સંબંધમાં ભાઈ બહેન હતાં. પોલીસના જણાવ્યાં મુજબ મૃતકોની ઉંમર 18થી 21 વર્ષની વચ્ચે છે. પોલીસે હત્યાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે અન્યની તપાસ ચાલુ છે. પાકિસ્તાનમાં ખોટી શાનના નામે હત્યાઓ પર રોક લગાવવા માટેના કાયદાને લાગુ કર્યે એક વર્ષ વીતી ગયું છે પરંતુ રૂઢિવાદી પાકિસ્તાનમાં હજુ પણ યુવતીની તેના ઘરવાળાઓ દ્વારા હત્યા થવાનો સિલસિલો ચાલુ જ છે. આ અગાઉ કંદીલ બલોચની ગત વર્ષ જુલાઈમાં તેના ભાઈ દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે