સિદ્ધુને કોંગ્રેસના જ દિગ્ગજ મુસ્લિમ નેતાએ ફટકાર લગાવી, કહ્યું-'આના કરતા તો હારવું પસંદ કરીશ'

બિહારમાં કટિહાર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તારિક અનવરે પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુના વિવાદીત નિવેદનની ટીકા કરી છે.

સિદ્ધુને કોંગ્રેસના જ દિગ્ગજ મુસ્લિમ નેતાએ ફટકાર લગાવી, કહ્યું-'આના કરતા તો હારવું પસંદ કરીશ'

કટિહાર: બિહારમાં કટિહાર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તારિક અનવરે પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુના વિવાદીત નિવેદનની ટીકા કરી છે. બુધવારે એક નિવેદનમાં તારિકે કહ્યું કે તેઓ ધર્મના નામે રાજકારણ કરવા કરતા તો હારવું વધુ પસંદ કરશે. સિદ્ધુએ તારિક અનવરના પક્ષમાં મુસ્લિમ બહુમતીવાળી વિસ્તારમાં આયોજિત એક રેલીમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "જો તમે એકજૂથ થઈ જાઓ તો પછી મોદી હટી જશે... છગ્ગો લગાવવો પડશે.... હું જ્યારે જવાન હતો ત્યારે હું પણ ખુબ છગ્ગા મારતો હતો. એવો છગ્ગો મારો કે મોદીને અહીંથી બાઉન્ડ્રી બહાર જવું પડે. "

તારિક અનવરે કહ્યું કે ધર્મના નામે રાજકરણ શરમજનક છે અને તે  બંધારણના નિર્માતાઓના સપનાને ચકનાચૂર કરવા જેવું છે. જો તેઓ તે રેલીમાં હાજર હોત તો સિદ્ધુને આવી ટિપ્પણી કરતા રોક્યા હોત. તારિકે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા તમામ ધર્મોને એક મંચ પર લાવવાનું કામ કર્યું છે અને તમામ ધર્મોને સાથે લઈને ચાલવા તથા દેશને બનાવવાનું કામ કર્યું છે. સિદ્ધુના નિવેદનની ટીકા કરતા તારિકે કહ્યું કે તેમણે આવું કોઈ નિવેદન આપવું જેવું નહતું જેમા ધર્મના નામે રાજકારણની ગંધ આવતી હોય. 

Image result for TARIQ ANWAR zee news

(તારિક અનવર- ફાઈલ ફોટો)

તારિકે કહ્યું કે આવા નિવેદનોથી કોંગ્રેસ પાર્ટી અને દેશના લોકતંત્રને નુકસાન થશે. તેમણે કહ્યું કે, "હું મારા રાજકારણના જીવનના 40-50 વર્ષોમાં ક્યારેય ધર્મના નામે રાજકારણ રમ્યો નથી. આ જ કારણ છે કે મને તમામ ધર્મોનું બરાબર સન્માન મળ્યું અને આજે પણ મળે છે. હું ધર્મના નામે રાજકારણ રમવા માંગતો નથી." 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news