10 લાખ બુથ પર 90 કરોડ મતદાતાઓ નોંધાયા, EVM સાથે GPS જોડવામાં આવશે

મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ કહ્યું કે આ વખતે 90 કરોડ મતદાતાઓ મતદાન માટે નોંધાયા છે, જે પૈકી 1.5 કરોડ યુવાનો પ્રથમ વખત મતદાન કરશે

10 લાખ બુથ પર 90 કરોડ મતદાતાઓ નોંધાયા, EVM સાથે GPS જોડવામાં આવશે

નવી દિલ્હી : ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2019 માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. સમગ્ર દેશમાં આ વખતે 7 તબક્કામાં મતદાન યોજાશે. 23 મેના રોજ મતગણત્રી થશે. પહેલા તબક્કાનું લોકસભા ચૂંટણી 11 એપ્રીલે યોજાશે, બીજા તબક્કાનું મતદાન 18 એપ્રીલે, ત્રીજા તબક્કાનું 23 એપ્રીલે, ચોથા તબક્કાનું 29 એપ્રીલે, 5માં તબક્કાનું 6 મે, છઠ્ઠા તબક્કાનું 12 મે અને 7માં તબક્કાનું 19 મેનાં રોજ મતદાન યોજાશે. 

દિલ્હી વિજ્ઞાન ભવનમાં ચૂંટણી કમિશ્નર અરોડાએ ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી. પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડા સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં સુનીલ અરોરાએ જણાવ્યું કે આ વખતે 90 કરોડ મતદાતાઓ નોંધાયા છે. ગત્ત લોકસભાની તુલનાએ 8.43 કરોડ મતદાતા વધ્યા છે. 

સમગ્ર દેશમાં 10 લાખ બુથ લગાવવામાં આવશે. આ વખતે તમામ વીવીપેટ મશીન પર તમામ ઉમેદવારોના ફોટો પણ હશે. ઉપરાં 1.5 કરોડ યુવા મતદાતાઓ પહેલીવાર મતદાન કરશે. જેમની ઉંમર 18થી 19 વર્ષની વચ્ચેની  છે. 

ચૂંટણીની તારીખની જાહેરાત સાથે જ આજે આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ચુકી છે. સમગ્ર દેશમાં ઇવીએમ મશીનની સાથે વીવીપેટ મશીનનો ઉપયોગ પણ કરવામાં આવશે. ચૂંટણી પંચે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

મતદાનના 48 કલાક પહેલા લાઉડ સ્પીકર પર સંપુર્ણ પણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ઇવીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇવીએમને લઇ જનાર તમામ પોલીંગ પાર્ટીઓની ગાડીમાં જીપીએસ લગાવવાનો નિર્ણય લીધો છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વીડિયો ગ્રાફી થશે. પંચે લોકસભા ચૂંટણી હેલ્પલાઇન 1950 ઇશ્યું કર્યું છે. આ ઉપરાંત ફરિયાદ માટે એપ પણ લોન્ચ કર્યો છે. તેમાં ફરિયાદ કર્યાનાં 100 કલાકની અંદર કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી પંચના કંટ્રોલ રૂમમાં 24 કલાક ફરિયાદ કરી શકાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news