Corona Crisis: PM મોદીની ઉચ્ચસ્તરીય બેઠક, ઓક્સિજન અને દવાઓની સ્થિતિની સમીક્ષા કરી
દેશમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે પ્રધાનમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશમાં ઓક્સિજન અને દવાઓની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતા અને આપૂર્તિની સમીક્ષા માટે બુધવારે એક ઉચ્ચ સ્તરિય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીને તે જણાવવામાં આવ્યુ કે, કોવિડ-19 દર્દીઓને અપાતી દવાઓ પર સરકાર તરફથી સતત નજર રાખવામાં આવી રહી છે. આ સાથે પ્રધાનમંત્રીને બેઠક દરમિયાન જાણકારી આપવામાં આવી કે દવાઓનું ઉત્પાદન વધારવા માટે મંત્રી સતત દવા નિર્માતાઓની સાથે સંપર્કમાં છે અને જરૂરીયાત અનુસાર દરેક પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
પીએમ મોદીને દવાઓના વર્તમાન સ્ટોક વિશે જાણકારી આપવામાં આવી અને તે જણાવવામાં આવ્યું કે, રાજ્યોને મોટી સંખ્યામાં દવાઓ આપવામાં આવી રહી છે. ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીને જણાવવામા આવ્યું કે, છેલ્લા કેટલાક સપ્તાહ દરમિયાન રેમડેસિવિર સહિત કોવિડ-19માં ઉપયોગ થનારી અન્ય તમામ પ્રકારની દવાઓનું ઉત્પાદન ઝડપથી વધારવામાં આવ્યું છે.
Reviewed different aspects relating to the COVID-19 situation. This includes different sources of oxygen availability and the supply of medicines across the nation. https://t.co/fq164BKXr7
— Narendra Modi (@narendramodi) May 12, 2021
પીએમ મોદીએ કહ્યુ કે, ભારતનું દવા ક્ષેત્ર ખુબ ક્ષમતાવાન છે, તમામ દવાઓની ઉપલબ્ધતા નક્કી કરવા માટે સરકાર યોગ્ય તાલમેલ સાથે કામ કરતી રહેછે. પીએમ મોદીએ કહ્યુ કે, રાજ્યોને સમયબદ્ધ રીતે વેન્ટિલેટરને સંચાલન યોગ્ય બનાવવા જોઈએ, નિર્માતાઓની મદદથી ટેકનીક, તાલીમના મુદ્દા ઉકેલવા જોઈએ.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં 18-44 ઉંમર વર્ગ માટે વેક્સિનેશન પર લાગી બ્રેક, છેલ્લા 24 કલાકમાં 46781 નવા કેસ
એક દિવસમાં 3.48 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 3,48,421 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,33,40,938 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,93,82,642 દર્દીઓ રિકવર થયા છે. જેમાંથી 3,55,338 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં રિકવર થયા છે. જો કે હજુ પણ દેશમાં 37,04,099 એક્ટિવ કેસ છે. એક દિવસમાં 4205 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,54,197 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 17,52,35,991 લોકોને રસી આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે