Digital Payment: શું છે E-RUPI, જેનાથી ઈન્ટરનેટ અને સ્માર્ટફોન વિના પૈસા ટ્રાન્સફર થઈ જશે, PM Modi એ કરાવી શરૂઆત


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ E-RUPI નામના ડિજિટલ પેમેન્ટ સોલ્યુશનને લોન્ચ કર્યું. આ પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી હવે ઈન્ટરનેટ અને સ્માર્ટફોન વિના પેમેન્ટ કરી શકાશે.

Digital Payment: શું છે E-RUPI, જેનાથી ઈન્ટરનેટ અને સ્માર્ટફોન વિના પૈસા ટ્રાન્સફર થઈ જશે, PM Modi એ કરાવી શરૂઆત

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 2 ઓગસ્ટ એટલે કે આજે એક ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન લોન્ચ કર્યું. જેનું નામ છે E-RUPI. આ ડિજિટલ ક્રાંતિમાં એક મહત્વનું પગલું છે, જેનાથી હવે દરેક વ્યક્તિ ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. ખાસ વાત એ છે કે આ સિસ્ટમમાં કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. સ્માર્ટફોનની પણ જરૂર નહીં પડે. અને તમે સરળતાથી પેમેન્ટ કરી શકશો. એટલે ઈન્ટરનેટ ન હોય તો પણ કોઈના એકાઉન્ટમાં પૈસા મોકલી શકાશે.

શું છે E-RUPI
E-RUPI પેમેન્ટને લઈને હજુ વધારે જાણકારી સામે આવી નથી. પરંતુ રિપોર્ટ્સ  પ્રમાણે E-RUPI ડિજિટલ ચૂકવણી માટે એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ સાધન છે. જણાવાઈ રહ્યું છે કે તેના દ્વારા SMS દ્વારા પેમેન્ટ થાય છે. એવામાં તમે એકબીજાને મેસેજના સ્વરૂપે વાઉચર મોકલશે અને વાઉચરને મેળવનાર કોઈ ઈન્ટરનેટ અને સ્માર્ટફોન દ્વારા તે વાઉચરના પૈસાને એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશે. આ એક રીતે ઓનલાઈન ચેક જ છે. જેમાં તમે વાઉચર કોઈ બીજી વ્યક્તિને એમાઉન્ટના રૂપમા મોકલે છે. જેને તે વ્યક્તિ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લે છે. તેના માટે ગ્રાહકને તે નંબરનો ઉપયોગ કરવાનો રહેશે, જે બેંકમાં રજિસ્ટર્ડ હોય. તેનાથી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પોતાના યૂપીઆઈ પ્લેટફોર્મ પર નાણાંકીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટીના સહયોગથી વિકસિત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે હજુ તેને સરકારી સબસિડી કે યોજનાઓનો લાભ ઉઠાવવા માટે કરવામાં આવશે.

કેવી રીતે કામ કરશે E-RUPI
આ પ્રીપેડ હશે અને તેના દ્વારા પ્રાપ્તકર્તાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. માનવામાં આવી રહ્યું છે કે કલ્યાણકારી સેવાઓની લીંક-પ્રૂફ ડિલિવરી સુનિશ્વિત કરવાની દિશામાં આ ક્રાંતિકારી પહેલ હોવાની આશા છે. તેનો ઉપયોગ માતૃ અને બાળ કલ્યાણ યોજનાઓ અંતર્ગત દવા કે ન્યૂટ્રીશનલ સપોર્ટ આપનારી સ્કીમ્સ, સબસિડી યોજનાઓમાં સેવા આપવા માટે કરી શકાય છે. તે ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તેનો ઉપયોગ થઈ શકે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news