2018માં Income Tax ના નિયમોમાં થયા અનેક પરિવર્તન, 2019 પહેલા જાણવું છે જરૂરી
જો તમે ખોટુ રિટર્ન ફાઇલ કર્યું છે તો 31 માર્ચ, 2019 પહેલા તેને ફાઇલ કરી લેવું ખુબ જ જરૂરી હતું
Trending Photos
નવી દિલ્હી : નાણાકીય વર્ષ 2018-19માં ઇનકમ ટેક્સનાં નિયમોમાં અનેક પરિવર્તન કરવામાં આવ્યા છે. નાણામંત્રી અરૂણ જેટલીએ 2018નું બજેટ રજુ કરતા નિયમોમાં થયેલા મોટા મોટા પરિવર્તનોની જાહેરાત કરી હતી. આ વર્ષે સ્ટાન્ડર્ટ ડિડક્શનને પણ ઇનકમ ટેક્સમાં સમાવવામાં આવ્યું છે. એટલા માટે જરૂરી છે કે નવા વર્ષ માટે પાઇનાન્શિયલ પ્લાનિંગ યોગ્ય રીતે કરવામાં આવે. જો તમે નવા નિયમો અંગે માહિતગાર હશો તો ટેક્સ બચાવવો સરળ બની જશે સાથે જ નિયમોનો ભંગ પણ નહી થાય. ઉપરાંત યોગ્ય સમયે રિટર્ન ફાઇલ કરીને તમે પેનલ્ટીથી પણ બચી શકો છો.
1. ઇન્કમ ટેક્સ રિટર્નમાં મોડુ
નવા વર્ષમાં ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં મોડુ થશે તો તમારે પેનલ્ટી ભરવી પડશે. પેનલ્ટી એક હજાર રૂપિયાથી માંડીને 10 હજાર રૂપિયા વચ્ચે હોઇ શકે છે.
2. ઇનકમ ટેક્સ રિટર્નમાં પરિવર્તન
જો ટેક્સ રિટર્ન ભરવામાં કોઇ પ્રકારની ભુલ થઇ હોય તો તેને તે જ નાણાકીય વર્ષમાં સુધારવું પડશે. એટલા માટે જો તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં ભુલ કરી છે તો 31 માર્ચ, 2019થી પહેલા તેને યોગ્ય કરી લેવી.
3. સીનિયર સીટિઝનને રાહત.
સીનિયર સીટિઝનને આવકવેરા કાયદાની કલમ 80 ટીટીબી હેઠળ વ્યાજથી થનારી 50 હજાર રૂપિયા સુધીની આવકમાં મુક્તિ મળે છે અને ટીડીએસ નથી કપાતું. આ પ્રકારે આવકવેરા વિભાગના રિટર્ન ભરતે સમયે તે વાતનું ધ્યાન રાખવામાં આવે શકે છે અને જો બેંકે આ રકમ કાપી લીધી હોય તો રિટર્ન ફાઇલ કરતા સમયે પરત મેળવી શકાય છે.
4. નેશનલ પેંશન સિસ્ટમ (NPS)માં મહત્વનાં પરિવર્તન કરવામાં આવ્યા છે. એનપીએસ વિડ્રોલને ટેક્સ ફ્રી કરી દેવામાં આવ્યા છે. જો કે તેના માટે જરૂરી છે કે બાકીના 40 ટકા રકમનો ઉપયોગ પેંશન લેવા માટે કરવામાં આવે. પહેલા તેના પર આંશિક રીતે ટેક્સ લાગતો હતો.
5. સ્ટાન્ડર્ડ ડિડક્શન
આ વર્ષે સરકારે ફરી એકવાર સ્ટાન્ડર્ડ ડિડક્શનની રજુઆત કરી છે. જો કે તેના બદલે મેડિકલ ખર્ચ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્ટ હટાવી દેવામાં આવ્યા છે. હવે તમે ટેક્સ રિટર્ન ભરતા સમયે 40 હજાર રૂપિયાનાંસ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ ઉઠાવી શકો છો.
6 સેસમાં વધારો
આવક પર સેસમાંઆ વર્ષે 1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા 3 ટકા સેસ લાગતો હતો. જ્યારે આ વર્ષે તેને વધારીને 4 ટકા કરી દેવામાં આવ્યો છે. સેસમાં થયેલા આ વધારાથી મળનારી રકમને શિક્ષણ અને સ્વાસ્થય માટે ખર્ચ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે